વલસાડ જિલ્લામાં ધો -12 સાયન્સનું 58.24% પરિણામ જાહેર થયું, માત્ર એક જ વિદ્યાર્થીએ A-1 ગ્રેડ મેળવ્યો
A-1 ગ્રેડ મેળવનાર તિશા પટેલ વલસાડ જિલ્લામાં 12 સાયન્સનું પરિમાણ જાહેર થતા જિલ્લા 3997 વિદ્યાર્થીઓ પૈકી 1 વિદ્યાર્થીએ A-1 ગ્રેડ પરિણામ હાંસલ કર્યું છે. જ્યારે 38 વિદ્યાર્થીઓ A2માં, 157 વિદ્યાર્થીઓ B1 અને 337 વિદ્યાર્થીઓ B2ગ્રેડ મેળવ્યો હતો.
658 વિદ્યાર્થીઓ C1માં અને 480 વિદ્યાર્થીઓ C2 ગ્રેડ મેળવ્યો હતો. જ્યારે 294 વિધાર્થીઓ D ગ્રેડમાં અને 3 વિદ્યાર્થીઓ E1માં આવ્યા હતા. આમ વલસાડ જિલ્લાનું 58.24% પરિણામ જાહેર થયું હતું. વલસાડ જિલ્લા સહિત રાજ્યમાં કોરોના મહામારી બાદ પ્રથમ વખત ઓફલાઈન લેવાયેલી પરીક્ષા લેવાઈ હતી.
અશ્વમેઘ વિદ્યાલય સોઢલવાડાની વિદ્યાર્થીની તિશા પટેલ A-1 ગ્રેડ મેળવતા સમગ્ર શાળા પરી વારમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.મનોજભાઈ , હર્ષદભાઈ સહિત સંચાલક અને શિક્ષકો દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી.
તિશા પટેલ જિલ્લામાં A-1 ગ્રેડ મેળવનાર એકમાત્ર વિદ્યાર્થિની છે.
તિશા પટેલ સામાન્ય પરિવારમાંથી આવે છે. પિતા વાપીની કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. માતા હાઉસ વાઈફ છે. HSCમાં સારા માર્ક્સ મેળવવા માટે ધો.11થી મહેનત કરી હતી. ગત વર્ષે શાળાઓ બંધ હતી. ઓનલાઈન કલાસ ચાલી રહ્યા હતા ત્યારે ઓનલાઇન અભ્યાસ સાથે લખવાની પ્રેક્ટિસ ચાલુ રાખી હતી. તિશાએ કહ્યું હતું કે, મારે બીફાર્મ થવા માટે જરૂરી અભ્યાસ ક્રમમાં ધ્યાન આપવાનો ચોક્કસ સમય મળ્યો હતો. તે ચોક્કસ સમયનો સદઉપયોગ આજે સાર્થક બન્યો છે. વલસાડ જિલ્લામાં એક માત્ર A-1માં સ્થાન મેળવવામાં સફળતા મળી છે.
@d……