- ગુજરાત અર્ધ લશ્કર સંગઠનના પ્રમુખ દિપેશભાઈ પટેલે પોતાની આગવી શૈલીમાં “દેશ એક, જવાન એક, સુવિધા એક, સન્માન એક” સૂત્ર આપી સંગઠનની એકતા દ્વારા પોતાની વ્યાજબી માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો સરકાર સામે લડી લેવાની હાંકલ કરી હતી
ગાંધીનગર ખાતે ગુજરાત અર્ધ લશ્કર સંગઠન પદાધિકારી મહા સ્નેહ સંમેલન ઑલ ઇન્ડિયા અર્ધ લશ્કર સંગઠનના પ્રમુખ વી કે શર્મા ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
ગુજરાત માંથી મોટી સંખ્યામાં અર્ધ લશ્કર પરિવાર ના હોદ્દેદાર ઉપસ્થિત રહયા હતા.
ગાંધીનગરના સેક્ટર -11 ખાતે આવેલ રામકથા મેદાન ખાતે ગુજરાત અર્ધ લશ્કર સંગઠનના નિવૃત્ત જવાનો અને શહીદ પરિવારોનો ભવ્ય મહા સ્નેહ – સંમેલન કાર્યક્રમનું આયોજન ઑલ ઈન્ડિયા અર્ધ લશ્કર સંગઠનના પ્રમુખ વી.કે શર્માની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતુ. આજના કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના મહામંત્રી ખુશાલભાઈ વાઢુ દ્વારા આમંત્રિત મહેમાનોનુ શાબ્દિક સ્વાગત કરીને સંસ્થાની કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપી હતી
ત્યારબાદ મંચસ્થ મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતુ આ પ્રસંગે પરિવારની બાળાઓ દ્વારા રાષ્ટ્રગાન નું સમૂહગાન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનુ ગુજરાત અર્ધ લશ્કર સંગઠનના પ્રમુખ દિપેશભાઈ પટેલ તથા હોદેદારો દ્વારા મહેમાનોનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત સેલ્યુટ તિરંગાના રાષ્ટ્રીય સંયોજક અને સ્વામિનારાયણ ગુરુકુળ સેલવાસના મેનેજિંગ ટ્રસ્ટી મહંત કપિલ સ્વામીજી, મહીસાગર પીઠાધિસ્વર ધર્માધ્યક્ષ મહંતશ્રી અરવિંદ ગિરિજી, સ્વામિનારાયણ ગુરુકુળ ગાધીનગરના ટ્રસ્ટી અને સેલ્યુટ તિરંગા સંગઠનના ઉપાધ્યક્ષ શ્રી રામ સ્વામીજીએ સંગઠનના હોદ્દેદારીની કામગીરીને બીરદાવીને સંસ્થાના પ્રશ્નો અને સમસ્યાઓ અંગે સરકારમાં રજૂઆત કરવામાં સહકાર આપવાની ખાત્રી આપી આશિર્વાદ પાઠવ્યા હતા.
ગુજરાત અર્ધ લશ્કર સંગઠનના પ્રમુખ દિપેશભાઈ પટેલ આજના પ્રસંગે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં દેશની સીમા પરના સૈનિકોની જેમ જ દેશના નાગરિકોની ખડેપગે સેવા કરતા પેરા મિલેટરી જવાનોની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે દેશમાં રથયાત્રા, મહોરમ જેવા ધાર્મિક તહેવારો, છાસવારે યોજાતી ચૂટણીઓ, કોમી તોફાનો ઉપરાંત કુદરતી આપત્તિના સમયમાં પેરા મિલેટરી જવાનોની સેવા સૈન્યના જવાનોની સમકક્ષ હોય છે પરંતુ પેરા મિલેટરી જવાનોને મળવા પાત્ર લાભોમાં વિસંગતતાઓ જોવા મળે છે જેના કારણે પેરા મિલેટરી જવાનોને મોટો અન્યાય થઈ રહ્યો છે. ઉપરાંત તેમણે ઉમેર્યું હતું કે ફરજ દરમિયાન મૃત્યુ ના સંજોગો માં શાહિદ તરીકેનો દરજ્જો,, પેન્શનના લાભો ઉપરાંત ફ્રી મેડિકલ સુવિધાઓ જેવા અનેક પ્રશ્નો અને સમસ્યાઓ અંગે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવામાં આવી છે અને અમને વિશ્વાસ છે કે દિવાળી જેવા તહેવારો સૈનિકો સાથે ઉજવતા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અર્ધ લશ્કર દળના પ્રશ્નો અને સમસ્યાઓ અંગે યોગ્ય અને ઝડપી નિર્ણય લેવામાં આવશે. આ પ્રસંગે ગુજરાત અર્ધ લશ્કર સંગઠનના પ્રમુખ દિપેશભાઈ પટેલે પોતાની આગવી શૈલીમાં “દેશ એક, જવાન એક, સુવિધા એક, સન્માન એક” સૂત્ર આપી સંગઠનની એકતા દ્વારા પોતાની વ્યાજબી માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો સરકાર સામે લડી લેવાની હાંકલ કરી હતી તથા આજના પ્રસંગે ઉપસ્થિત સૌ મહાનુભાવો તથા હોદેદારો તેમજ કમૅચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ઑલ ઇન્ડિયા અર્ધ લશ્કર સંગઠનના પ્રમુખ વી કે શર્મા દિલ્હી તેમજ અન્ય મહાનુભાવો માં પટેલ સંદીપભાઈ શ્રી રંગ એન્ટરપ્રાઇજ ના માલિક અને પટેલ જયેશભાઈ લીડ રીક્લેમ એન્ડ રબ્બર પ્રોડક્ટ લિમિટેડ ના માલિક તેમજ સામાજિક કાર્યકર , ગુજરાત રાજ્યના જીલ્લા તાલુકાના પ્રમુખઓ તેમજ અર્ધ લશ્કરના કમૅચારીઓ અને પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત કાયૅક્રમને સફળ બનાવ્યો હતો.
અર્ધ લશ્કર નિવૃત્ત જવાન
પટેલ દિપેશભાઈ
ગુજરાત પ્રદેશ પ્રમુખ
ગુજરાત એક્સ પેરા મિલિટરી સંગઠન
મોબાઈલ 7698800349