- નેતાઓ મફતમાં વીજળી મેળવી શકે છે, તો પછી નાગરિકોને ભાવ કેમ વધાર્યા? ભાજપ સરકારે ગુજરાતની જનતાને જવાબ આપવો જોઈએ
- ગુજરાત સરકારે મોંઘવારી વધારવા માટે તમામ હદ વટાવી દીધી છ
- એક મહિનામાં 200 યુનિટનો ઉપયોગ કરનારા ગ્રાહકોને ₹130નો આંચકો
- એક તરફ દિલ્હી મફતમાં વીજળી મળી રહી છે અને પંજાબમાં૧ જુલાઇથી મફત વીજળી મળવાનું શરૂ થઈ જશે તો પછી ગુજરાતમાં કમરતોડ ભાવે વીજળી કેમ
- વધતી મોંઘવારી એ ભાજપના ભ્રષ્ટ શાસનનું પ્રતિક છે
- વીજળીના ભાવમાં આ વધારો ખેડૂત અને સામાન્ય જનતા માટે ભયંકર દુર્ઘટના સમાન છે
અમદાવાદ / ગુજરાત
આમ આદમી પાર્ટી ગુજરાત ના પ્રદેશ નેતા ઈસુુદાન ગઢવી એ વીજળીના ભાવ વધારા પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે,
ફરી એકવાર વીજળીના ભાવમાં વધારો કરીને ભાજપ સરકારે પ્રજાને વધુ એક મોંઘવારીનો માર માર્યો છે. જે રીતે મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે તે સાબિત કરે છે કે ભાજપ સરકાર સદંતર નિષ્ફળ છે.
ફરી એકવાર વીજળીના ભાવમાં વધારો કરીને ભાજપ સરકાર કોલસાના મુદ્દે વારંવાર વાત કરીને જનતા પાસેથી મોંઘી વીજળીઅ વસૂલી રહી છે. એક તરફ, દિલ્હીમાં 200 યુનિટ વીજળી માટે 0 બિલ આવે છે. પંજાબમાં 300 યુનિટ વીજળી પર ૧ જુલાઇથી 0 બિલ આવશે. બીજી તરફ ગુજરાતના ભ્રષ્ટ ભાજપના શાસનમાં ભાજપ સરકારે વારંવાર વીજળીના ભાવમાં વધારો કરીને લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે.
ગુજરાતમાં વીજળીના ભાવમાં 10 ટકાનો વધારો કરીને ભાજપ સરકારે પોતાના નિષ્ફળ શાસનની પોતે જ પોલ ખોલી છે.
આ 10% વધારો અને 200 યુનિટ વીજળી પર ગ્રાહકોને ₹130 વધુ આપવાના. આ ભાવવધારો ખેડૂતો અને સામાન્ય જનતા માટે ભયંકર કરૂણાંતિકા છે અને અમે ભાજપ સરકારને વિજળીના ભાવમાં આ વધારો અટકાવવાની અપીલ કરીએ છીએ. આમ આદમી પાર્ટી હંમેશા લોકોના પ્રશ્નો પર રસ્તા પર ઉતરી છે અને જરૂર પડશે તો વીજળીના મુદ્દે આમ આદમી પાર્ટી આવનારા સમયમાં બહુ મોટું જન આંદોલન કરશે.
કેન્દ્રીય ઉર્જા મંત્રાલયે દેશના દરેક રાજ્યમાં સરકારી પાવર પ્લાન્ટ અને ખાનગી પાવર પ્લાન્ટ્સને વીજ ઉત્પાદન માટે આયાતી કોલસાના 30 ટકા સુધી મિશ્રણ કરીને વીજળી ઉત્પન્ન કરવા જણાવ્યું છે. આ સાથે, વીજળીના ભાવમાં વધુ 5-10% વધારો થવાની સંભાવના છે.
સ્વદેશી કોલસાની અછતને દૂર કરવા માટે 10% આયાતી કોલસાનો ઉપયોગ કરવાની માહિતી સાથે, કેન્દ્રીય ઉર્જા મંત્રી આર. કે. સિંહે કહ્યું છે કે જો 10% આયાતી કોલસો સ્વદેશી કોલસા સાથે ભેળવવામાં આવે તો પાવર યુનિટ પર ઉત્પાદન ખર્ચમાં 50 પૈસાનો વધારો થશે.
