મોદીના મેદાનમાં ગુજરાતનો ‘હાર્દિક વિજય’:14 વર્ષમાં ફક્ત બીજી વખત કોઈ ડેબ્યુ ટીમે IPL સીઝન જીતી, ફાઈનલમાં રાજસ્થાનને 7 વિકેટથી હરાવ્યું
ગુજરાત ટાઈટન્સે પોતાની પહેલી સિઝનમાં IPLમાં ખીતાબ જીતીને ઈતિહાસ રચી દીધો છે. ગુજરાતે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવી દીધું છે.
મોદીના મેદાનમાં ગુજરાતનો ‘હાર્દિક વિજય’:14 વર્ષમાં ફક્ત બીજી વખત કોઈ ડેબ્યુ ટીમે IPL સીઝન જીતી, ફાઈનલમાં રાજસ્થાનને 7 વિકેટથી હરાવ્યું
રાજસ્થાનમાં સૌથી વધારે રન બટલરે કર્યા
ગુજરાત ટાઈટન્સે પોતાની પહેલી સિઝનમાં IPLમાં ખીતાબ જીતીને ઈતિહાસ રચી દીધો છે. ગુજરાતે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવી દીધું છે.
IPL 2022ની ફાઈનલ મેચ ગુજરાત અને રાજસ્થાન વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. સંજૂ સેમસને ટોસ જીતીને પહેલી બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. 20 ઓવરમાં રાજસ્થાનની ટીમ 9 વિકેટમાં માત્ર 130 રન જ બનાવી શકી હતી.
ગુજરાતે 1 ઓવર પૂરી થતાં જ 9 રનમાં એક વિકેટ ગુમાવી દીધી છે. પ્રસિદ્ધ કૃષ્ણાએ સાહાને ક્લિન બોલ્ડ કરી દીધો છે. ગુજરાતને જીતવા માટે રાજસ્થાન રોયલ્સે 131 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
ગુજરાતની ખરાબ શરૂઆત
131 રનનો ટાર્ગેટ પૂરો કરવામાં ગુજરાતની ટીમની શરૂઆત સારી ના રહી. ઋદ્ધિમાન સાહા અને મેથ્યુ વેડ કઈ ખાસ કમાલ ના કરી શક્યા. પાવર-પ્લેમાં ટીમ માત્ર 31 રન જ કરી શકી. સાહાએ 5 રન અને મેથ્યુ વેડે માત્ર 8 જ રન કર્યા. સાહાને પ્રસિદ્ધ કૃષ્ણાએ ક્લિન બોલ્ડ કર્યો. જ્યારે મેથ્યુની વિકેટ ટ્રેટ બોલ્ડના ખાતામાં આવી છે. વેડનો કેચ રિયાન પરાગે લીધો છે.
બટલરના સૌથી વઘુ રન-હાર્દિકની સૌથી વધુ વિકેટ
રાજસ્થાન માટે સૌથી વધારે રન બટલરે બનાવ્યા છે. તેમણે 35 બોલમાં 39 રન કર્યા છે. જ્યારે ગુજરાત માટે સૌથી વધારે વિકેટ હાર્દિક પંડ્યાએ લીધી છે. ગુજરાતના કેપ્ટને 4 ઓવરમાં 17 રન આપીને 3 વિકેટ લીધી હતા. જ્યારે સાઈ કિશોરે 2 વિકેટ ઝડપી છે.
હાર્દિકની શાનદાર બોલિંગ
ગુજરાત કેપ્ટન હાર્દિક પંડ્યાએ રાજસ્થાન સામે ફાઈનલ મેચમાં શાનદાર બોલિંગ કરીને 4 ઓવરમાં 17 રન આપીને 3 વિકેટ લઈ લીધી છે. તેણે સંજૂ સૈમસન, જોસ બટલર અને શિમરન હેટમાયરની વિકેટ લીધી છે. ત્રણ બેટરમાં એક પણ ખેલાડી જો સારુ રમી જાત તો ગુજરાતની મુશ્કેલી વધી શકતી હતી. પહેલી જ ઓવરમાં હાર્દિકે શાનદાર બોલિંગ કરી અને તેની બોલિંગમાં કોઈ પણ બેટર મોટો શોટ ના મારી શક્યો.
