વાંસદાના મીંઢાબારી ગામમાં લગ્ન પ્રસંગમાં ભેટમાંઆપવામાં આવેલ રમકડાને તપાસતા બ્લાસ્ટ થતા જ 28 વર્ષીય વરરાજા લતેશ ગાંવિત અને 3 વર્ષીય ભત્રીજા જીઆન થયા ગંભીર રીતે ઘાયલ થયાની ઘટના સામે આવી છે.
નવસારી જિલ્લાના વાંસદાના મીંઢાબારી ગામમાં 28 વર્ષીય વરરાજા લતેશ ગાંવિત ના લગ્ન થયા હતા લગ્નમાં રીત-રીવાજો અનુસાર ગંગપુર કન્યાના ઘરે મોટી દિકરીના સાથે લીવ ઇનમાં રહેતા પૂર્વ પ્રેમીએ કંબોયા રાજુ પટેલે રમકડાની ભેટ મોકલી હતી ત્યારે લતેશભાઈએ ભેટમાં મળેલ રમકડાને ચાર્જ કરવા મુક્યું અને ત્યાં જ જોરદાર બ્લાસ્ટ થયો હતો જેમાં લતેશભાઈ અને 3 વર્ષીય ભત્રીજા જીઆન ગંભીર રીતે ઘાયલ થયા છે. લતેશનો ડાબા હાથનો પંજો કાંડામાંથી છૂટો થયો અને બંને આંખોમાં પણ ગંભીર ઇજા થતાં નવસારીની આંખની હોસ્પિટલમાં રીફર કરાયા તથા નાના જીઆનને પણ માથામાં ગંભીર ઇજા થતાં માથામાં ફેક્ચર થયાનું જણાવા મળ્યું છે. પરિવારે વાંસદા પોલીસમાં ઘટનાને પગલે ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે.