શું આવા લોકો ને તમે તમારા આગેવાન માનો છો….

0
193

મારી પ્રજા પ્રત્યે ની વેદના

શું આવા લોકો ને તમે તમારા આગેવાન માનો છો તમારા નેતા માનો છો, જેમનુ ચરિત્ર અને ચારિત્ર બંને ખરાબ છે,
જે પોતાની જીભનો ના થાય જે પોતાની પત્ની નો ના થાય એ તમારો આગેવાન બને એ તમારા માટે કામ કરશે?

સુધારો કે પરિવર્તન જોઈતુ હોય તો પહેલા મનોમંથન કરો, આગેવાન કોણ અને કેવો હોવો જોઈએ? જો તમે જ એને ઉંચો બેસાડ્યો છે તો તમેજ એને નીચે ઉતરી પણ શકો છો, તમારી તાકાત ને ઓળખો,

અમે શું કરી શકીએ અમારાથી શું થાય આવા માયકાગલા વેડા છોડી દયો, એક લાકડી એકલી હોય તો એને કોઈ પણ તોડી શકે છે, પણ લાકડીના ભારાને તોડવો મુશ્કેલ છે, આવી વાતો શુ ખાલી ભણવા ગયા હતા ત્યારે વાર્તાઓ પુરતીજ સાંભળી હતી, વાતો પરિવર્તન ની કરો છો પણ તમારી ભુલોના લિધે તમારી ચુપ રહેવાની આદત ના લિધે, આવા નેતાઓ આજે આપણને મળે છે,

વાતો સરદાર વલ્લભભાઈ પટેલ ની કરો છો પણ એમની ખુમારી બતાવાની આવે ત્યારે ભૂગર્ભ મા ગરી જાવ છો, પેલા નેતાએ આવુ કર્યુ પેલાએ આવુ કર્યુ પણ એને ચુટીને લાવ્યુ કોણ? હુ ને તમે જ ને પરિવર્તન ની ખાલી વાતો ના કરો, એનો અંજામ ના આવે ત્યાં સુધી લાગી રહો, પક્ષ તમને જે ગમે એ પસંદ કરો, પણ ખોટા છે તો એને ખોટો કહેવાની હિંમત પણ રાખો,

ભુલ જેટલી નેતાઓની છે એના કરતાં વધારે આમ જનતાની છે, તમે એવા વ્યક્તિ ને કયારેય સવાલ કર્યો કે આવુ કેમ કર્યું, કેમ અમારી લાગણી સાથે વિશ્વાસઘાત કર્યો, તમારી સામુહિક ફરીયાદ એ વ્યક્તિ ને પદ ઉપરની ઉતારવા માટે પુરતી છે, પણ ના આપણે શુ કામ કરશે કોઈક આપણે આપણુ કામ કરો, જુવાન લોહી ઉકળે અને દિકરો બોલે તો એને ખિજાશે સાનામાના ધંધો કરો, એ આપણા ધરે દાણા નહીં નાખી જાય,

હજારો લાખો કરોડો લોકો ના ઘરના દાણા પાણી વિજળી સ્વાસ્થ્ય સુવિધા રોડ રસ્તાઓ જેવી પાયાની સુવિધાઓ મા ગેરરીતિઓ કરી પોતાના ઘર ભરે છે એ ચાલશે પણ આપણે કાઈ નથી બોલવુ, બિજા કોઈ બોલશે, બિજા થોડા લોકો બોલશે પણ બે ચાર દિવસ બરાડા પાડશે, પછી એમાથી અમુક ને પદ પૈસા કે ધમકી વડે ચુપ કરી દેવામાં આવશે પછી થોડા જ લોકો વધશે પછી આ આંધળી બેરી મુંગી સિસ્ટમ કશુ નહીં કરે એટલે એ થોડા લોકો પણ અંતે થાકીને ચુપ થઈ જશે,

આ છે અાજ ની વાસ્તવિકતા લખવુ હોય તો ધણુ હજુ લખી શકુ પણ આટલા થી જો ફરક પડે તો પરિવર્તન અને પ્રગતિ 100% શક્ય છે છે અને છે

~ અવિનાશ લાઠિયા 9714935065

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here