આમ આદમી પાર્ટીના ઉમેદવારોના ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના લોકપ્રિય નેતા ઈશુદાન ગઢવીએ વોર્ડ નંબર 9માં ચૂંટણી પ્રચાર કર્યા બાદ પત્રકાર પરિષદને સંબોધી

0
252

વલસાડ જિલ્લાના વાપીમાં આગામી ૨૮ મી નવેમ્બરે નગરપાલિકાનું મતદાન છે. આ મતદાનમાં પહેલી વખત આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવારોના ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના લોકપ્રિય નેતા ઈશુદાન ગઢવીએ વોર્ડ નંબર 9માં ચૂંટણી પ્રચાર કર્યા બાદ પત્રકાર પરિષદને સંબોધી હતી, જ દરમિયાન તેમણે ભાજપ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે વાપીમાં ભાજપને ભારે મતથી વિજય અપાવ્યા બાદ પણ ગંદકી અને વિકાસના નામે દીકરો જન્મ્યો ના હોય તેવી સ્થિતિ છે .
ઇસુદાને જણાવ્યું હતું કે સ્થાનિક મતદારોએ તેમની સામે રજૂઆત કરી હતી કે ભાજપના ઉમેદવારો મતદાનના આગલા દિવસે દારૂ , ચવાણું અને રૂપિયા વહેંચવાની વાત કરે છે . જેઓને મેં કહ્યું છે કે, ભાજપવાળા દારૂ, ચવાણું , રૂપિયા આપે તો લઈ લેજો પરંતુ મત જાડુ ને આપજો, પત્રકાર પરિષદમાં ઈસુદાન ગઢવીએ આક્ષેપો કર્યા હતા કે ભાજપ આપ પાર્ટી થી ડરી ગઈ છે. એટલે અમારા કાર્યકરો પર તે હુમલા કરાવે છે. વિસાવદરમાં અને ગાંધીનગરમાં પણ ભાજપ પ્રેરિત ગુંડાઓએ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને ખુદ તેમના ઉપર હુમલા કર્યાં હતા. વાપીમાં ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપવા માગીએ છીએ અને આ અમારો પ્રથમ મુદ્દો છે એ ઉપરાંત પાણી ગટર સફાઈના મુદ્દા છે એકવાર અમે જીતીને આવીશુ એટલે બીજી વાર બન્ને પાર્ટી ને ભુલાવશે તેવી કામગીરી કરીશું તેવો વિશ્વાસ ઈશુદાન ગઢવી વ્યક્ત કર્યો હતો. વાપી નગરપાલિકાની ચૂંટણીમાં તેમણે તમામ વોર્ડમાં ઉમેદવારો ઉભા રાખ્યા નથી તે અંગે જણાવ્યું હતું કે હજુ તેમનું સંગઠન બન્યું નથી . આગામી ત્રણેક મહિનામાં તેમનું સંગઠન બનશે અને 182 વિધાનસભા જીતવાનો તેમનો ટાર્ગેટ છે. લોકોની સરકાર બનાવવી એ આમ આદમી પાર્ટીનું લક્ષ્ય છે. અમારા ઉમેદવારો ગાંધીનગરની ચૂંટણીમાં હાર્યા બાદ પણ તેમને જે મત મળ્યા છે તે માટે પણ મતદારોનો આભાર માનવા ગયા હતા. જે ઇતિહાસમાં પણ પ્રથમ ઘટના છે. આમ આદમી પાર્ટી જ્યારથી ચૂંટણીના મેદાનમાં આવી છે ત્યારથી ભાજપ તેમને નડતર રૂપ બની રહી છે તેમને જરૂરી અનેક મંજૂરીઓ મળતી નથી. પરંતુ ભાજપ ને સ્નેહમિલન અને કાર્યકરો માટેના કાર્યાલય ખોલવાની મંજૂરીઓ મળે છે. ગુજરાતમાં દારૂના દૂષણ અંગે તેમણે જણાવ્યું હતું કે ગુજરાત વ્યસન મુક્ત હોવું જોઈએ. તેમણે હાલના સ્થાનિક ધારાસભ્ય અને નાણા મંત્રી બનેલા કનુભાઇ દેસાઇ પર પ્રહારો કર્યા હતા કે આમ આદમી પાર્ટીએ યોજેલી જનસવેદના યાત્રા બાદ વિજયભાઈની સરકારની હાલત કફોડી થઈ અને જે નવી સરકાર રચાય છે તેમાં તેમને નાણા મંત્રી પદ મળ્યું છે એ માટે તેમણે આપ ના કાર્યકરોનો આભાર માનવો જોઈએ આગામી ચૂંટણીમાં તેમની ટીકીટ કપાવાની છે . ઇસુદાને દારૂ અંગે જણાવ્યું હતું કે વાપી સહિત સમગ્ર ગુજરાતમાં દારૂબંધીનો કોઈ અમલ નથી માગો ત્યાં ગમે ત્યારે દારૂ મળી રહ્યો છે.
હાલમાં જ ગુજરાતમાંથી જે કરોડો રૂપિયાનું drugs સપ્લાય થયું છે તેમાં અને ગુજરાતમાં ચાલતા દારૂના ધંધાઓમાં ભાજપના નેતાઓની સંડોવણી છે. ભાજપની સરકાર જો ફરી આવશે તો ગેસ , પેટ્રોલ , ડીઝલના ભાવ વધારશે મતદારોએ આમ આદમી પાર્ટીને લાવવી પડશે તો જ મોંઘવારી ઘટશે . જોકે ઇસુદાને દિલ્હીમા દારૂની છૂટ છે. તો ગુજરાતમાં દારૂ અંગે દારૂબંધી હોવી જોઈએ કે નહીં તેવા સવાલના જવાબમાં જણાવ્યું હતું કે દેશના અન્ય રાજ્યો છે જ્યાં દારૂ વેચાય છે તે માટે છૂટ છે ગુજરાતમાં દારૂબંધી છે એટલે ગુજરાતમાં દારૂ એ દૂષણ છે.

રઉફ શૈખ
મીડિયા કો-ઓર્ડીનેટર
આમ આદમી પાર્ટી – વલસાડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here