મદદનીશ કમિશ્નરશ્રી, આદિજાતિ વિકાસ, પાલનપુર અને એકલવ્ય જનસેવા ટ્રસ્ટ,પાટણ ના સયુંક્ત ઉપક્રમે આજરોજ યમુના વાડી, પાટણ ખાતે સમાજ શિક્ષણ શિબીર યોજવામાં આવી હતી. આદિજાતિ સમાજને કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીના આદિજાતિ મંત્રાલય અને આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા અમલી શૈક્ષણિક, આરોગ્યલક્ષી, રોજગારલક્ષી, આર્થિક ઉત્કર્ષ તેમજ આવાસ યોજના જેવી અનેક યોજના હેઠળ મળતી સહાય ની માહિતી માટે સમાજ શિક્ષણ શિબીર યોજવામાં આવી હતી. આ પ્રસંગે આદિજાતિ અધિકારી (એટ્રોસિટી) એચ.આર.પ્રજાપતિ, મદદનીશ આદિજાતિ અધિકારી નાભાણી, પાટણ નગર પાલિકાના કોર્પોરેટર રાજેન્દ્ર કે. હિરવાણીયા ઉપસ્થિત રહી રાજ્ય સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી. આદિજાતિ અધિકારી (એટ્રોસિટી) એચ.આર. પ્રજાપતિ એ આદિજાતિ વિકાસ દ્વારા શિષ્યવૃત્તિ યોજના, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ, ફ્રી શિપ કાર્ડ યોજના, વકીલાત વ્યવસાય માટે સહાય, ગણવેશ સહાય, સાયકલ સહાય, છાત્રાલય મેડિકલ, પોલીટેકનિક અને એન્જીનીયરીંગ વિગેરે અભ્યાસક્રમો માટે સહાય, ફૂડ બિલ સહાય, માનવ ગરીમા યોજના હેઠળ ની યોજનાઓ, આરોગ્ય અને ગૃહ નિર્માણ ની વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી. પાટણ નગરપાલિકા ના કોર્પોરેટર રાજેન્દ્ર કે. હિરવાણીયા એ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર કુલ રાજ્ય ના બજેટ ના ૧૫ ટકા બજેટ આદિજાતિના વિકાસ માટે રાજ્ય સરકાર ફાળવે છે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૧૫ નવેમ્બર ભગવાન બિરસા મુંડા ની જન્મ જયંતિને જનજાતિ ગૌરવ દિવસ તરીકે જાહેર કરેલ છે આદિજાતી મંત્રાલય દ્વારા વન બંધુ કલ્યાણ યોજના હેઠળ ના આદિજાતિ વિકાસ માટેના દસ મુદ્દા ના રોજગારલક્ષી, શૈક્ષણિક, આર્થિક વિકાસ, આવાસ, વીજળીકરણ, પાણી અને રસ્તા જેવા મુદ્દાની માહિતી તેમજ આદિજાતિ વિકાસ કોર્પોરેશન હેઠળની વિવિધ યોજનાની માહિતી આપી લાભ લેવા જણાવ્યું હતું. પાટણ જીલ્લામાં આદિજાતિ ની પંદર હજાર ઉપરાંત જનસંખ્યા હોવાથી પાટણ જિલ્લા કક્ષાએ કાયમી કચેરી કાર્યરત થાય તે માટે આદિજાતિ અધિકારીને રજુઆત કરી હતી. આ પ્રસંગે એકલવ્ય જનસેવા ટ્રસ્ટ ના આશિષભાઈ રાણા, અશ્વિનભાઈ ભીલ, દશરથભાઈ ભીલ, રમેશભાઈ લીડીયા, રાજુભાઈ ડગળા, કાંતિભાઈ ભીલ, રમેશભાઈ બળદેવ ભાઈ, મનોજભાઇ રાણા, વિકકી ભાઈ, નટુભાઈ માનસંગ ભાઈ, કિશનભાઈ ભીલ, લાલાભાઈ ભીલ, સાહિલ ભીલ, સુજલ ભીલ , હાદિઁક ભીલ, વિજય ભીલ, મહેશભાઈ ભીલ વિગેરે સમસ્ત આદિવાસી યુવાનો તેમજ કોઠા કુઈ વિસ્તારના સમાજના આગેવાનો મોટી સંખ્યામાં આદિજાતિ ના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
સુનિલ જે. રાણા
પ્રમુખ, એકલવ્ય જનસેવા ટ્રસ્ટ