- નવસારીના વાંસદા ખાતે આદિવાસીઓની મહારેલી યોજાઇ. પાર-તાપી નર્મદા રિવર લિંક મુદ્દે શ્વેતપત્ર જાહેર કરવાની માંગ સાથે આદિવાસીઓએ વિશાળ રેલી યોજી.
- વાંસદામાં આદિવાસીઓની મહારેલી:પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ મુદ્દે શ્વેતપત્રની માંગ પ્રબળ બની, પરંપરાગત ગીત પર નૃત્ય સાથે રેલી કાઢી અનોખો વિરોધ
- ડેમ હટાઓ,આદિવાસી બચાઓ વેદાંતા હટાઓ, પર્યાવરણ બચાઓ આદિવાસી નારી કૈસી હૈ, ફૂલ નહિ ચિનગારી હૈ જેવા સૂત્રોચ્ચાર અને બેનરો સાથે રેલી
ધારાસભ્ય અનંત પટેલની આગેવાની હેઠળ હજારોની સંખ્યામાં આદિવાસીઓ એકત્ર થયા. રેલીની શરૂઆત કરતા પહેલા આદિવાસી સમાજે પ્રકૃતિની પૂજા કરી અને ” ગાવ છોડત નાહીં જંગલ છોડત નાહીં “જેવા પરંપરાગત ગીત ઉપર નૃત્ય કરીને અનોખી રીતે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો.
તાપી રિવર લિંક પ્રોજેકટના વિરોધ દ્વારા આદીવાસી સમાજે રાજ્ય સરકારના શાસનને ડગમગાવી દીધો છે જેને લઈને સફાળી થયેલી રાજ્ય સરકારે તાપી રિવર લિંક પ્રોજેકટ મુખ્યમંત્રીની આગેવાનીમાં સુરતમાં પ્રેસ કોન્ફાન્સ કરી રદ કરી છે પણ આદિવાસી સમાજ શ્વેતપત્ર જ્યાં સુધી ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખી વિશાળ રેલી કાઢી ફરી આવેદન પત્ર આપ્યું હતું.
ગાંધી લડે થે ગોરો સે હમ લડે ગે ચોરો સેના નારા સાથે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ છેલ્લા ૩મહિનાથી ૧૦ મુદ્દાઓને લઈને તાપી રિવર લિક પ્રોજેકટનો વિરોધ કરતા આવ્યા છે. જેમાં પહેલાં સરકારે આ પ્રશ્નનોને ટાળવાનો પ્રયત્ન કર્યો પરંતુ વિરોધ પ્રદર્શનને વિશાળ આદિવાસી સમાજનું સમર્થન મળ્યું છે જેને લઈને રાજ્ય સરકારની ઊંઘ હરામ થતા અંતે
સુરતમાં પ્રેસ કોંફરન્સ કરી સીએમ ભુપેદ્ર પટેલે તાપી રિવર લિંક પ્રોજકેટ રદ કર્યો પરંતુ, આદિવાસી સમાજની એક જ માંગ સાથે આંદોલન ચાલુ રાખ્યું છે કે, જ્યાં સુધી કેન્દ્ર સરકાર શ્વેતપત્ર ન આપે ત્યાં સુધી આદિવાસી સમાજ આંદોલન ચાલુ રાખશે. શ્વેતપત્ર આવ્યા બાદની કોઈપણ સરકાર પ્રોજેક્ટ શરૂ કરી શકતી નથી.
અગાઉ પણ તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આદિવાસી પંથકના ભારતમાલા પ્રોજકેટ રદ કર્યો હતો પણ હાલની સરકાર ફરી ભારતમાલાને લઈને એક્ટિવ થતા સરકાર પરથી આદિવાસી સમાજનો ભરોસો તૂટ્યો છે એવા આક્ષેપ સાથે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે આંદોલન યથાવત રાખી આદિવાસીઓના
હક માટે લડત ચાલુ રાખી છે. ભારતમાલા પ્રોજેક્ટ તેમજ અન્ય પ્રોજેક્ટ દક્ષિણ ગુજરાતમાં લાગુ કરવાની યોજના સરકાર દ્વારા બનાવાઈ જેમાં સ્થાનિકોને લાગી રહ્યું છે કે, સરકાર અમારા જળ, જંગલ
અને જમીનના અધિકારો પર પ્રહાર કરી રહી છે,જેના કારણે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો આ
આંદોલનમાં જોડાયા છે.
ધારાસભ્ય અનંત પટેલની આગેવાની હેઠળ હજારોની સંખ્યામાં આદિવાસીઓ એકત્ર થયા. રેલીની શરૂઆત કરતા પહેલા આદિવાસી સમાજે પ્રકૃતિની પૂજા કરી અને ગાવ છોડત નાહીં જંગલ છોડત નાહીં જેવા પરંપરાગત ગીત ઉપર નૃત્ય કરીને અનોખી રીતે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો.
ભૂતકાળમાં પણ ધરમપુર, ગાંધીનગર, વાંસદા અને નવસારી જેવા વિસ્તારોમાં આદિવાસી સમાજે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. આદિવાસીઓએ જમીન સંપાદનમાં વિસંગતતા મુદ્દે ભારતમાલા પ્રોજેક્ટનો પણ વિરોધ કર્યો.
ભૂતકાળમાં પણ ધરમપુર, કપરાડા ગાંધીનગર, વાંસદા અને નવસારી જેવા વિસ્તારોમાં આદિવાસી સમાજે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. આદિવાસીઓએ જમીન સંપાદનમાં વિસંગતતા મુદ્દે ભારતમાલા પ્રોજેક્ટનો પણ વિરોધ કર્યો.
