બાલચોંડી અંબેમાતા કન્યા વિદ્યાલય નું ધો.૧૨ નું ૯૭.૩૭ ટકા પરિણામ આવ્યું

0
244

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના બાલચોંડી અંબેમાતા કન્યા વિદ્યાલય નું ધો.૧૨ નું ૯૭.૩૭ ટકા પરિણામ આવ્યું

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તારીખ ૪/૬/૨૦૨૨ ના રોજ ધોરણ ૧૨ નું પરિણામ જાહેર કરવા માં આવ્યું હતું.જેમાં કપરાડા તાલુકા ના બાલચોંડી સ્થિત ચાલતી માત્ર કન્યાઓ ને શિક્ષણ આપતી અંબેમાતા કન્યા વિદ્યાલય નું દર વર્ષ ની જેમ આ વર્ષ નું ધોરણ ૧૨ નું ૯૭.૩૬ ટકા પરિણામ આવતા વિદ્યાર્થીનીઓ માં ખુશી જોવા મળી હતી
પ્રાપ્ય વિગત મુજબ કપરાડા તાલુકા ની એક માત્ર સુવિધા સજ્જ અને ધોરણ 9 થી ૧૨ આર્ટસ અને ધો.૧૧ ,૧૨ સાયન્સ નું શિક્ષણ આપતી સંસ્થા શ્રી અંબેમાતા કન્યા વિદ્યાલય બાલચોંડી નું પ્રતિ વર્ષ ધોરણ ૧૦ અને ૧૨ નું બોર્ડ નું પરિણામ શ્રેષ્ઠ રહેવા પામ્યું છે.જેનું એક ઉત્તમ ઉદાહરણ રૂપ માર્ચ ૨૦૨૨ ના વર્ષ માં લેવાયેલી ધોરણ ૧૨ બોર્ડ ની પરીક્ષા નું પરિણામ જાહેર કરવા માં આવ્યું હતું.જેમાં શ્રી અંબેમાતા કન્યા વિદ્યાલય બાલચોંડી નું ઘો.૧૨ નું પરિણામ ૯૭.૩૬ ટકા આવ્યું હતું .જેમાં કુલ ૩૮ વિદ્યાર્થીનીઓ એ પરીક્ષા આપી હતી .તેમાંથી ૩૭ વિદ્યાર્થીનીઓ પાસ થઈ હતી.માત્ર ૧ વિદ્યાર્થીની એક વિષય માં નાપાસ થઈ હતી.પાસ થયેલી વિદ્યાર્થીનીઓ માં (૧)હેમાબેન અરવિંદભાઈ ગાંવિત ૯૩.૨૮ રેન્ક સાથે શાળામાં પ્રથમ,(૨)નિરમાબેન શાંતિલાલ કુમાવત ૮૬.૭૦ રેન્ક દ્વિતિય (૩) ધર્મીનીબેન નરેન્દ્રભાઈ પટેલ ૮૬.૯૭ રેન્ક તૃતિય (૪) સુહાનીબેન રાજેશભાઇ પટેલ ૭૮.૮૧ રેન્ક સાથે ચોથો ક્રમ અને (૫) પ્રકૃતિબેન રાજુભાઇ બામણે ૭૮.૨૧ રેન્ક સાથે પાંચમો ક્રમે આવી હતી.આ ઉપરાંત પાસ થયેલી વિદ્યાર્થીનીઓ માં A૨ ગ્રેડ ૧,B૧ ગ્રેડ ૭,B૨ ગ્રેડ ૧૪, C૧ ગ્રેડ ૧૦ અને C૨ ગ્રેડ માં ૫ વિદ્યાર્થીનીઓ પાસ થઈ હતી.શાળા નું શ્રેષ્ઠ પરિણામ બદલ શાળાના આચાર્ય નવીનભાઈ ખાંડરા શિક્ષકો અને સંચાલક મંડળ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here