કમલમ્ ખાતે હાર્દિક પટેલ ભાજપમાં વિધિવત્ રીતે જોડાયા. પ્રદેશ અધ્યક્ષ C R પાટીલ ખેસ પહેરાવ્યો, તો ભાજપના દિગ્ગજ નેતા નીતિન પટેલ ભાજપની ટોપી પહેરાવી
ગુજરાતના રાજકારણમાં છેલ્લાં કેટલાંય સમયથી ચાલતી અટકળોનો આજે અંત આવી ગયો છે. હાર્દિક પટેલ આજે ગાંધીનગરના કમલમ ખાતે વિધિવત રીતે C.R પાટીલની હાજરીમાં કેસરિયો ખેસ પહેરીને ભાજપમાં એન્ટ્રી મારી હતી. આ પહેલાં હાર્દિકે પોતાના ઘરે દુર્ગાપૂજા કરી હતી અને બાદમાં SGVP ગુરૂકુળ ખાતે ગૌ પૂજા કરી હતી. હાર્દિક પટેલ આજે વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે તે પહેલા ગાંધીનગરના કમલમ ખાતે સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ હતી.અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પણ હાર્દિકના ભાજપ પ્રવેશ પહેલાં પોસ્ટરો લગાવી દેવાયા હતાં.
જુઓ હાર્દિક પટેલની કેવી રહી છે રાજકીય સફર?
- હાર્દિક પટેલ ગુજરાતના યુવા પાટીદાર નેતા છે
- હાર્દિક પટેલ PAASના સ્થાપક અને સંયોજક છે
- હાર્દિક પટેલ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હતા
- વીસનગરમાં 2015માં યોજાયેલી રેલીથી હાર્દિક પટેલ લોકપ્રિય થયા
- હાર્દિક પટેલે 25 ઓગસ્ટે 2015ના અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં અનામતની માગણી સાથે જાહેર રેલી યોજી હતી
- અમદાવાદના GMDC ગ્રાઉન્ડની રેલી બાદ હાર્દિકનું નામ દેશભરમાં જાણીતું થયું હતું
- GMDCની રેલી બાદ રાજ્યભરમાં મોટાપાયે તોફાનો થયા હતા
- આ તોફાનોમાં 14 પાટીદાર યુવાનોના મૃત્યુ થયા હતા
- હાર્દિક પટેલ સામે રાજ્યભરમાં 56 FIR નોંધાઇ હતી
- હાર્દિક પટેલ તડીપારીના આદેશને લીધે છ મહિના રાજસ્થાનમાં રહ્યા હતા
- હાર્દિક પટેલ નવ મહિના સુધી રાજદ્રોહના કેસમાં જેલમાં રહ્યા હતા
- હાર્દિક પટેલને રાજદ્રોહના આરોપસર સુરતના લાજપોર જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા
- આનંદીબહેન પટેલને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજીનામું અપાવવામાં હાર્દિક પટેલે મોટો ભાગ ભજવ્યો હતો
- 2019માં લોકસભાની ચૂંટણી પહેલાં ગાંધીનગરમાં એક રેલી દરમિયાન હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા હતા
- કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા
- બાદમાં છેલ્લાં કેટલાંય સમયથી નારાજ ચાલી રહેલા હાર્દિકે 18 મે 2022ના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું