રાજકોટમાં જંગી જાહેરસભામાં કહ્યું- ગુજરાતની જનતા મને એક મોકો આપે – અરવિંદ કેજરીવાલ

0
186

  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે સાંજે શાસ્ત્રી મેદાનમાં જાહેર સભા યોજી હતી. આ સભાનું ટાઈટલ “એક મોકો કેજરીવાલને” રાખવામાં આવ્યું હતું.
  • આપના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા, આપ નેતા ઈસુદાન ગઢવી, ઈન્દ્રનીલ રાજગુરુ મંચ પર ઉપસ્થિત રહ્યા હતા.
  • પહેલા મને દિલ્હી અને પંજાબની જનતા પ્રેમ કરતી હતી. હવે ગુજરાતના લોકો પણ ખૂબ જ પ્રેમ કરવા લાગ્યા છે.
  • સી.આર પાટીલ ગુજરાતના પ્રદેશ પ્રમુખ છે પણ ગુજરાતના લોકો કહે છે ગુજરાતના CM સી.આર પાટીલ છે.
  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind kejriwal) આજે સાંજે શાસ્ત્રી મેદાનમાં જાહેર સભા યોજી હતી. આ સભાનું ટાઈટલ “એક મોકો કેજરીવાલને” રાખવામાં આવ્યું હતું. આવનારી વિધાનસભા ચૂંટણીને ઉદ્દેશીને થયેલી આમ આદમી પાર્ટીની જાહેર સભામાં સૌરાષ્ટ્રના આમ આદમી પાર્ટીના નેતાઓ મંચ પર હાજર રહ્યા હતા. આ સાથે આપના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા, આપ નેતા ઈસુદાન ગઢવી, ઈન્દ્રનીલ રાજગુરુ મંચ પર ઉપસ્થિત રહ્યા હતા.

સી.આર.પાટીલ પર કર્યા પ્રહારઃ
અરવિંદ કેજરીવાલે પોતાના સંબોધનમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ ઉપર પણ આકરા પ્રહારો કર્યા હતા. કેજરીવાલે કહ્યું કે, સી.આર પાટીલ ગુજરાતના પ્રદેશ પ્રમુખ છે પણ ગુજરાતના લોકો કહે છે ગુજરાતના CM સી.આર પાટીલ છે. સી. આર પાટીલે થોડા દિવસ પહેલાં આપેલા મહાઠગના નિવેદન ઉપર વળતો પ્રહાર કરતાં કેજરીવાલે કહ્યું કે, “તમને લાગે છે હું ઠગ છું? શું શિક્ષણ માટે અને આરોગ્ય માટે સારું કામ કરેએ ઠગ છે?” પેપર ફુટવા અંગે કેજરીવાલે કહ્યું કે, સરકારને પેપર લેતાં નથી આવડતું સરકાર શું ચલાવશો?

કેજરીવાલે યોજાનઓ ગણાવીઃ
આમ આદમી પાર્ટીના મુખ્ય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જન સભામાં સંબોધન કર્યું હતું જેમાં તેમણે ભાજપ ઉપર પ્રહાર કર્યા હતા. કેજરીવાલે કહ્યું કે, મને જે રીતે દિલ્હી અને પંજાબના લોકો ખૂબ જ પ્રેમ કરે છે એજ રીતે મને ગુજરાતના લોકો પ્રેમ કરે છે. દિલ્હીમાં મને ખુબ જ ગુજરાતના લોકો મળવા આવે છે. કેજરીવાલે દિલ્હી સરકારની કામગીરી વિશે કહ્યું કે, “દિલ્હીમાં અમે તીર્થયાત્રા યોજના લાવી છે અને આ યોજના હેઠળ અમે સીનીયર સિટીજનોને તીર્થયાત્રા કરાવીએ છીએ. અમે દિલ્હીમાં 50 હજાર લોકોને તીર્થયાત્રા કરાવી છે. ગુજરાતમાં 27 વર્ષથી ભાજપની સરકાર છે પણ એક પણ વ્યક્તિને તીર્થયાત્રા નથી કરાવી.

@d….

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે રાજકોટનો પ્રવાસ કરી જનસભાને સંબોધી હતી જેમા તેમણે ગુજરાત સરકારને આડેહાથ લીધી હતી.
રાજકોટમાં કેજરીવાલની જનસભા ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર નાગરિકોને કહ્યું- જનતા એક તક આપે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજે પ્રથમ વખત રાજકોટ આવ્યાં છે જ્યાં તેમણે એક જનસભાને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે ગુજરાતની પ્રજાના વખાણ કર્યા હતા. જનસભાને સંબોધન કરતા કેજરીવાલે જણાવ્યું હતું કે, પહેલા મને દિલ્હી અને પંજાબની જનતા પ્રેમ કરતી હતી. હવે ગુજરાતના લોકો પણ ખૂબ જ પ્રેમ કરવા લાગ્યા છે.

ગુજરાત સરકારને લીધી આડેહાથ રાજકોટમાં જનસભાને સંબોધન કરતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાત સરકાર પર કટાક્ષ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, દિલ્હીમાં અમારી સરકાર છે અને છેલ્લા 3 વર્ષમાં અમે 50 હજારથી વધુ વૃદ્ઘોને તીર્થ યાત્રા કરાવી છે, ગુજરાત સરકારે અત્યાર સુધીમાં એકપણ વખત વૃદ્ધોને તીર્થ યાત્રા કરાવી ? સાથે જ તેમણે એવું પણ કહ્યું કે, આમ આદમી પાર્ટીની સરકાર આવશે એટલે ગુજરાતમાં પણ આ યોજના શરૂ કરવામાં આવશે.

શિક્ષણ વ્યવસ્થા પર કર્યો સવાલ
સાથે જ તેમણે સભાને સંબોધતા કહ્યું હતું કે, મને રાજનીતિ કરતા નથી આવડતી, મને કામ કરતા આવડે છે. સાથે જ રાજ્યની શિક્ષણ વ્યવસ્થા પર ફરી સવાલ કરતા કેજરીવાલે જણાવ્યું હતું કે,ગુજરાતમાં સરકાર શાળાઓની સ્થિતિ બહુ ખરાબ છે, સરકારી શાળાઓમાં છત તૂટેલી છે તો કેટલીક શાળાઓમાં ઓરડા પણ નથી. સામે દિલ્હીમમાં અમે સરકારી શાળાનો વિકાસ કર્યો છે અને આ શાળાઓનું પરિણામ હવે 99.99 ટકા આવી રહ્યું છે.

હું શાળા અને હોસ્પિટલના નામે મત માગીશ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે કેજરીવાલે રાજકોટમાં જનસભાને સંબોધન કરતા રાજ્યના નાગરિકો પાસે એક તક માગી હતી. તેમણે કહ્યું કે, ગુજરાતના લોકો પાસે એક મોકો માગું છું, હું શાળાઓ અને હોસ્પિટલ માટે મત માગીશ.

Ad…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here