- સિલ્કના કાપડમાં 15થી વધુ રાષ્ટ્રીય ધ્વજ, રામ ભગવાનની ચિત્ર સાથેના કાપડ અને મુસ્લિમ ધર્મના લખાણ વાળા કાપડમાં ભંગારના પોટલા ભંગારના ગોડાઉનમાંથી મળી આવ્યા
- તિરંગા ઉપરાંત અન્ય ધાર્મિક પ્રતીકો સાથેના કાપડમાં ભંગાર બાંધેલો મળી આવ્યો
વલસાડ જિલ્લાના વાપી ખાતે આવેલા મોરાઈ ફાટક પાસે એક ભંગારના ગોડાઉનમાં તિરંગામાં ભંગાર બાંધેલી હાલતમાં મળી આવતા દેશભક્તોની લાગણી દુભાઈ હતી. દેશભક્તોએ તાત્કાલિક વાપી ટાઉન પોલીસને ઘટનાનો જાણ કરતા વાપી ટાઉન પોલીસ તાત્કાલિક ભંગારના ગોડાઉન ખાતે પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમાં સિલ્કના કાપડમાં 15થી વધુ રાષ્ટ્રીય ધ્વજ, રામ ભગવાનની ચિત્ર સાથેના કાપડ અને મુસ્લિમ ધર્મના લખાણ વાળા કાપડમાં ભંગારના પોટલા ભંગારના ગોડાઉનમાંથી મળી આવ્યા હતા. પોલીસે ભંગાર ગોડાઉન સંચાલકની અટકાયત કરી છે
વલસાડ જિલ્લાના વાપીના મોરાઈ રેલવે ફાટક નજીક ખુલ્લી જગ્યામાં રિયાકત ખાનનું ભંગારનું ગોડાઉન આવ્યું છે. જે ભંગારના ગોડાઉન સંચાલકે સંતોષ નામના વ્યક્તિ પાસેથી છોટા હાથી ટેમ્પો ભરીને ભંગારનો સામાન ખરીદ્યો હતો. ભંગારનો સમાન બાંધવા માટે તિરંગાનો ઉપયોગ કરવામાં આવ્યું હોવાનું દેશભક્તોના ધ્યાનમાં આવતા દેશ ભક્તોની લાગણી દુભાઈ હતી. રાષ્ટ્રધ્વજ ભંગારમાં પડેલી હાલતમાં હોવાની વાત વાપી અને અજુબાજુના વિસ્તારોમાં ફેલાતા હિન્દૂ સંગઠનના આગેવાનો દોડી આવ્યા હતા.
ઘટનાની જાણ વાપી ટાઉન પોલીસની ટીમને થતા વાપી ટાઉન PI સહિત કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ભંગારના ખુલ્લા ગોડાઉનમાં ચેક કરતા 15થી વધુ તિરંગા મળી આવ્યા હતા. જેમાં પેપર અને કાપડનો ભંગાર બાંધેલો હતો. વાપી પોલીસે વધુ ચેક કરતા શ્રી રામ ભગવાનની પ્રતિમા પ્રિન્ટ કરેલા કાપડ અને મુસ્લિમ ધર્મના ચિન્હ અને લખાણ વાડા કાપડમાંથી પણ ભંગારનો અલગ અલગ સામાન મળી આવ્યો હતો. વાપી પોલીસે 15થી વધુ રાષ્ટ્રીય ધ્વજ, રામ ભગવાનની પ્રતિમાન પ્રિન્ટિંગ વાળા કાપડ 2 અને મુસ્લિમ ધર્મના ચિન્હ તથા લખાણના પ્રિન્ટ કરેલા 5 કાપડ મળી આવ્યા હતા. વાપી ટાઉન પોલીસે ભંગાર ગોડાઉન સંચાલક પાસે ભંગારના ગોડાઉનનું લાયસન્સ સહિતના પુરાવા મંગાવ્યા હતા. અને ભંગાર ગોડાઉન સંચાલક રિયાકત ખાનની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે. જેમાં રિયાકત પાસે ભંગારના ગોડાઉન ચલાવવાનું કોઈપણ લાયસન્સ ન હોવાનું જણાવ્યું હતું. વાપી પોલીસે FIR નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.