ડાંગ જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા ચેકડેમ બનાવીને પાણીની સમસ્યા ઉકેલવા માટે પાર તાપી નર્મદા રિવર પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આદિવાસી સમાજે આ પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો. ત્યારે હાલમાં જ સુરત આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પ્રેસ કોન્ફરન્સ કરીને આ પ્રોજેક્ટ રદ કર્યો છે તેવી જાહેરાત કરી હતી. છતાં પણ કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ અને આદિવાસી સમાજ શ્વેતપત્રની માંગ કરી રહ્યા છે અને તે માંગ સાથે વાંસદા ખાતે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીની શરૂઆત કરતા પહેલા આદિવાસી સમાજે પ્રકૃતિની પૂજા કરી હતી અને “ગાંવ છોડત નાહીં, જંગલ છોડત નાહીં” જેવા પરંપરાગત ગીત ઉપર નૃત્ય કરીને અનોખી રીતે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.મુખ્યમંત્રી સુરત ખાતે જાહેરાત કરી ચૂક્યા છે
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા પાર તાપી નર્મદા રિવર પ્રોજેક્ટને પગલે વિસ્થાપિત થવાથી જંગલ જમીન અને ઘર છોડીને બીજે ક્યાંક રહેવા જવું પડશે તેવા ભય સાથે રાજ્ય સરકાર સામે આ પ્રોજેક્ટ રદ કરવાની માંગ કરી હતી. જેને લઇને આદિવાસી સમાજનો રોષ પારખીને રાજ્ય સરકારે પણ આ પ્રોજેક્ટ પડતો મૂકવાની જાહેરાત કરી હતી. ઉપરાંત સુરત આવેલા મુખ્યમંત્રીએ પણ આ પ્રોજેક્ટ રદ કર્યો છે તેવી જાહેરાત કરી હોવા છતાં પણ અનંત પટેલ અને આદિવાસી સમાજ શ્વેતપત્રની માંગણી કરી રહ્યા છે. જેથી આ માંગ સાથે આ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભૂતકાળમાં પણ ધરમપુર, ગાંધીનગર, કપરાડા, વાંસદા, નવસારી જેવા વિસ્તારોમાં આદિવાસી સમાજ દ્વારા મોટી સંખ્યામાં આ પ્રોજેક્ટનો વિરોધ કરવા માટે રેલી યોજવામાં આવી હતી. ફરીવાર વાંસદા ખાતે મહારેલી યોજીને આ પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સાથે શ્વેતપત્ર વગર આદિવાસી સમાજ માનવાનો નથી તે મેસેજ આપવાનો આ રેલીનો હેતુ હતો.
શ્વેતપત્ર બહાર પાડે ત્યારે જ માનીશું એવી માંગ
આ પ્રોજેક્ટ શરૂ ન થાય તે માટે વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલે પણ આદિવાસી સમાજ સાથે ઉભા રહીને રાજ્ય સરકારનો વિરોધ કર્યો હતો. રાજ્ય સરકારે આદિવાસી સમાજનો રોષ પારખીને આ પ્રોજેક્ટ રદ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે સુરત ખાતે આવેલા મુખ્યમંત્રીની મૌખિક જાહેરાતથી વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને સંતોષ હોવાથી તેમણે શ્વેતપત્ર જાહેર કરીને આ પ્રોજેક્ટ રદ કર્યો હોવાની માંગ કરી હતી. ઉપરાંત પહેલા દિવસથી સમગ્ર પ્રોજેક્ટ રદ્દ કર્યો એનું શ્વેતપત્ર બહાર પાડવામાં આવે ત્યારે જ તેઓ માનશે તેવી માંગ કરી છે.
ભારત માલા પ્રોજેક્ટનો પણ વિરોધ કરાયો
વાંસદા ખાતે આજે યોજાયેલી મહારેલીમાં શ્વેતપત્રની માંગ સાથે સાથે ભારત માલા પ્રોજેક્ટનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો. વિકસતા ભારત સાથે વાહન વહેવારમાં પણ સરળતા રહે તે માટે ભારતમાલા મુંબઈ દિલ્હી કોરિડોરનો સર્વે હાથ ધરાયો છે. જેનો વિરોધ જમીન સંપાદન થયેલો ગરીબ આદિવાસી સમાજ કરી રહ્યો છે. વગર નોટિસ કે જાણકારી વગર આદિવાસીની જમીનની માપણી શરૂ કરતાં આદિવાસી સમાજે ભારતમાલાનો વિરોધ કરી વિશાળ આદિવાસી રેલી કાઢી હતી. જેના મુખ્ય આગેવાન તરીકે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે આદિવાસી સમાજની વહારે આવી સમર્થન કર્યું હતું.
આ પ્રસંગે અમરસિંહ ચૌધરી, તુષાર ચૌધરી, સાત ડેમ સંઘર્ષ સમિતિના પ્રમુખ બારૂકભાઈ રાઉત સહિત આ કાર્યક્રમમાં વિરોધપક્ષના નેતા ચંદુભાઈ,ડેમ સંઘર્ષ સમિતિના સુનિલભાઈ ગામીત, ધારાસભ્ય આનંદ ચૌધરી, પુનાજી ગાંવીત, યુસુફ ગાંવીત, કલ્પેશ પટેલ, પ્રદીપ ગરાસિયા, દેવુ મોકાસી,રમેશ પટેલ, ડૉ. અનિલ, મુકેશ પટેલ, અર્જુન, પિન્ટુ પટેલ, પ્રભુ ટોકીયા, જયશ્રી પટેલ ,જ્યેન્દ્ર ગાંવિત , જે. કે. પટેલ અગ્રણી આગેવાનો સાથે રેલીમાં પારડી ધરમપુર કપરાડા ડાંગ તેમજ સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.