વલસાડ જિલ્લા શૈક્ષિક મહાસંઘ ના અધ્યક્ષ અલ્કેશભાઈ છાયાનું હૃદય રોગનો હુમલો થતા સારવાર દરમિયાન નિધન

0
194

( અલ્કેશ છાયા : ફાઇલ ફોટો )

વલસાડ જિલ્લામાં શિક્ષક જગત માં બની દુઃખદ ઘટના વલસાડ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક સંઘના પ્રમુખ નું નિધન થયું છે. તેમની તબિયત અચાનક બગડી વલસાડ ની ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યા જ્યાં બે દિવસની સારવાર દરમિયાન તેને મૃત જાહેર કર્યા હતા. તબીબોના પ્રાથમિક અભિપ્રાય મુજબ હૃદય રોગનો હુમલો આવ્યો હોવાનું જણાવ્યું હતું.


વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની ઓમકચ્છ પ્રાથમિક શાળાના ઉપ શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને વલસાડ જિલ્લા શૈક્ષિક મહાસંઘ ના અધ્યક્ષ અલ્કેશભાઈ બી.છાયાનુ ગત મોડી રાત્રે વલસાડની હોસ્પિટલમાં દુઃખદ અવસાન થયું હતું. આકસ્મિક ઘટના બની જેથી પરિવાર માં મૃત્યુ થાયાની જાણ થતા સમગ્ર પરિવાર દુઃખદ ભારે આઘાત લાગ્યો હતો. નિવાસ સ્થાન મરલા ખાતે શ્રધાંજલિ અને સ્મશાન યાત્રા માં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. અંતિમ ક્રિયા ધરમપુર સ્મશાન ગૃહ પર કરવામાં આવી હતી.

અલ્કેશભાઈ છાયા આદિવાસી ક્ષેત્રમાં કપરાડા તાલુકાના પ્રાથમિક શાળાઓમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. અલ્કેશભાઈ છાયા કપરાડામાં શિક્ષણ માટે વર્ષોથી આદિવાસી બાળકોના અભ્યાસ કરવા અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરી શિક્ષણ માં પ્રગતિ કરી હતી.બી.આર. સી. ની સેવા દરમિયાન અંતરિયાળ વિસ્તારમાં અનેક સમસ્યાઓ શિક્ષકો વિદ્યાર્થીઓ અને જર્જરિત મકાનો માટે સરકારમાં અનેક રજુઆત કરી સમસ્યાઓ હલ કરવામાં સફળતા મેળવી હતી.હાલમાં કપરાડા ની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હતા. સાથે વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ શૈક્ષીક સંઘ પ્રમુખ તરીકે જિલ્લા ના શિક્ષકો અનેક રીતે સહયોગ આપતા હતા.આદિવાસી વિસ્તારમાં જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને મદદરૂપ બન્યા છે. નિરાધાર વ્યક્તિ અને સારું અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દર મહિને આર્થીક મદદરૂપ થઇ રહ્યા હતા. રાષ્ટ્રીય કામગીરી અનેક ચૂંટણીમાં સંચાલન ની કામગીરી કરી હતી.

( અલ્કેશભાઈ ની પત્ની અને બાળકો)( ફાઇલ ફોટો )

વલસાડ જિલ્લામાંજ નહીં પણ સમગ્ર ગુજરાતમાં શિક્ષક સમાજમાં લોકોમાં જાણીતા એક શિક્ષક હતા. મૃત્યુ વહેલી સવારે મેસેજ મળતા સમગ્ર વિસ્તારમાં અને શિક્ષકોમાં ભારે શોક ફેલાયો હતો.શ્રધાંજલિ અને સ્મશાન યાત્રામાં ધરમપુર ના ધારાસભ્ય અરવિંદ પટેલ , ડો.ધીરુભાઈ પટેલ, વલસાડ જિલ્લા પ્રાથમિક સંઘ પ્રમુખ ગોકુળ પટેલ , સૈક્ષિક સંધ અને પ્રાથમિક સંઘ હોદ્દેદારો , આચાર્યો, શિક્ષકો,અગ્રણી આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here