30 મે એટલે કે આજે શનિ જ્યંતી છે. જ્યેષ્ઠ મહિનાની અમાસે શનિ જ્યંતિ મનાવવામાં આવે છે અને આ વર્ષે આ સોમવતી અમાવસ્યા છે. આ વર્ષની અંતિમ સોમવતી અમાસ છે એટલે કે ત્યાર બાદ આખા વર્ષમાં કોઈ પણ અમાસ સોમવારના દિવસે નહીં આવે. તદ્દપરાંત આજે વટ સાવિત્રી વ્રત પણ રાખવામાં આવશે.
ત્યાર બાદ એક અન્ય કમાલનો સંયોગ એ પણ છે કે 30 વર્ષ બાદ શનિ જ્યંતિના દિવસે શનિ ગ્રહ પોતાની જ રાશિ કુંભમાં હાજર છે. કુલ મિલાવીને ગ્રહ-નક્ષત્રો અને તિથિઓનો આ સંયોગ કેટલીક રાશિવાળા માટે ખુબ જ શુભ છે.