*BREAKING*
મોરબી જિલ્લાના હળવદ GIDCમાં દીવાલ ધરાશયી થતા 12 શ્રમિકોના મૌત.
જીએનએ અમદાવાદ: મોરબી જિલ્લાના હળવદ GIDCમાં બની ગોઝારી દુર્ઘટના. સાગર સોલ્ટમાં મીઠાના કારખાનાની દિવાલ ધરાશાયી થઈ. હળવદમાં દિવાલ ધરાશાયી થતાં શ્રમિકો દટાયા. દિવાલ ધરાશાયી થતાં શ્રમિકો દટાયા. આશરે 12 શ્રમિકોના મૃતદેહ બહાર કાઢાયા હોવાના સમાચાર છે અને હજુ પણ 10 થી 15 જેટલા શ્રમિકોના દટાયા હોવાનું જણાતા તેમને બહાર કાઢવાની કામગીરી ચાલુ છે. આશરે 12 વાગ્યાના સુમારે બની ઘટના. 11 જેટલા ઘાયલ હોવાના સમાચાર. આ ગોઝારી ઘટનાને જોતા ઘણા સવાલો ઉઠી રહ્યા છે કે કોની બેદરકારીથી આ ઘટના ઘટી? હાલ કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે અને તંત્ર રાહતના કાર્યમાં લાગ્યું છે.રાજ્યના મંત્રી બ્રિજેશ મીરજા દ્વારા જણાવાયું છે કે રાજ્ય સરકાર દ્વારા પરામર્શ કરી સહાય માટેની પણ જાહેરાત કરવામાં આવશે.