બટલર ના કરી શક્યા સદી
આ સીઝનમાં અત્યાર સુધી ખૂબ સરસ રમેલા જોસ બટલર ફાઈનલમાં બહુ સારુ ના રમી શક્યા. તેમણે 35 બોલમાં 39 રન કરી શક્યા. તેમણે 5 ચોક્કા, હાર્દિકે પણ મેચમાં ખૂબ શાનદાર બોલિંગ કરી હતી. પહેલાં તેમણે સંજૂ સૈમસનને આઉટ કર્યા પછી બટલરની પણ વિકેટ લીધી.
ગુજરાત માટે રાશિદ ખાને ફાઈનલ મેચમાં ખૂબ સરસ બોલિંગ કરી અને 4 ઓવરમાં માત્ર 18 રન જ આપ્યા. તેમણે પચિક્કલને 2 રનમાં જ પેવેલિયન ભેગો કરી દીધો હતો.
ના ચાલ્યો સંજૂનો જાદુ
ગુજરાતના કેપ્ટન સંજૂ સૈમસેન ફરી એક વાર ફ્લોપ રહ્યા. તે 11 બોલમાં 14 રન બનાવી શક્યા. હાર્દિક પંડ્યાની ઓફ સ્ટંપથી ઘણી બહાર જતા બોલ પર સંજૂ શોટ મારવા માંગતા હતા. પરંતુ બોલને માત્ર બેટની કિનારી અહી અને સાઈ કિશોરે સૈમસેનનો શાનદાર કેચ પકડી લીધો.
યશસ્વીએ 16 બોલમાં 22 રન કર્યા
ગુજરાત માટે પહેલી ઓવર મોહમ્મદ શમીએ કરી અને કમાલની બોલિંગ કરતા માત્ર 2 રન જ આપ્યા. જોસ બટલ અને યશસ્વી જયસ્વારે આ ઓવરમાં કોઈ મોટો શોટ ન રમી શક્યા. ઓવરના છેલ્લા બોલે તો જયસ્વાલ ક્લીન બોલ્ડ થતાં થતાં બચ્યો હતો.
બીજી ઓવરમાં પણ રાજસ્થાનના બેટ્સમેન કોઈ મોટો શોટ રમી ન શક્યા. યશ દયાલની આ ઓવરમાં માત્ર 5 જ રન બન્યા હતા.પરંતુ તે પછી જયસ્વાલે ઝડપથી રન બનાવ્યા અને 16 બોલમાં 22 રનની ઈનિંગ રમી. તેમના બેટમાંથી 2 સીક્સ અને 1 બાઉન્ડ્રી નીકળી હતી. ચોથી ઓવરમાં યશ દયાલના શોર્ટ બોલમાં જયસ્વાલે મોટો શોટ રમવા જતા બાઉન્ડ્રી લાઈન પર સાઈ કિશોરે કેચ પકડી લીધો હતો.
બંને ટીમોની પ્લેઈંગ 11-
RR- યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (c&wk), દેવદત્ત પડ્ડિકલ, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, પ્રસિદ્ધ કૃષ્ણા, ઓબેદ મેક્કોય, યુઝવેન્દ્ર ચહલ
GT- રિદ્ધિમાન સાહા, શુભમન ગિલ, મેથ્યુ વેડ, હાર્દિક પંડ્યા, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, આર સાઈ કિશોર, યશ દયાળ, લોકી ફર્ગ્યુસન, મોહમ્મદ શમી
સૌથી મોટી જર્સીનું અનાવરણ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2022ની ફાઈનલ મેચ પહેલા વિશ્વની સૌથી મોટી ક્રિકેટ જર્સીનું અનાવરણ કરાયું હતું. આ જર્સી 66 મીટર લાંબી અને 42 મીટર પહોળી છે. આ દરમિયાન ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તરફથી BCCIને સર્ટિફિકેટ મળ્યું છે.