પોરબંદર ખાતે રાષ્ટ્રીય ગ્રામીણ આ જીવિકા મીશન કાર્યક્રમ અંતર્ગત સખી મંડળની ૧૯૧ અરજીઓ મંજુર કરી કુલ ૧૯૧ લાખનું બેંકો દ્વારા ધિરાણ મંજુર..

0
227

પોરબંદર ખાતે રાષ્ટ્રીય ગ્રામીણ આ જીવિકા મીશન કાર્યક્રમ અંતર્ગત સખી મંડળની
૧૯૧ અરજીઓ મંજુર કરી કુલ ૧૯૧ લાખનું બેંકો દ્વારા ધિરાણ મંજુર કરવામાં
ગોસા(ઘેડ) પોરબંદર તા,૧૯/૦૫/૨૦૨૦ .
પોરબંદર જિલ્લામાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મીશન (NRLM) હેઠળ ગ્રામીણ વિસ્તારનાં સ્વસહાય જુથોને બેંક લિંકેજના ભાગરૂપે કેશ ક્રેડીટ લોન આપવા અંગેનો જિલ્લા કક્ષાનાં કાર્યક્રમનું આયોજન જિલ્લા પંચાયત સભાખંડ પોરબંદર ખાતે કરવામાં આવ્યુ હતુ. જેમાં જિલ્લા પંચાયતનાં પ્રમુખશ્રી મંજુબેન કારાવદરા,જિલ્લા વિકાસ અધિકારીશ્રી, નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તેમજ લીડ બેંક મેનેજરશ્રી ઉપસ્થિત રહ્યા હતા.
પોરબંદર જિલ્લાની વિવિધ બેંકો દ્રારા સખીમંડળોની કુલ: ૨૯૨ જેટલી અરજીઓ બેંકો દ્રારા સ્વીકારી ૧૯૧ અરજીઓ મંજુર કરી કુલ ૧૯૧ લાખનું ધિરાણ મંજુર કરવામાં આવ્યુ હતુ.
મહિલા સશક્તિકરણનાં ભાગરૂપે ગ્રામીણ વિસ્તારના મહિલાઓને સ્વસહાય જુથમાં સંગઠિત કરી તેઓને કૌશલ્ય
તાલીમ દ્રારા તાલીમ પુરી પાડી આર્થિક પ્રવૃતિઓ સાથે જોડવામાં આવે છે. તેઓને નાણાકીય જરૂરીયાતોનાં સંદર્ભમાં તેમને સરકારશ્રી દ્રારા રીવોલ્વીંગ ફંડ અને તેઓના ગ્રામ સંગઠનને કોમ્યુનીટી ફંડ ચુકવવામાં આવે છે.
બેંકો સાથે તેઓનું જોડાણ કરી તેઓને કેશક્રેડીટ લોન પુરી પાડવામાં આવે છે. આજ રોજ જિલ્લાની વિવિધ
બેંકો દ્રારા સખી મંડળોની કુલ: ૨૯૨ જેટલી અરજીઓ બેંકો દ્રારા સ્વીકાર કરવામાં આવી જેમાં બેંકો દ્રારા ૧૯૧ અરજીઓ મંજુર કરી તેઓને કુલ ૧૯૧ લાખનું રુપિયાનું ધિરાણ મંજુર કરવામાં આવ્યુ. આ કાર્યક્રમને સફળ બનાવવા નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને તેઓની ટીમ દ્રારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
પોરબંદર નેહરુ યુવા કેન્દ્ર દ્રારા વિશ્વ યોગ દિવસની ઉજવણી અંગે યોગ ટ્રેનર દ્રારા લોકોને યોગ વિશે જાણકારી અપાઇ
. યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, ભારત સરકાર હેઠળ કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર, પોરબંદર દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણીનું કાઉન્ટ ડાઉન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પોરબંદર, રાણાવાવ અન કુતિયાણાના તાલુકામાં યોગ ટ્રેનર દ્વારા લોકોને યોગ વિશે માહિતી આપવામાં આવી હતી. લોકોને યોગનુ મહત્વ અને યોગ દ્વારા જીવનમાં આવતા બદલાવ વિશે પણ અવગત કરવામાં આવ્યા હતા. યોગ ટ્રેનર માનસીબેન નારણકા, સ્વાતિબેન લુખ્ખા, રામભાઈ કારાવદરા અને ચાવડા ગવધનભાઈ દ્વારા યોગ તથા જુદા જુદા આસનો વિશે માહિતી આપવામાં આવી હતી. પોરબંદર તાલુકામાં નહેરુ યુવા કેન્દ્રના સ્વયંસેવક ચિરાગ સોલંકી અને કાના ઓડેદરા, રાણાવાવમાં કંદર્પ જોશી અને કુતિયણામાં જીજ્ઞાશા ચુડાસમા દ્વારા લોકો સુધી યોગનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ જિલ્લા યુવા અધિકારીશ્રી મેઘાબેન સનવાલનાં દેખરેખ હેઠળ સંપન્ન થયો હતો.
પોરબંદર જિલ્લાના આરોગ્ય કેન્દ્રો ખાતે તા. ૨૨ મે ના રોજ મેગા વેક્સીનેશન ડ્રાઈવ યોજાશે
પોરબંદર જિલ્લાની જાહેર જનતાને જણાવવાનું કે તા.૨૨-૦૫- ૨૦૨૨ને રવિવારના રોજ કોવિડ-૧૯ વેક્સિનેશન મેગા કેમ્પનું આયોજન કરવામાં કરાયુ છે. જેથી નાગરિકો પોતાના નજીકના આરોગ્ય કેન્દ્ર પરથી કોવિડ વેક્સિનનો પ્રથમ, બીજો અને ૬૦ વર્ષથી વધુ વયના લોકો માટે ત્રીજો(પ્રીકોશન) ડોઝ લઈને કોરોના મહામારીથી સુરક્ષિત રહેવા જિલ્લા આરોગ્ય વિભાગ દ્રારા અપીલ કરવામાં આવી છે.
અહેવાલ વિરમભાઈ કે આગઠ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here