26 નવેમ્બર 2008નો દિવસ ક્યારેય ભૂલી શકાય તેમ નથી. દેશની આર્થિક રાજધાની સમા મહાનગર મુંબઇને આતંકીઓએ દીધેલો ઘા આજે પણ રુંવાડા ઉભા કરી દે છે.

0
216

26 નવેમ્બર 2008નો દિવસ ક્યારેય ભૂલી શકાય તેમ નથી. દેશની આર્થિક રાજધાની સમા મહાનગર મુંબઇને આતંકીઓએ દીધેલો ઘા આજે પણ રુંવાડા ઉભા કરી દે છે. મુંબઇની આત્માને આતંકવાદીઓએ નુકસાન પહોંચાડવા કરેલા તે નાપાક પ્રયાસને હવે વર્ષો વીતી ગયા છે તેમ છતાં તે લોહિયાળ રાત દુઃસ્વપ્ન બની સતાવે છે. મુંબઈમાં ઘુસેલા આતંકવાદીઓએ તે રાત્રે ખૂની ખેલ ખેલ્યો હતો. છત્રપતિ શિવાજી ટર્મિનસ સ્ટેશન ઉપરાંત આતંકીઓએ તાજ હોટલ, હોટલ ઓબેરોય, લિયોપોલ્ડ કેફે, કામા હોસ્પિટલ અને દક્ષિણ મુંબઈની અનેક જગ્યાઓ પર હુમલો કર્યો હતો. મુંબઇ શહેર આતંકીઓ દ્વારા હચમચી ઉઠ્યું હતું.
ઈતિહાસમાં આજ દોડતું-ભાગતું મુંબઈ જ્યારે થંભી ગયું હતું, 60 કલાકો સુધી ચાલ્યો હતો મોતનો તાંડવ

દોડતું-ભાગતું મુંબઈ જ્યારે થંભી ગયું હતું, 60 કલાકો સુધી ચાલ્યો હતો મોતનો તાંડવ

26 નવેમ્બર 2008ની સાંજ. જ્યારે મુંબઈ હમેશાની જેમ દોડી રહી હતી. ત્યારે તેને એ વાતનો ખ્યાલ ન હતો કે 10 લોકો હાથમાં હથિયાર લઈને અરબ સાગરમાંથી થઈને તેના સુધી પહોંચી રહ્યાં છે. આ 10 આતંકીઓના બેગમાં 10 એકે-47, 10 પિસ્તોલ, 80 ગ્રેનેડ, 2 હજાર ગોળીઓ, 24 મેગેઝીન, 10 મોબાઈલ ફોન, વિસ્ફોટક અને ટાઈમર્સ હતા.

આટલી વસ્તુઓ મુંબઈને ઘુટણ સુધી લાવવા માટે પુરતી હતી. સાથે જ તેઓ ખાવા માટે બદામ અને કિશમિશ પણ લઈ આવ્યા હતા. તેમના હેન્ડલર વારંવાર તેમને કહી રહ્યાં તમારા ચહેરા પર ચંદ્ર જેવી સુંદરતા દેખાશે. તમારા શરીરમાંથી ગુલાબની સુંગધ આવશે અને તમે સીધા જન્નત આવશો.

તે જ રાતે 8 વાગીને 20 મિનિટે અજમલ કસાબ અને તેના 9 સાથીઓએ મુંબઈમાં પગ મૂક્યો હતો. તેમને કહેવામાં આવ્યું હતું કે તમારું સૌથી મોટું હથિયાર છે…તેમને આશ્ચર્યમાં મૂકવા. તેમને શીખવાડવામાં આવ્યું હતું કે કઈ રીતે ટેક્સિઓમાં ટાઈમ બોમ્બ મૂકવો. જેથી તે થોડા-થોડા સમયે સમગ્ર શહેરમાં ફૂટે.

મુંબઈ ઉતર્યા પછી આતંકીઓ બે-બે ગ્રુપમાં વહેંચાઈ ગયા અને અલગ-અલગ રસ્તાઓ પર નીકળી પડ્યા. સૌથી પહેલો હુમલો રાતે 9 વાગીને 43 મિનિટ પર લિયોપોલ્ડ કેફેની બહાર થયો હતો. આતંકી જે ટેક્સીમાં આવ્યા હતા, તેમાં જ તેમણે ટાઈમ બોમ્બ લગાવ્યો હતો. ટેક્સી રોકાઈ કે તરત જ બોમ્બ ફાટ્યો હતો.

ડ્રાઈવર અને તેમાં બેઠેલી બે મહિલાઓના તરત જ મોત થઈ ગયા. જ્યારે લોકો ત્યાંથી ભાગ્યા તો બે આતંકીઓએ રસ્તા પરથી જ એકે-47માં ફાયરિંગ શરૂ કરી દીધું. આ હુમલામાં લોકોના મોત થયા.

સૌથી વધુ 58 લોકોના CST પર મોત થયા
પહેલા હુમલાની 2 મિનિટ પછી 9 વાગ્યેને 45 મિનિટે મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસ પર હુમલો થયો. તેને બે આતંકીઓ અજમલ કસાબ અને ઈસ્માઈલ ખાને અંજામ આપ્યો હતો. કસાબ લોકો પર ગોળીઓ ચલાવી રહ્યો હતો, જ્યારે ઈસ્માઈલનું કામ ત્યાંથી ભાગી રહેલા લોકો પર ગ્રેનેડ ફેંકાવવાનું હતું. આ હુમલામાં સૌથી વધુ 58 લોકોના મોત થયા હતા. તે રાતે કોઈના પણ માટે ન રોકાનારી મુંબઈ અટકી ગઈ.

CST પર હુમલા પછી કસાબ અને ઈસ્માઈલ ત્યાંથી કામા હોસ્પિટલ પહોંચ્ય હતા. ત્યાં એક ચેરિટેબલ હોસ્પિટલ છે, જેને 1880માં એક અમીર કારોબારીએ બનાવી હતી. તેમણે ઘુસતાની સાથે જ ચોકીદારને માર્યો. હોસ્પિટલની બહાર આતંકીઓ સાથે અથડામણ થઈ, જેમાં તે સમયના ATSના ચીફ હેમંત કરકરે, મુંબઈ પોલીસના અશોક કામટે અને વિજય સાલસકરના મોત થયા.

કસાબ અને ઈસ્માઈલની પાછળ પોલીસ પડી હતી. આતંકીઓની કાર પંક્ચર પણ થઈ હતી. તે પછી તેમણે એક સ્કોડ કાર છીનવી હતી. પોલીસે આગળ બેરિકેડિંગ કરી રાખ્યું હતું. કાર બેરિકેડિંગ પહેલા રોકાઈ પણ હતી. તમામ પોલીસવાળા પોતાની તરફ આવતા ઈસ્માઈલે ગોળી ચલાવવાની શરૂ કરી હતી. પોલીસે ઈસ્માઈલને મારી નાખ્યો.

મુંબઈની બે 5 સ્ટાર હોટલો પર હુમલો
તે રાતે બે આતંકી ઓબેરોય હોટલ અને 4 આતંકી તાજ પેલેસ હોટલમાં ઘુસયા. તાજમાં ઘુસતા જ આતંકીઓએ બેગ જમીન પર રાખી અને તેમાંથી એકે-47 કાઢીને જોરદાર ફાયરિંગ શરૂ કરી. તાજ હોટલ પર થયેલા હુમલા પછી મુંબઈ અને વિશ્વને ખ્યાલ આવ્યો કે કેટલો મોટો આતંકી હુમલો થયો છે. બંને આતંકી માર્યા ગયા. જોકે ત્યાં સુધીમાં 31 લોકોના મોત થયા હતા.

26 નવેમ્બરની રાતથી શરૂ થયું તાંડવ 29 નવેમ્બરની સવાર ખુત્મ થયું
26 નવેમ્બરની રાતે 9 વાગીને 43 મિનિટથી શરૂ થયેલો આતંકીઓનો તાડવ 29 નવેમ્બરે સવારે 7 વાગ્યે પૂર્ણ થયો. મોતનો આ તાડવ 60 કલાક સુધી ચાલ્યો. આ હુમલામાં 166 લોકોના મોત થયા હતા. જ્યારે 9 આતંકીઓને એન્કાઉન્ટરમાં મારી નાંખવામાં આવ્યા હતા. જ્યારે એક માત્ર આતંકી અજમલ કસાબ જીવતો પકડાયો. કસાબને 21 નવેમ્બર 2012ના રોજ ફાંસી આપવામાં આવી હતી. આ હુમલામાં મુંબઈ પોલીસ, ATS અને NSGના 11 જવાન શહીદ થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here