વલસાડના કપરાડા તાલુકાના અંભેટી ગામની ઘટના કાકાએ ભત્રીજા પર હુમલો કર્યા બાદ પોતે ફાંસો ખાઈ લેતા ભારે ચકચાર મચી ગઈ
કપરાડા ના અંભેટી ગામે નવીનભાઈ ફુલજીભાઈ પટેલ પત્ની સુમિત્રા બેન જેમની છોકરી લગ્ન હોઈ લગ્નની જાન પહેલા સાંતક ની વિધિ ચાલી રહી હતી.જ્યાં લગ્નના ગીતો ગુંજી રહ્યા હતા.મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા.
જમીનની અદાવત માં ઘરની બાજુમાં રહેતા કાકો પરાગભાઈ મંછુભાઈ પટેલ કાળમુખો બની ભત્રીજા પર હિસંક હુમલો કર્યો હતો. પહેલા મરચાંની ભૂકી નાખી કરાડી વડે માથાં માં ઉપરાસપરી ધા ઝીકયાં હતા.ઘાયલ નવીનભાઈને પારડી ની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
કાકો હુમલામાં પોતે ભાગી નજીક આવેલા આંબા ના ઝાડ પર ફાંસો ખાઈ લીધો હતો.
લગ્નની ખુશીના માહોલમાં બે પરિવાર વચ્ચે શોકનો માહોલ સર્જાયો હતો.
ગામમાંથી આજે જાન આવવાની હતી. લગ્ન પહેલા પરિવાર અને સંબંધીઓ તેમના લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત હતા.
એકનું મોત બાદ બંને પરિવાર માટે અને ખરેખર આ ઘટનાં ખૂબ જ કરુણદાયી છે.
નાનાપોઢા પોલીસ ઘટના સ્થળે મૃતક ને પી.એમ.માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે.