કપરાડા વિધાનસભા 2022ની ચૂંટણીમાં ધારાસભ્યની ટીકીટની રેસમાં કોના કોના નામો થઈ રહ્યા છે ચર્ચા માં ..
- રાજય કેબિનેટ મંત્રી જીતુભાઇ ચૌધરી રિપીટ થાય એવી શક્યતા ઓ ભરપૂર રહી છે.
- ભાજપ કોંગ્રેસ અને વાજતેગાજતે આપનું પણ આગમન પણ હવે મેદાનમાં આવી રહી છે…
- આદિવાસી સમાજ હવે ત્રીજો વિકલ્પ શિક્ષિત યુવાનો અને જાગૃત મતદારો નો મિજ્જ પણ જોવા મળી રહ્યો છે.
- યુવાન અને શિક્ષિત ઉમેદવાર ને ટિકિટ આપવામાં તો જેમાં વિપુલભાઈ ભોયા દિવ્યેશભાઈ ચૌધરી ના નામો પણ ચર્ચાઓ ચાલી રહ્યા છે.
હાલમાં કોંગ્રેસ હરેશભાઈ પટેલ અને વસંતભાઈ પટેલ પોતાની દાવેદારી કરી રહ્યા હોય એવું કોંગ્રેસ ના કાર્યકરોમાં ચર્ચા કરવામાં આવી રહી છે.કોંગ્રેસમાં હાલમાં દેશમાં રાજ્ય જિલ્લા કે તાલુકા કક્ષાએ કોઈપણ સંગઠન કે જવાબદાર કોઈપણ મતદારો નો બેલી નથી વલસાડ જિલ્લાની કપરાડા વિધાનસભા ની બેઠક ઉપર સક્ષમ નેતાઓ કાર્યકરો નો અભાવને કારણે ચૂંટણી માં કોંગ્રેસના કાર્યકરો માં ઉત્સાહ જોવા મળશે નહીં એવી લોક ચર્ચાઓ થઈ રહી છે. મતદારો પોતાના મત કઈ દિશામાં હવામાન મુજબ જઈ શકશે ?
ગુજરાત માં આગામી ડિસેમ્બર 22 માસ પેહલા ધારાસભ્યની ચૂંટણી યોજાય એમ છે હાલમાં જોકે ભાજપ પક્ષ દ્વારા અતિ સંવેદનશીલ નીતિ અને નિયમો સાથે ચાલનારો પક્ષ છે વલસાડ જિલ્લામાં એકમાત્ર કપરાડા વિધાનસભાની ચૂંટણીમાં ભારે ઉત્સાહિત નેતાઓ અને મતદારો જોવા મળી રહ્યા છે. આ વખતે કપરાડા માં પણ અનેક ટીકીટની રેશમાં મુરતિયા ઓ છે જે મન કી બાત ભલે કહી શકતાના હોય પણ મન માં તો ટીકીટ મેળવવા માટે આક્સ પાતાળ એક કરવા માટે ની અત્યારથી તૈયારીઓ અને રણનીતિ પણ ઘડી લીધી હોવાનું જાણવા મળ્યું છે.
પરંતુ આ વખતે કપરાડા વિધાનસભા બેઠક પર ભાજપમાં વૈકુંઠ નાનુંને ભગતડા ઝાઝા જેવો ઘાટ છે.હાલના રાજય કેબિનેટ મંત્રી જીતુભાઇ ચૌધરી રિપીટ થાય એવી શક્યતા ઓ ભરપૂર રહી છે.
હાલમાંતો બીજી તરફ એમની સાથે ગુલાબભાઈ રાઉતના નામની ચર્ચા ઓ ઉઠી છે કે એક મંત્રીના ખાસ વ્યક્તિઓ હોવાની ચર્ચાઓ થઈ રહી છે જ્યારે એ.પી. એમ. સી. પ્રમુખ મુકેશ પટેલ પણ ટીકીટની રેસમાં હોવાનું ચર્ચામાં છે. એક ભાજપના વરિષ્ઠ નેતા પોતાની ઉંમર અભાવને લઈને ભત્રીજા માટે ગાંધીનગર સુધી ચક્કર મારી આવ્યા હોવાનું બહાર આવ્યું છે. તો બીજી તરફ તાલુકા પંચાયત પ્રમુખ રહી ચૂકેલા અને રમેશભાઈ ગાંવિત નું નામ પણ ચર્ચા ના ચકડોળે છે બીજી તરફ તાલુકાના પ્રમુખ મોહનભાઈ ગરેલ નું નામની પણ ચર્ચા ઓ સાંભળવા મળી રહી છે. યુવાન કાર્યકરોમાં હાલની પરિસ્થિતિમાં શિક્ષિત ઉમેદવાર ને ટિકિટ મળવી જોઈએ જેમાં વિપુલભાઈ ભોયા દિવ્યેશભાઈ ચૌધરી ના નામો પણ ચર્ચાઓ ચાલી રહ્યા છે.
ગત ટર્મ માં સેન્સ લેવા સમયે અનેક લોકોના સેન્સ લેવાયા હતા પણ જીતુભાઇ ચૌધરી ભાજપ માં આવી જતા અનેક ટીકીટ વાંચ્છુકો ઓના સપના ધૂળ માં મળી ગયા હતા જ્યારે ગત વર્ષે ટીકીટ માં કપાઈ ગયેલા બમણા જોરે ટીકીટ લેવા નીકળે તો નવાઈ નહિ ….
વળી બીજી તરફ ભાજપ માં જે વિવિધ હોદ્દા ધરાવે છે તેઓ ને ટીકીટ મળી શકે નહીં વળી ત્રીજી વાર રિપીટ થિયેરી પણ ચાલે નહિ જેવા અનેક નિયમો છે ત્યારે ભાજપ ની આદત છે કે છેક અંતિમ ક્ષણે કોથળા માંથી બિલાડુ કાઢે એમ ચર્ચા માં આવેલ નામો કરતા કોઈ અન્યને જ ટીકીટ આપી દેતા અનેક લોકોના મોઢા સિવાય જાય છે ત્યારે આ વખતે પણ ક્યાંય આવું તો નહીં થાય ને ? એ તો આવનારો સમય જ બતાવશે…