હાલમાં સરકારી વીજ કંપનીઓ રૂ.2.98 વસૂલે છે. જો તેનો ઉપયોગ પાવર સેક્ટરમાં વીજળી ઉત્પન્ન કરવા માટે કરવામાં આવે છે, જે લગભગ 3.40 રૂપિયા સુધી જવાની ધારણા છે. તો ગુજરાતમાં સરકારી માલિકીની ચાર વીજ વિતરણ કંપનીઓને તેમના ટેરિફમાં યુનિટ દીઠ 10 ટકાનો વધારો કરવાની ફરજ પડશે.
ગુજરાતમાં કોલસા કરતાં લિગ્નાઈટ સસ્તો છે. આ લિગ્નાઈટનો ઉપયોગ કોલસામાંથી સસ્તી વીજળી ઉત્પન્ન કરવા માટે પણ થઈ શકે છે. જો કે, ગુજરાતના લિગ્નાઈટ આધારિત પાવર પ્લાન્ટ હજુ પણ લગભગ 35% ક્ષમતા પર કાર્યરત છે.
બીજી તરફ, ગેસ આધારિત પાવર પ્લાન્ટ ધુવારણ અને ઉંટરાણામાં છે. પરંતુ આ પાવર પ્લાન્ટ માટે જરૂરી પ્રાકૃતિક ગેસ ઉપલબ્ધ ન થવાને કારણે આ બંને 970 મેગાવોટ ક્ષમતાના પ્લાન્ટ પૂર્ણપણે બંધ પડી ગયા છે. તેની અસર ગુજરાત સરકારના 1.30 કરોડ વીજ ગ્રાહકોને પણ પડી રહી છે.
હાલમાં 3500 થી 3800 ની કેલરીફિક વેલ્યુ ધરાવતા ભારતીય કોલસાની કિંમત 4800 રૂપિયા પ્રતિ ટન છે. આની સામે 4200 થી 4500 ની કેલરીફિક વેલ્યુ સાથે આયાતી કોલસાની કિંમત 8250 રૂપિયા પ્રતિ 1 ટન છે. (110 યુએસ ડોલર) આ રીતે 30% જેટલો આયાતી કોલસો સ્વદેશી કોલસા સાથે ભેળવીને વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે.
સારી ક્ષમતાનો પાવર પ્લાન્ટ એક યુનિટ વીજળી ઉત્પન્ન કરવા માટે 600 ગ્રામ કોલસાનો ઉપયોગ કરે છે. પરંતુ ગુજરાત સરકારની વીજ કંપનીઓના નબળા પાવર પ્લાન્ટને કારણે એક યુનિટ વીજળી ઉત્પન્ન કરવા માટે 750 ગ્રામ કોલસાનો ઉપયોગ થાય છે. આથી વીજ ઉત્પાદન ખર્ચમાં 20 થી 22 ટકાનો વધારો થાય છે. આ બધાની અસર ₹130 થી વધીને ₹150 થઈ શકે છે.
જામનગરમાં આયાતી કોલસામાંથી વિજળી ઉત્પન્ન કરવા માટે સિક્કામાં સ્થપાયેલો પાવર પ્લાન્ટ વધુ વીજ ઉત્પાદન કરતું નથી.આ કારણોસર બંધ પડેલ છે.
અમારું માનવું છે કે આખા દેશમાં વીજળીની કટોકટી ચાલી રહી છે અને આ સમય દરમિયાન આ સમસ્યાનો ઉકેલ શોધવાને બદલે ભાજપ સરકાર વારંવાર જનતા પર વીજળીના ભાવમાં વધારો કરી રહી છે.
ઉનાળામાં વીજળીનો વપરાશ નોંધપાત્ર રીતે વધી જાય છે અને સરકાર વીજળીના ભાવમાં વધારો કરીને જનતાને મોંઘી વીજળી ખરીદવા મજબૂર કરી રહી છે, જેનો આમ આદમી પાર્ટી સખત વિરોધ કરે છે.
વીજળીમાં 10% વધારો બાદ 200 યુનિટ વીજળીનો ઉપયોગ કર્યા પછી ગ્રાહકોએ 130 થી 150 રૂપિયા વધુ ચૂકવવા પડશે.
આ ભાવવધારો ખેડૂતો અને સામાન્ય જનતા માટે ભયંકર કરૂણાંતિકા છે. અને અમે ભાજપ સરકારને અપીલ કરીએ છીએ કે આ વિજળીના ભાવ વધારાને રોકવામાં આવે. આમ આદમી પાર્ટી હંમેશા જાહેર મુદ્દાઓ પર રસ્તા પર ઉતરી છે. અને જો જરૂર પડશે તો વીજળીના મુદ્દે આગામી સમયમાં આમ આદમી પાર્ટી બહુ મોટું જન આંદોલન કરશે.
આમ આદમી પાર્ટી ગુજરાત