5મી જૂન વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી નિમિત્તે વાડધા ગામે ત્રિવેણી કાર્યક્રમ યોજવામાં આવ્યો.
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ખૂબજ અંતરીયાળ વિસ્તારમાં આવેલ ગામ વાડધા 5 મી જૂન વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી નિમિત્તે ગ્રુપ ગ્રામ પંચાયત વાડધા / મનાલા, પાર્થ ટ્રેડર્સ વાપી, રેમ્બો વોરિયસ ધરમપુર તથા રિલીફ ગ્રુપ વલસાડના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ, રક્તદાન કેમ્પ તથા વ્યકિત વિશેષ સન્માનનો ત્રિવેણી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દીપ પ્રાગટય જયેશભાઈ પટેલ (પલ્લવ પ્રિન્ટર ધરમપુર) તથા જયંતિભાઈ પટેલ (શીતળ છાંયડો જાહેર પરીક્ષા લાઈબ્રેરીના) સ્થાપકના હસ્તે કરવામાં આવ્યું.
પૃથ્વી પર ગ્લોબલ વોર્મિંગની ભયાનક અસરો વર્તાઈ રહી છે ત્યારે ગ્લોબલ વોર્મિંગની અસરોથી બચવાનો એક માત્ર ઉપાય વૃક્ષારોપણ તથા રોપેલ વૃક્ષોનો ઉછેર કરવો એ જ છે. ત્યારે વાડધા માધ્યમિક તથા ઉચ્ચતર માઘ્યમિક શાળામાં આંબા કલમ રોપવામાં આવી. રોપવામાં આવેલ કલમને ઉછેરવાનો સંકલ્પ કરી કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો ગ્રામજનો, રકતદાતાઓને આંબાકલમ ભેટ આપવામાં આવી.
Rainbow warriors Dharampur ની અનોખી પરંપરા મુજબ વાડધામાધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ 12માં સામાન્ય પ્રવાહ માં 72.71 ટકા મેળવી શાળામાં પ્રથમ નંબર મેળવનાર દીકરી શલોનીનું શાલ ઓઢાડી, આંબા કલમ ભેટ આપી સન્માન કરવામાં આવ્યું.
આ પ્રસંગે ગામના સરપંચ જયેન્દ્રભાઈ ગાંવિત, શાળાના આચાર્ય ચુનીલાલભાઈભોયા સામાજિક કાર્યકર રાજેશભાઈ રાઉત, જયેશભાઈ પટેલ (પલ્લવ પ્રિન્ટર ધરમપુર), જયંતિભાઈ પટેલ (શીતળ છાંયડો જાહેર પરીક્ષા લાઈબ્રેરીના સ્થાપક) , ભાવનાબેન પટેલ (શિક્ષિકા ખડકવાળ પ્રા.શાળા),અંકિત પટેલ , મેહુલ નાયકા, હિરલ પટેલ, નિતા પટેલ ઉપસ્થિત રહી “પર્યાવરણ બચાવો” જાગૃતિ અંગે સમજ આપી વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી.
ત્રિવેણી કાર્યક્રમને સફળ બનાવવા માટે જયેશભાઈ ગાંવિત તરફથી આંબા કલમ , પાર્થ ટ્રેડર્સ વાપી તથા Rainbow warriors Dharampur તરફથી રકતદાતાઓને પ્રોત્સાહક ભેટ આપવામાં આવી હતી.
કાર્યક્રમનું સફળ સંચાલન ગામના સરપંચ જયેન્દ્રભાઈ ગાંવિત , સામાજિક કાર્યકર રાજેશભાઈ રાઉત તથા આવધા પ્રા.શાળાના શિક્ષક કો.ઓર્ડીનેટર) શંકરભાઈ પટેલે કર્યું હતું.
Ad..