જીએનએ પાલીતાણા:
આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે જેમાં આશરે 9 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધોરણ 10ના પરિણામ બાદ વિદ્યાર્થીઓના મુખ પર ઉત્સાહ જોવા મળી રહ્યો હતો ત્યારે પાલીતાણાની એક દીકરીએ 99.26% પીઆર સાથે ઉત્તીર્ણ થતા પરિવાર અને સ્નેહીજનોમાં હર્ષનું મોજું ફરી વળ્યું છે.
વાત કરીએ પાલિતણાની સેન્ટ ઝેવિયર્સમાં ધોરણ 10માં અભ્યાસ કરતી નિરજભાઈ પરમારની દીકરી હીરાનશીની. હીરાનશી નિરજભાઈ પરમારએ ધોરણ 10 ની પરીક્ષા 99.26% પીઆર સાથે પાસ કરી સમગ્ર પાલીતાણા અને સમાજનું ગૌરવ વધાર્યું છે. તેણે ધોરણ 10માં 600 માંથી 556 માર્ક્સ મેળવી પાલીતાણા કેન્દ્રમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
આ હર્ષના સમાચાર મળતાની સાથે પરિવારજનો, સ્નેહીજનો તેમજ મંચ પરિવાર તરફથી હીરાનશીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. પાલીતાણાની દીકરીએ પાલિતણા કેન્દ્રમાં પ્રથમ સ્થાન મેળવી દેશ સાથે સાથે રાજ્યનું પણ નામ ઝળહળતું કર્યું છે તે બદલ હીરાનશી પરમારને ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. આવનાર સમયમાં હીરાનશી વધુ ઉત્તરોતર પ્રગતિના સોપાન સર કરે અને દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ..સાથે અભિનંદન.