- હડતાળનો અંત:આખરે ક્વોરી ઉદ્યોગ સામે સરકારે નમતું જોખ્યું,
- ક્વોરી ઉદ્યોગના પડતર પ્રશ્નો હલ ન થતાં ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ સેક્ટરો હડતાળ પર ઉતરી જતા રાજ્યભરના બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો સમસ્યામાં મુકાયા હતા.
- આજે તા 17 મેના રોજ ગાંધીનગર ખાતે અધિકારીઓ અને ગુજરાત બ્લેક સ્ટોન એસો.ની બેઠક યોજાઈ હતી.
ક્વોરી ઉત્પાદન બંધ થતા બાંધકામમાં મહત્વપૂર્ણ ભાગ ભજવતી કપચી બિલ્ડરોને ન પહોંચતા તમામ બાંધકામના પ્રોજેક્ટ બિલ્ડરોને કરોડોનું નુકસાન સાથે બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા બિલ્ડર, કોન્ટ્રાક્ટરો અને મજૂરો માટે પણ વિકટ પ્રશ્ન ઊભો હતો.
ગુજરાત બ્લેક સ્ટોન એસોસિએશન પ્રમુખ હિતેન્દ્ર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, 17 દિવસથી ચાલતી હડતાળ આજે પૂર્ણ વિરામ કરીએ છીએ અને કમિશનરે ખૂબ જ સારો અભિગમ દર્શાવી અમારા મુદ્દાઓના પ્રશ્નોનું નિરાકરણ કરી સંમતિ આપી છે. આ તમામ મુદ્દાઓનું સમાધાન કરી શક્યા છીએ, તો ક્વોરી ઉદ્યોગની હડતાળ આજે પૂર્ણ કરીએ છીએ. સૌ અધિકારીઓ, ક્વોરી માલિકો, તમામ હોદ્દેદારો સૌએ સાથ સહકાર આપ્યો તેમનો હું આભાર વ્યક્ત કરું છું. 17 દિવસથી ગ્રાહકોને જે મુસકેલી થઇ તે માટે પણ હું માફી માંગુ છુ હડતાળનો અંત:આખરે ક્વોરી ઉદ્યોગ સામે સરકારે નમતું જોખ્યું,
આખરે ક્વોરી ઉદ્યોગ સામે સરકારે નમતું જોખ્યું, રાજ્યવ્યાપી ક્વોરી ઉદ્યોગની હડતાળનો 17માં દિવસે સમાધાન થતાં સૌએ હાશકારો અનુભવ્યો.
આવતીકાલે 18માં દિવસે ગુજરાત રાજ્યનો ક્વોરી ઉદ્યોગ પુનઃ ધમધમશે 17 યક્ષ પ્રશ્નો બાબતે સરકારે હકારાત્મક અભિગમ દાખવતા હડતાળ સમેટાઈ
1 મેથી રાજ્યની ત્રણ હજાર અને મધ્ય ગુજરાતની 180 ક્વોરીઓ પોતાના 17 યક્ષ પ્રશ્નોને લઇ હડતાળ ઉપર હતા. અગાઉ બે વખત ગાંધીનગર ખાતે કોર કમિટી અને રાજ્ય સરકારના અધિકારીઓની બેઠકો નિષ્ફળ નીવડ્યા બાદ આજે તા 17 મેના રોજ ગાંધીનગર ખાતે અધિકારીઓ અને ગુજરાત બ્લેક સ્ટોન એસો.ની બેઠક યોજાઈ હતી. જેમાં તમામ મુદ્દાઓ ઉપર હકારાત્મક વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી. મુદ્દાઓને લઈને સરકારે સહમતિ આપતા બ્લેક ટ્રેપ ક્વોરી એસો. દ્વારા આજથી હડતાળ પૂરી કરવા અધિકારીઓને બાંહેધરી આપી હતી અંતે સુખદ સમાધાન થતાં સૌએ હાશકારો અનુભવ્યો હતો.
કોર કમિટી દ્વારા બેઠક યોજાઇ હતી
ગાંધીનગર ખાતે ખનીજ ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કમિશનરની કચેરીએ ખાણ ખનીજ કમિશનર રૂપવંત સિહ અને એડિશનલ ડાયરેક્ટર ડી કે પટેલ, જનકાર, એચ પી પટેલ, ફલાઇગ સ્કોડ અધિકારી વાળા સહિત ગુજરાત બ્લેક સ્ટોન એસો પ્રમુખ હિતેન્દ્ર ઉપાધ્યાય, ઉપપ્રમુખ કનેરીયા, રૈયાભાઈ રાજપુત, મહામંત્રી અમિત સુથાર, રમણભાઈ પટેલ સહિતની કોર કમિટી દ્વારા બેઠક યોજાઇ હતી.સતત બે કલાક સુધી ચર્ચા ચાલી ક્વોરી એસો.ના 17 પ્રશ્નો બાબતે બેઠક દરમિયાન સતત બે કલાક સુધી ચર્ચા ચાલી હતી. ચર્ચાના અંતે રાજ્ય સરકારના અધિકારી ગણે તમામ પ્રશ્નો બાબતે હકારાત્મક અભિગમ અપનાવીને ક્વોરી એસોસિએશનને લેખિતમાં આપ્યું હતું તેમાં જણાવ્યું હતું કે, અધિકારીગણ અને ક્વોરી એસો.ના પ્રતિનિધિઓની સંયુક્ત કમિટી બનાવી ત્રણ માસમાં પોલીસી બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે, જ્યાં સુધી પોલીસી નક્કી ન થાય ત્યાં સુધી બ્લેક ટ્રેપ ખનીજની લીઝો અને સ્ટોક માપણી માટે દંડ કરવામાં આવશે નહીં.
જૂની નવી લીઝોમાં રોયલ્ટી પ્રીમિયમ નક્કી કરાશે
ખાનગી જમીનોમાં લીઝોની ફાળવણી અંગે ખાણ ખનીજ કમિશનર સરકારને સાત દિવસમાં દરખાસ્ત કરશે. જૂની નવી લીઝોમાં રોયલ્ટી પ્રીમિયમ એકસૂત્રતા જળવાય તે બાબતે પ્રીમિયમ નક્કી કરાશે તેવી જ રીતે આરટીઓ સાથેનું લીકેજ દૂર કરવા સરકાર મારફતે સાત દિવસમાં દરખાસ્ત કરાશે ઇસી અને માઇનિંગ પ્લાન રદ કરવા અંગે કાર્યક્ષેત્ર લાગુ પડતું ન હોવાથી તે અંગે કોઇ કાર્યવાહી કરાઇ ન હતી. જ્યારે ક્વોરી ઝોન ડિક્લેર કરવા બાબતે અગાઉ સંવાદ સમિતિ દ્વારા યોજાયેલ બેઠકમાં થયેલી ચર્ચા મુજબ દરખાસ્ત કરાશે તે સિવાય અન્ય મુદ્દાઓ ઉપર હકારાત્મક વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી.