‘મારે મફતનું નથી ખાવું જ્યાં સુધી હાથ પગ ચાલે ત્યાં સુધી કામ કરવું છે…’
‘પણ તમારી હાલત..?’
‘એ તો ઠીક થઈ જશે..’
75 વર્ષના શાંતા મા અમદાવાદમાં રહે. તેમના પતિ અને જુવાન દીકરો ગુજરી ગયા પછી એ બોરિયા, બકલ, કાનની બુટ્ટી વગેરે વેચીને ગુજરાન ચલાવતા. પણ તબીયત હખડ ડખડ રહ્યા કરે. અમારા કાર્યકર મધુબહેને શાંતામાની ઉંમર જોતા દર મહિને તેમને રાશકીટ આપવા કહ્યું પણ એમણે ના પાડી. એમણે કહ્યું, ‘તકલીફ તો છે પણ મદદ કરવી હોય તો હું જે ધંધો કરુ તે ધંધા માટે સામાન લાવી આપો. મારી પાસે પૈસાની સગવડ નહીં એટલે થોડો થોડો સામાન લાવી વેચી એમાંથી ચલાવું. જે ઓરડીમાં ભાડુ ભરી રહુ એ ભાડુ માંડ નીકળે.. બિમારીમાં દવાના પૈસાય ઘણી વખત ન હોય.. પણ જો સામાન વધારે થઈ જાય તો આવક વધી જાય. પછી તો હું મેળામાં પણ જવું’
આવા કામની હોંશ રાખવાવાળા શાંતા માને અમે 15,000નો સામાન લઈ આપ્યો.એ સામાન લેવા ઓફીસ આવ્યા ત્યારે બધુ જોઈને રાજી થઈ ગયા. પગની પાયલ જોઈને તો કહે, મને આ ખરીદવાની બહુ ઈચ્છા હતી પણ મોંધો સામાન આવો તો હું ક્યાંથી લઈ શકું?
શાંતામા મેળામાં સામાન વેચવા જાય ત્યારે મેળાના સ્થળે બે ત્રણ દિવસ ખુલ્લામાં જ રાત્રી રોકાય. બહુ હાડમારી વેઠે.પણ મહેનત કરીને ખાવુ એમને ગમે… એમની આ જિંદાદીલી મને સ્પર્શી ગઈ…શાંતામાને પ્રણામ ને મહેનતમાં કામચોરી કરનાર શાંતા માં પાસેથી શીખે…
#MittalPatel #vssm