ભારતમાં મધમાખી ઉછેર નો ઈતિહાસ મધમાખી તથા તેનો ઉછેર એ ભારત માં ઘણા પ્રાચીન સમય થી પ્રચલિત છે. લગભગ બધાજ ગ્રંથો જેવા કે રામાયણ, કુરાન અને ઘણા બધા પ્રાચીન પુસ્તકો માં મધમાખી અને તેની પેદાશો નું વર્ણન કરવા માં આવ્યું છે.મધ નો ઉપયોગ દવાઓ માટે આયુર્વેદ માં ખૂબ જ પ્રચલીત છે. ભારત માં મધમાખી ઉછેર માટે વૈજ્ઞાનીક સિધ્ધાંતો તથા પધ્ધ્તિઓ ઓગણીસ મી સદી ના અંત ભાગ થી લાગુ પાડવામાં આવેલ છે.ભારતમા મધમાખી ઉછેર વધારવા માટે માખીઓ ને ફ્રેમમાં ઉછેરવા ના પ્રથમ પ્રયાસો ઇ.સ. ૧૮૮૦ માં બંગાળ અને ઇ.સ. ૧૮૮૩–૮૪ માં પંજાબ અને કુલુ ખીણ માં શરૂ કરવા માં આવ્યા હતા. દક્ષિણ ભારત માં ફાધર ન્યુટને મધમાખી ઉછેર ની તાલીમ શરૂ કરી અને ઇ.સ. ૧૯૧૧–૧૭ દરમ્યાન ઘણા ગ્રામીણ લોકો ને તાલિમ આપવામાં આવી. મધમાખી ઉછેર માં રસ ધરાવનારાઓ દ્વારા મધમાખી ઉછેર ની શરુઆત ઇ.સ. ૧૯૧૭ માં ત્રાવણકોર(કેરલા),૧૯રપ માં મૈસુર (કર્ણાટક),૧૯ર૭ માં કાશ્મીર(જમ્મુ અને કાશ્મીર), અને ૧૯૩૧ માં મદ્રાસ ચેન્નાઈ(તામીલનાડુ) ખાતે કરવા માં આવી. ગૃહ ઉદ્યોગો વિકાસ માટે કૃષિ રોયલ કમિશન ની ભલામણ થી (૧૯ર૮)ગ્રામીણ ભારત માં મધમાખી ઉછેર માટે વધારે ભાર આપવા માં આવ્યો.Ad.ઇ.સ. ૧૯૩૬ મહાત્મા ગાંધીજી એ પણ ગ્રામ્ય વિકાસ અર્થે મધમાખી ના ઉછેર ના વ્યવસાય ને પ્રોત્સાહન પુરું પાડવા પોતાના વૃધ્ધાશ્રમ ખાતે તાલીમો નું આયોજન કર્યુ હતુ. ઇ.સ. ૧૯૩૮–૩૯ માં ભારત ના મધમાખી ઉછેર માં રસ ધરાવનારાઓ પોતાના આયોજન થી ભારતીય મધુ પાલન સંઘ sAll India Bee Keepers Assosiationf ની સ્થાપના કરી હતી. ભારતીય કૃષિ અનુસંધાન પરીસદે sICARf ૧૯૪પ માં પંજાબ ખાતે અને છ વર્ષ બાદ કોઈમ્બતુર (તામીલનાડુ) માં મધમાખી ઉછેર ના સંસોધન કેન્દ્રો ની સ્થાપના કરી. મધમાખી ઉછેર ના સંસોધન માટે ઈ.સ. ૧૯પર માં મહાબળેશ્વર (મહારાષ્ટ્ર)ખાતે કૃષિ સંસોધન પ્રયોગ શાળા ની સ્થાપના કરવા માં આવેલજેને મધમાખી ઉછેર નું મુખ્ય તાલિમ કેન્દ્ર બનાવવા માં આવ્યુ. ખાદી અને ગ્રામ ઉદ્યોગ સંઘ દ્વારા પુણે ખાતે ઇ.સ. ૧૯૬ર માં કેન્દ્રીય મધમાખી સંસોધન અને તાલિમ સંસ્થા ની પણ સ્થાપના કરવા માં આવી. એપિસ સેરેના પ્રજાતિ ના ઉછેર માં થાઈ શેક બ્રુડ નામના રોગ ની સમસ્યા રહેતા તથા ઓછા મધ ઉત્પાદન ના કારણે આ બધા પ્રયાસો ને પુરતી સફળતા ન મળી. ઇ.સ. ૧૯૬ર માં ભારત માં સૌ પ્રથમ વખત મધમાખીની પ્રજાતિ એપિસ મેલીફેરા ને બહાર ના દેશ માંથી લાવી ને ઉછેર ની શરૂઆત સફળતા પુર્વક ડો. એ. એસ. અટવાલ દ્વારા ઉત્તર ભારત ના રાજય હિમાચલ પ્રદેશના નગરોટા માં અને ઈ.સ. ૧૯૬પ લુધિયાણા માં કરવામાં આવી. ઇ.સ. ૧૮૮૦ સુધી માં સમગ્ર દેશ નાં રાજયો માં પણ એપિસ મેલિફેરા ના ઉછેર ની શરૂઆત કરવા માં આવી ઇ.સ. ૧૮૮૧ માં ભારતીય કૃષિ અનુસંધાન પરીસદે sICARf મધમાખી ઉછેર ના સંસોધન અને તાલિમ માટે રાષ્ટ્રિય સંકલન યોજના sAICPf ની શરૂઆત કરી જેનું મુખ્ય કેન્દ્ર પુણે રાખવા માં આવ્યુ હતુંજે હાલ માં હરિયાણા રાજય ના હિસાર ખાતે ચોધરી ચરણસિંહ હરિયાણા કૃષિ યુનિવર્સિટી ખાતે કાર્યરત છે ઇ.સ. ર૦૦ર–૦૩ ભારત ના મધમાખી ઉછેર માં રસ ધરાવનારાઓ પોતાના આયોજન થી રાષ્ટ્રિય મધ ઉત્પાદન સંઘ(NBB) ની રચના કરવા માં આવી. ભારત સરકાર દ્વારા ઇ.સ. ર૦૦૬ અને ત્યાર પછી ઇ.સ. ર૦૦૮ માં રાષ્ટ્રિય મધ ઉત્પાદન સંઘ(દખખ) ની પુનઃ રચના કરવા માં આવી. આ સંસ્થાઓ નો મુખ્ય ઉદેશ મધમાખી વ્યવસાય નો સર્વાંગી વિકાસ તથા તેને પ્રોત્સાહન પુરું પાડવા નો છે ઇ.સ. ર૦૦૯ માં મધમાખી ઉછેર નો ધંધો કરનારા પ્રગતિ શીલ ખેડુતો ને લોકો ના સંયુકત પ્રયાસો તથા ભારતીય રેલ્વે ખાતા ના સહકાર થી મધ ગાડી (હની ટ્રેન) શરૂ કરી ને ઈતિહાસ રચ્યો જેની લિમ્કા બુક ઓફ રેકોર્ડ માં પણ નોંધ લખવા માં આવી છે જે ટ્રેન માં મધ ની હેરફેર કરવા માટે ૯૦ મધ ના ડબ્બાઓ જોડવા માં આવ્યા હતા.હેમંત ઉપાધ્યાય-વૈષ્ણોદેવી મંદિર પાસે-લીલાપુર-અમદાવાદAd…