આમ આદમી પાર્ટી (AAP) એ ભારતનો એક રાજકીય પક્ષ છે, જેની સ્થાપના ૨૬ નવેમ્બર ૨૦૧૨ના રોજ થઇ હતી.

0
223

આમ આદમી પાર્ટી (AAP) એ ભારતનો એક રાજકીય પક્ષ છે, જેની સ્થાપના ૨૬ નવેમ્બર ૨૦૧૨ના રોજ થઇ હતી. હાલમાં આ પક્ષ દિલ્હીમાં સત્તા પર છે.

આમ આદમી પાર્ટી Leader અરવિંદ કેજરીવાલ
Founded ૨૬ નવેમ્બર ૨૦૧૨ Headquarters
૨૦૬, રાઉસ એવન્યુ, દીન દયાલ ઉપાધ્યાય માર્ગ, ITO, નવી દિલ્હી, ભારત-08. Student wing
છાત્ર યુવા સંઘર્ષ સમિતિ (CYSS) Youth wing
આમ આદમી પાર્ટી યુવા પાંખ Women’s wing
આપ કી મહિલા શક્તિ Labour wing શ્રમિક વિકાસ સંગઠન Ideology લોકશાહી સમાજવાદ
ભષ્ટ્રાચારનો વિરોધ Political position મધ્ય ડાબેરી Colours ECI Status
રાજ્ય પક્ષ (દિલ્હી & પંજાબ) લોક સભામાં બેઠકો
૧ / ૫૪૫ રાજ્ય સભામાં બેઠકો
૩ / ૨૪૫ Seats in Legislative Assembly
Indian states ૬૨ / ૭૦ (દિલ્હી વિધાનસભા)
૧૯ / ૧૧૭ (પંજાબ વિધાનસભા)

Election symbol ઝાડૂ

પક્ષની સ્થાપના અરવિંદ કેજરીવાલ અને અણ્ણા હઝારે વચ્ચેના મતભેદ સાથે થઇ હતી. ભષ્ટ્રાચાર સામેની લડાઇને રાજનૈતિક રુપ આપવું કે નહી એ બાબતે બન્નેના મત જુદા હતાં. અગાઉ બન્ને ૨૦૧૧થી જન લોકપાલ બિલની માંગણી કરી રહ્યા હતા. હજારેનું માનવું હતું કે જન લોકપાલ આંદોલનને રાજકારણથી દૂર રાખવું જોઇએ જ્યારે કેજરીવાલ આ આંદોલનની નિષ્ફળતા પછી રાજકારણમાં પ્રવેશ જરુરી સમજતા હતા.

૨૦૧૩માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પક્ષને ૭૦ માંથી ૨૮ બેઠકો મળતાં બીજા સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો. કોઇ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતા, આપ પક્ષે ત્યારબાદ કોંગ્રેસ સાથે સંગઠન કર્યું હતું. પરંતુ ૪૯ દિવસો બાદ જન લોકપાલ બિલનું કોઇ પક્ષે સમર્થન ન કરતાં પક્ષે સરકારમાંથી રાજીનામું આપ્યું હતું.

૨૦૧૫ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પક્ષને ૭૦ માંથી ૬૭ બેઠકો મળતાં સ્પષ્ટ બહુમતી મેળવી હતી. પક્ષના મુખ્ય હરીફ ભારતીય જનતા પાર્ટીને ૩ અને કોંગ્રેસને ૦ (શૂન્ય) બેઠકો મળી હતી.[૫] ૨૦૨૦ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પક્ષને ૭૦માંથી ૬૨ બેઠકો, ભારતીય જનતા પાર્ટીને ૮ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને ફરીથી ૦ બેઠકો મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here