પારડી તાલુકાના અરનાલા ગામ માં આવેલ કોલક નદીના ઉપરથી પસાર થતી નહેરના પુલ નીચે ધગડમાળ નો યુવાન અચાનક ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી જતા આ પંથકમાં ચકચાર મચી ગઇ હતી અહીં કોલક નદી ઉપરથી બનાવવામાં આવેલ પુલ માંથી નહેર પસાર થાય છે આ નહેરના નીચેના ભાગે નાયલોનની દોરી વડે કોઈ અગમ્ય કારણસર પારડી તાલુકાના ધગડમાળ ગામમાં મંદિર ફળિયામાં રહેતા રણજીત કાન્તીભાઈ પટેલ ઉમર વર્ષ ૩૫ ફાંસો ખાઈ આત્મ હત્યા કરી ગયા હતા અને પોતાના જીવનનો અંત કર્યો હતો આ ઘટનાના પગલે આ પંથકમાં ચકચાર મચી ગઇ હતી પારડી પોલીસમાં આ બાબતની જાણ કરતાં પારડી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અચાનક બનેલી આ ઘટનાને પગલે લોકો પૂલ માં ભેગા થઇ ગયા હતા પોલીસ પહોંચ્યા બાદ લટકેલી હાલતમાં રહેલી લાશને ઉતારવામાં આવી હતી અને વધુ કાર્યવાહી માટે મોકલી આપવામાં આવી હતી આ ઘટનાના પગલે ધગડમાળ ગામમાં સનસનાટી ફેલાઇ ગઇ હતી