રામપરા બેટીમાં બંધાયેલી સંજીવની સોસાયટીમાં જેમનો ગૃહપ્રવેશ થયો

0
200

તે બેન અમારા ઘર તો બની ગયા. પણ મોટા માણસો જે રીતે ઘરનું વાસ્તુ રાખે, પૂજા વિધી કરે એવું અમારા ઘરમાં નો થાય? દુઃખમાં ભગવાન, માતાજીને સૌ યાદ કરે પણ સુખમાં યાદ રાખવા એ ખરુ કહેવાય..

રામપરા બેટીમાં બંધાયેલી સંજીવની સોસાયટીમાં જેમનો ગૃહપ્રવેશ થયો એ પરિવારોમાંના રાધાબહેન અને અન્ય બહેનોએ આ વાત કહી ને અમે એમની ઈચ્છા પ્રમાણે કળશ પૂજન અને યજ્ઞ કરીને તેમનો ગૃહપ્રવેશ કરાવવાનું કર્યું..

આ પ્રકારના યજ્ઞમાં આ પરિવારો પહેલીવાર બેઠા. જમણો હાથ શુભકાર્યમાં વાપરવો એય એમને ખબર નહીં… પણ આખી પૂજા વિધી જોવાનો લાહ્વો અનોખો હતો.

વસાહતમાં રહેતી ધની બહુ વહાલી લાગે એવી દીકરી.. એની ફોઈએ કોણી સુધીનો હાથ બતાવીને કહ્યું કે આવડી હતી ત્યારે એના મા-બાપ ગુજરી ગયા. પછી અમે ત્રણ ફોઈઓએ જ ધનીને મોટી કરી.
મને પછી સમજાયું કે મા-બાપ ગયા ત્યારે એ દોઢ મહિનાની હતી. આ ધનીનું પોતાનું ઘર નહીં પણ એની ત્રણે ફોઈ ને ફોઈના દીકરા, દીકરી ને વહુઓ ધની પર ચાર હાથ રાખે. એય છેય એવી મજાની… એને લઈને એની ફોઈ આવ્યા ને મારાઘરનો કળશ આ ધની ઉપાડશેનું કહ્યું. ધનીએ કહ્યું દીદી મારી સાથે સરસ ફોટો લો..તમે મને બહુ ગમો છો. નાની હોત ને તો તમારી હારે જ આવતી રેત.. આવી ધની ને ધની જેવી અન્ય દીકરીઓએ કળશ ઉપાડ્યા ને 65 ઘરોમાં મુક્યા અને ભગવાન બરકત આપે એવી પ્રાર્થના પણ કરી.

આદરણીય ક્રિષ્ણકાંત મહેતા અને ડો.ઈન્દિરા મહેતાએ સંજીવની સોસાયટીના નિર્માણમાં મહત્તમ મદદ કરી. તેમના દીકરાના નામે જ આ સોસાયટીનું નિર્માણ થયું. એમની સાથે રાધાબહેન અને વસાહતના અન્યોની લાગણી મુકી ને એમણે તુરત યજ્ઞ માટે અને એ સિવાય આ પરિવારોના ગૃહપ્રવેશ માટે જે પણ ખર્ચ કરવો પડે તે કરવાની મંજૂરી આપી.
યજ્ઞ પછી 700 માણસોના જમણવારનો ખર્ચ રાજકોટના કોર્પોરેટર બાબુભાઈ ઉધરેજાએ ઉપાડ્યો.. ને એ વ્યવસ્થા ગોઠવી આપે આદરણીય ભગવાનકાકા પંચાલ ને ઉદયભાઈ કાંગડે…આપ સૌની આભારી..
રાજકોટ ગાયત્રી પરિવારનો આભાર.. પ્રજ્ઞેશભાઈ સાથે એમણે સરસ વ્યવસ્થા ગોઠવી…સુંદર પૂજાકરાવી..

પોતાના ઘરનો હરખ જુદો હોય. સૌ સવારથી સરસ તૈયાર થયેલા…

કુદરત આ પરિવારોને બરકત આપે તેવી પ્રાર્થના..

રામપરા બેટી સંજીવની સોસાયટીના નિર્માણમાં મદદ કરનાર સૌ પ્રિયજનોનો આભાર…

#MittalPatel #vssm

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here