પરિવર્તન યાત્રા થી એ નિશ્ચિત થઇ ગયું છે કે ભાજપની હાર અને કોંગ્રેસનો તો પુરે-પૂરો સફાયો થવાનો છેઃ ઇસુદાન ગઢવી

0
192

ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા સાથે કદમ થી કદમ મિલાવીને ચાલી રહી છે.

પરિવર્તન યાત્રા થી એ નિશ્ચિત થઇ ગયું છે કે ભાજપની હાર અને કોંગ્રેસનો તો પુરે-પૂરો સફાયો થવાનો છે.

સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સભાઓ યોજાઈ રહી છે.

અમદાવાદ/ગુજરાત

લોકોના સહયોગથી ચાલી રહેલી પરિવર્તન યાત્રાનો આજે ચૌદમો દિવસ છે. ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા સાથે કદમ થી કદમ મિલાવીને ચાલી રહી છે. ગુજરાતના શહેરો અને ગામડાઓ માંથી લોકો આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રામાં જોડાઈ રહ્યા છે.

*ચૌદમાં દિવસે પરિવર્તન યાત્રા નીચેના માર્ગો પરથી પસાર થશે.*

સોમનાથથી પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા, પ્રદેશ યુવા પ્રમુખ પ્રવીણ રામ અને પ્રદેશ ઉપાધ્યક્ષ નિમિષા બેન ખુંટ ની આગેવાનીમાં આ પરિવર્તન યાત્રા સવારે 10 કલાકે નીલમ બાગ થી નીકળી સાંજે 4 કલાકે ભીડ ભંજન ચોક ખાતે પહોંચશે. ત્યાંથી નીકળ્યા પછી સાંજે 6 વાગ્યે ઘોઘાગેટ પહોંચશે. ત્યાંથી નીકળ્યા બાદ પરિવર્તન યાત્રા રાત્રે 8 કલાકે દડવા ખાતે રોકાશે.

દ્વારકાથી રાજ્યના નેતા ઇસુદાન ગઢવી, ‘આપ’ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને સંગઠન મંત્રી અજીત લોખીલ ની આગેવાની હેઠળ નીકળેલી પરિવર્તન યાત્રા સવારે 9 વાગ્યે વછરદાદા મંદિરેથી નીકળશે અને સવારે 10 વાગ્યે ભીમરાવ ચોક પહોંચશે. ત્યાંથી નીકળ્યા બાદ પરિવર્તન યાત્રા રાત્રે 9 કલાકે ગોંડલ ખાતે વિશ્રામ કરશે.

દાંડીથી રાજ્ય સંગઠન મહાસચિવ મનોજ સોરઠીયા, સંગઠન મંત્રી રામ ધડુક અને આપ નેતા રાકેશ હિરપરા ની આગેવાની હેઠળ નીકળેલી પરિવર્તન યાત્રા સવારે 9:30 કલાકે કરજણ થી નીકળશે અને સવારે 10:30 કલાકે સિનોર પહોંચશે. ત્યાંથી નીકળ્યા બાદ સાંજે 4 વાગે જમવા ચોકડી પહોંચશે. ત્યાંથી નીકળીને સાંજે 06:30 વાગ્યે હરિનગર પહોંચશે. ત્યાંથી નીકળ્યા બાદ રાત્રે 8 કલાકે પરિવર્તન યાત્રા કલાલી ખાતે રોકાશે.

અબડાસા (કચ્છ) ખાતેથી ખેડૂત સંગઠનના પ્રમુખ રાજુ કરપડા અને રાજ્યના ખજાનચી કૈલાશ દાન ગઢવી ની આગેવાનીમાં આ પરિવર્તન યાત્રા સવારે 8 કલાકે ઇસદ્રા થી નીકળી સવારે 10 કલાકે ધ્રાંગધરા પહોંચશે. ત્યાંથી નીકળ્યા બાદ પરિવર્તન યાત્રા રાત્રે 9 કલાકે વાવડી ખાતે વિશ્રામ કરશે.

સિદ્ધપુરથી પ્રદેશ ઉપપ્રમુખ ભેમાભાઈ ચૌધરી, સંગઠન મંત્રી રમેશ નાભાણી અને મહામંત્રી સાગરભાઈ રબારી ની આગેવાની હેઠળ નીકળેલી પરિવર્તન યાત્રા સવારે 9 કલાકે ડીસા થી નીકળી દાંતીવાડા ખાતે બપોરે 1 કલાકે પહોંચશે. ત્યાંથી સાંજે 6 વાગ્યે પાલનપુર પહોંચશે. ત્યારબાદ પરિવર્તન યાત્રા રાત્રે 8 કલાકે વડગામ ખાતે રોકાશે.

ઉમરગાંવ થી રાજ્ય ઉપાધ્યક્ષ અર્જુન રાઠવા અને BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ધારાસભ્ય મહેશ વસાવા ની આગેવાની હેઠળ નીકળેલી પરિવર્તન યાત્રા સવારે 7 વાગ્યે સંતરોડ થી નીકળીને 10 વાગ્યે કરશનપુર પહોંચશે. ત્યાંથી નીકળ્યા બાદ સવારે 11:30 કલાકે મોરવા પહોંચશે. ત્યારપછી સાંજે 4 કલાકે સિંગવડ પહોંચશે. ત્યાંથી નીકળ્યા બાદ સાંજે 7 કલાકે પરિવર્તન યાત્રા દેવગઢ બારિયા ખાતે રોકાશે.

પરિવર્તન યાત્રા થી એ નિશ્ચિત થઇ ગયું છે કે ભાજપની હાર અને કોંગ્રેસનો તો પુરે-પૂરો સફાયો થવાનો છે. આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સભાઓ યોજાઈ રહી છે અને આ જનમેદનીએ અમારા ઉત્સાહમાં વધુ વધારો કર્યો છે.

આમ આદમી પાર્ટી ગુજરાત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here