ઉનાળાની સીઝન ચાલી રહી છે અને હાલમાં થોડા દિવસ ગરમીનો પારો ઘણો વધારે હતો. એવામાં થોડા દિવસોમાં ઉનાળાની ઋતુ પુરી થઇ જશે અને ચોમાસુ ચાલુ થઇ જશે તો આ વર્ષે ચોમાસુ ક્યારથી ચાલુ થશે તેની માટે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ અંગે આગાહી કરી છે. આ વર્ષે ૨૭ મેં આસપાસ નૈઋત્યના ચોમાસાનો પ્રારંભ થઇ જશે.આ વર્ષે પહેલા કેરળથી ચોમાસુ ચાલુ થશે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ વરસશે, તેના પછી આ વરસાદ મુંબઈમાં આવશે જે ૧૦ જૂન સુધી ચાલુ થઇ જશે અને તેના પછી ગુજરાતમાં વરસાદ વરસશે જે ૧૫ જૂન સુધી સુરતમાં વરસશે. ૨૦ જૂન સુધીમાં ગુજરાતના જુદા જુદા રાજ્યો સુધી ચોમાસુ પહોંચી જશે જેમાં સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતથી ચોમાસાની શરૂઆત થતી હોય છે.જે ધીમે ધીમે પાંચ દિવસમાં આખા ગુજરાતના બધા જ રાજ્યોમાં વરસાદ વરસશે, આમ હવામાન નિષ્ણાત અંબાલાલે વરસાદ અંગે આગાહી કરી છે કે આ વખતે આ તારીખ સુધીમાં ગુજરાતમાં મેઘરાજા ગજ-વીજ સાથે ધમાકેદાર એન્ટ્રી મારી દેશે. આ વખતે ગુજરાતમાં સારો વરસાદ પડશે એવી આગાહી પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે.
આ આગાહી પ્રમાણે પ્રિ મોન્સૂન એકટીવીટી પણ ચાલુ થઇ ગઈ છે જેનાથી આ વર્ષે ગુજરાતમાં ૧૫ થી ૨૦ જૂન સુધી ઘણા ખરા વિસ્તારોમાં વરસાદની એન્ટ્રી થઇ જશે. આ વર્ષે કચ્છ અને સૌરાષ્ટ્રમાં થોડા દિવસ આગા પાછી થઇ શકે છે. બાકી આ વર્ષે ચોમાસુ સારું થશે એવી આગાહી અંબાલાલ પટેલે પણ કરી છે જેથી ગુજરાતના ખેડૂતો ખુબ જ ખુશ છે.