વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટાની મોડી રાત્રે તિથલનો દરિયો તોફાની સાથે તેજ પવન કેટલાક વિસ્તારોમાં વરસાદ કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી

0
237

વલસાડ જિલ્લાના જાણીતા તિથલના દરિયો મોડી રાત્રે ગાંડો તુંર બન્યો હોય તેવો માહોલ છવાયો હતો..તિથલ ના દરિયાકિનારે ઝડપી પવન ફૂંકાતા દરિયાકિનારે તોફાની માહોલ છવાયો હતો.દરિયામાં ઊંચા તોતિંગ મોજા ઉછળ્યા હતા.. સાથે જ પવન ની તેજ ગતિને કારણે દરિયો ગાન્ડો તુંર હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.. ઝડપી પવન ને કારણે દરિયા કિનારે લગાવેલા કેટલાક સ્ટોલની છત પણ ઉડી હતી. તો કેટલાક સ્ટોલ ના છત પર ના કંતાન પણ ફાટી અને ફૂંકાઇ ગયા હતા.. આમ દરિયાકિનારે એકાએક તોફાની પવન ફૂંકાતા અને દરિયામાં ઉંચા મોજા ઉછળતા દરિયા દેવ તોફાની મૂડમાં જોવા મળ્યા હતા.. મહત્વપૂર્ણ છે કે હવામાન વિભાગે પણ આગામી સમયમાં વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટા ની આગાહી વ્યક્ત કરી છે..

વલસાડ જિલ્લામાં ભારે પવન ફૂંકાતા પારડી થી કપરાડા અને વાપી થી ધરમપુર સ્ટેટ અને નેશનલ હાઈવે પર જોખમી વૃક્ષોની ડાળી પણ પડી અને હોર્ડિંગ સ્થાનિક નેતાઓના શુભેચ્છા સંદેશો આપતો હોર્ડિંગ પણ તૂટી ફાટી ગયા છે. ત્યારે તંત્ર દ્વારા હોર્ડિંગ પર કાર્યવાહી કે ઉતારવામાં આવ્યા નથી ચોમાસામાં અકસ્માત ની ઘટના બની શકે.

તેવા સમયે મોડી રાત્રે તિથલનો દરિયો તોફાની બનતા ફૂંકાયેલા તેજ પવનને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ..જેથી લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી હતી ..વલસાડમાં ભારે પવન સાથે વરસાદ પડતાં કાળઝાળ ગરમીથી લોકોને રાહત, જિલ્લાના ખેડૂતોને કેરીના પાકમાં નુકસાનીની ભીતિહવામાન ખાતાની આગાહીને પગલે સમગ્ર રાજ્ય સહિત વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. છેલ્લા 3 દિવસ થી જિલ્લામાં ભારે પવન ફૂંકાયો હતો. તો આજે મંગળવારના રોજ વહેલી સવારથી વલસાડ શહેરમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે.
કેરીના પાકને નુકસાનની ભીતિ
વલસાડ શહેરમાં વહેલી સવારથી જ વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આકાશમાં કાળાં ડિબાંગ વાદળો અને ધોધમાર વરસાદને પગલે લોકોને આંશિક રાહત મળી છે. જોકે આ પ્રી-મોન્સૂન એક્ટિવિટીને પગલે જિલ્લાના ખેડૂતોને કેરીના પાકમાં નુકસાનની ભીતિ સતાવી રહી છે. ત્યારે ધોધમાર વરસાદને લઈને શહેરના રસ્તાઓ પર પાણી પાણી થઈ ગયું હતું.
વહેલી સવારે નોકરી-ધંધાએ નીકળેલા લોકો ભીંજાયા હતા
આજે મંગળવારે વહેલી સવારે નોકરી-ધંધા પર નીકળેલા લોકો પણ અચાનક વરસાદ પડતાં ભીંજાયા હતા. ત્યારે નોંધનીય છે કે આજરોજ સવારથી જ વલસાડ જિલ્લામાં વરસાદની સાથે સાથે ભારે પવન પણ ફૂંકાઇ રહ્યો છે.ગઈકાલે પણ ભારે પવન ફૂંકાયો હતો વલસાડ શહેરમાં ગઈકાલે સંભવિત વાવાઝોડાની અસર જોવા મળી હતી, જેમાં શહેરમાં ગઈકાલે વહેલી સવારે 4 વાગ્યે ભારે પવન ફૂંકાયો હતો, જેને લઈ RPF ગ્રાઉન્ડ આગળ આવેલા એક ઝાડની મહાકાય ડાળી તૂટી ગઈ હતી. ત્યારે ઝાડ નીચે પસાર થતી વીજલાઈન પર ડાળી પડતાં આજુબાજુના 4 વીજ પોલ અસરગ્રસ્ત બન્યા હતા. બે દિવસ થી જિલ્લામાં વીજ પ્રવાહ ખોરવાતાં લોકો ને અંધારું રહેવાની નોબત આવી હતી.Ad…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here