વલસાડ જિલ્લાના ઉમરગામ બાદ કપરાડાના નાનાપોઢામાં તંત્રની મંજૂરી ન મળતા યાત્રા અટકી

0
193

વલસાડ જિલ્લાના ઉમરગામ બાદ કપરાડાના નાનાપોઢા માં તંત્રની મંજૂરી ન મળતા યાત્રા અટકી

દક્ષિણ ગુજરાતને ભાજપનો ગઢ માનવામાં આવે છે. તેવા સમયે આમ આદમી કેવી અસર કરે એ મતદારોનો મિજાજ નક્કી કરશે.

વલસાડ જિલ્લાના ઉમરગામ શહેરમાં આપની પરિવર્તન યાત્રા સ્થાનિક તંત્રની મંજૂરી નહીં લેતા ત્રણ કલાક અટકી પડી હતી. બીજા દિવસે કપરાડા તાલુકાના નાનાપોઢા માં પોલીસ દ્વારા રેલીની મંજૂરી સ્થાનિક તંત્રની મંજૂરી માગી હતી. જોકે આપના આગેવાનોએ ગુજરાતમાં સાત સ્થળોથી રેલી માટે ઉચ્ચ કક્ષાની મંજૂરી અંગે પોલીસ સામે રજૂઆત કરી હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તમામ પક્ષો લાગી ગયા છે. ત્યારે આમ આદમી પાર્ટીએ પણ આ વખતે કમર કસી છે અને રાજ્યમાં પરિવર્તન યાત્રા કાઢી છે. રાજ્યના અનેક સ્થળોએ પરિવર્તન રેલી કાઢવામાં આવી છે. ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ સોમનાથ મંદિરમાં શિશ ઝુકાવી યાત્રાની શરૂઆત કરાવી હતી.

રાજ્યના લોકો સુધી પહોંચવા માટે રવિવારથી આપની 182 બેઠકો પર પરિવર્તન યાત્રા શરૂ થઈ છે. રાજ્યના છ અલગ અલગ સ્થળોથી આપ પરિવર્તન યાત્રાની શરૂઆત કરવામાં આવી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને લઈ આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી છે. જેના ભાગરૂપે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ તેમજ કાર્યકરોએ સોમનાથથી રાજ્યમાં પરિવર્તન યાત્રા શરૂ કરી છે. સોમનાથ મહાદેવના દર્શન કરી આપના નેતાઓએ મંદિરના પટાંગણમાં હમીરજી ગોહિલની પ્રતિમાને પણ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગુજરાત રાજ્યમાં આમ આદમી પાર્ટીએ પરિવર્તન યાત્રાનો પ્રારંભ કર્યો છે. સોમનાથ આવેલા આપના નેતાઓને ગીર-સોમનાથ જિલ્લાના આપના કાર્યકર્તાઓએ ફૂલ-હારથી સ્વાગત કર્યું હતું. કેજરીવાલની કામગીરીને જનજન સુધી પહોંચાડવા પરિવર્તન યાત્રા શરૂ કરી છે.
આપના મહામંત્રીની આગેવાનીમાં દાંડીથી પરિવર્તન યાત્રા કાઢવામાં આવી

આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રીની આગેવાનીમાં નવસારીના ઐતિહાસિક દાંડીથી પરિવર્તન યાત્રા કાઢી ગુજરાતમાં પરિવર્તન લાવવા હાંકલ કરાઇ છે. ગુજરાતના છ સ્થળેથી આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં પરિવર્તન લાવવા પરિવર્તન યાત્રા કાઢીને, એક મોકો કેજરીવાલને નારા સાથે મતદારોને આકર્ષિત કરવાના પ્રયાસ કરાયા હતા. મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ દાંડીની ભૂમિથી પરિવર્તન યાત્રા કાઢીને વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પંજાબ અને દિલ્હીની જેમ ગુજરાતમાં પણ ભાજપના શાશન સામે આમ આદમી પાર્ટી મતદારોને રિઝવવાના પ્રયાસ કર્યા છે. જોકે દક્ષિણ ગુજરાતને ભાજપનો ગઢ માનવામાં આવે છે. તેવા સમયે આમ આદમી કેવી અસર કરે એ મતદારોનો મિજાજ નક્કી કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here