ગુજરાત ATS ને મળી મોટી સફળતા. 1993 બ્લાસ્ટ કેસના 4 વોન્ટેડ આરોપીઓને ઝડપી લીધા.

0
165

*BREAKING*

*GNA NEWS* ગુજરાત ATS ને મળી મોટી સફળતા. 1993 બ્લાસ્ટ કેસના 4 વોન્ટેડ આરોપીઓને ઝડપી લીધા.

જીએનએ અમદાવાદ: ગુજરાત ATS ને મળી મોટી સફળતા. 1993માં થયેલ મુંબઇ બ્લાસ્ટ કેસના 4 વોન્ટેડ આરોપીઓને ATS એ ઝડપી લીધા. મળતી માહિતી મુજબ ATS દ્વારા અંડર વર્લ્ડ ડોન દાઉદના નજીકના ગણાતા આ ચાર સાગરીતોને પકડી લેવાયા છે. તેઓ બોગસ પાસપોર્ટ દ્વારા અમદાવાદ આવ્યા હતા. ગુજરાત ATS એ અમદાવાદથી આ ચારેયને ઝડપી પાડ્યા છે. સૈયદ કુરેશી, સોઈબ કુરેશી અબુ બકર અને યુસુફ ભટકા આ ચારેય આરોપી બ્લાસ્ટ બાદ વિદેશ ભાગવામાં સફળ રહ્યા હતા.આ ચારેય આરોપીની ATS દ્વારા ધરપકડ કરી મોટી સફળતા મેળવી છે.હવે આગળની તપાસ અને પૂછપરછમાં ઘણા ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતાઓ પ્રબળ બની છે. પકડાયેલ આરોપીઓને ATS દ્વારા CBI ને સોંપવામાં આવશે.

જ્યારે બીજી વાત કરીએ તો અન્ય એક બીજી સફળતા પણ ATS ને મળી છે. સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ. રાજસ્થાન બ્લાસ્ટના ષડયંત્રમાં શામેલ આરોપી આફિક નાછનને પણ ATS દ્વારા મુંબઈથી ઝડપી લેવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here