-
બિરસા ભગવાનને આખા દેશવાસીઓ તરફથી નત મસ્તક નમન.
- બિરસા મુંડા જે આપણી સાઝી વિરાસતનું નામ છે. આપણા દેશના સંસદના સેન્ટ્રલ હોલમાં પણ તેમનો ફોટો મુકવામાં આવેલ છે.
-
એટલું જ નહિ તેમના નામ ઉપર રાંચીના ડીસ્ટીલરી પુલ પાસે સમાધી પણ બનાવવામાં આવેલ હતી. ત્યાં તેમની મૂર્તિ પણ મુકેલી છે.
- ભગતસિંહને જેવી રીતે લુચ્ચાઈથી માર્યા તેવી રીતે બિરસાને ખ્રિસ્તી અંગ્રેજોએ ઝેર આપી અને હત્યા કરી.
- તેમની યાદમાં રાંચીની કેન્દ્રીય જેલનું નામ પણ બદલી નાખવામાં આવ્યું, અને સાથે જ રાંચી વિમાન મથકનું નામ પણ બિરસા મુંડા વિમાન ઘર કરી દેવામાં આવ્યું છે.
બિરસા મુંડા આદિવાસી સમાજના એવા નાયક હતા કે જેમનું આદિવાસીઓ આજે પણ ગર્વથી સ્મરણ કરે છે. આદિવાસીઓનાં હિત માટે સંઘર્ષ કરી ચૂકેલા બિરસા મુંડાએ તત્કાલીન બ્રિટિશશાસન સામે પણ બાથ ભીડી હતી.
આદિવાસી(મૂળનિવાસી લોકો)ની આગેવાની હેઠળની પ્રતિકારની ચળવળોમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી.આ ઉથલપાથલમાંથી ઉગરીને બહાર આવેલ નામ એટલે “બિરસા મુંડા” જેમની ભૂમિકાએ આદિવાસી હેતુઓને જીતવામાં મહત્વની રહી હતી, તેમની લડત અને રાજકારણ માત્ર આદિવાસીઓ પૂરતું સીમિત નહતું પણ દલિતો અને હાંસિયામાં ધકેલાયેલા વર્ગને સામાજિક ન્યાય પ્રાપ્ત કરાવવા પણ ધૂણી ધખાવી, તેમ છતાં આધુનિક યુગના સમકાલીન ક્રાંતિકારીઓની જેમ તેમની પણ ઇતિહાસના ચોપડે ઝાંઝી નોંધ નથી લેવાય.
યુવા આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની “બિરસા મુંડા”ની આગેવાની હેઠળના આંદોલનમાં, જમીન – પતન અને લોકોના શોષણ વિરુદ્ધ અવાજ ઉઠાવવાના આંદોલનો મુખ્ય હતા. આ સમસ્યાઓ સદીઓથી રૂઢ થયેલી હતી પરંતુ તેમાં અંગ્રેજોના આગમનથી નોંધપાત્ર વધારો થતાં બિરસા મુંડાએ સંકલિત અવાજ ઉઠાવવાનું બીડું ઉપાડ્યું. બ્રિટિશ વહીવટ આવતાની સાથે જ, જમીનદારીની પ્રથા જે આ વિસ્તારના “મૂળ વસાહતીઓ” પ્રત્યે ઉદાસીનતા પેદા કરતી હતી, તેને અંગ્રેજો દ્વારા સ્થાપિત કાનૂની અને રાજકીય આંટીઘૂંટી દ્વારા નક્કર કરી શોષણના હથિયાર તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતું. આ બદલાવ માત્ર કાયદા પૂરતા સીમિત ન હતા , તેને સામૂહિક માલિકી અને મૌખિક ઇતિહાસ દ્વારા ટકી રહેલી પરંપરાગત સિસ્ટમ પર પણ અસર કરી. તદુપરાંત, પાશ્ચાત્ય કાયદાકીય અને રાજકીય ફેરફારો એ દેશના સામાજિક ગણોમાં પ્રવેશ કર્યો અને વર્ષો જૂની સંવાદિતા જે પેઢીઓથી ચાલી આવતી હતી તેને વિક્ષેપિત કરી. અંગ્રેજોની પ્રણાલીગત હિંસાની પૃષ્ટભૂમી વિરુદ્ધ બિરસા મુંડાએ “મુંડા આદિવાસી” સમુદાયને બ્રિટિશરો, મિશનરીઓ અને જમીનદારો સામે એકત્ર કરી શસ્ત્ર ચળવળ શરૂ કરી. તેમણે ધર્મને (અહીં ખાસ નોંધવું કે બિરસા અન્ય સમકાલીન ધર્મો જેવા કે હિન્દુ, ક્રિશ્ચયન, ઇસ્લામ, જૈન કે બૌદ્ધ કરતા પ્રકૃતિ ને ધર્મ તરીકે ગણવામાં આવતું જે મુંડા સભ્યતા ની એક ઓળખ હતી) પણ જોડે રાખી લોકોને એકજૂથ કર્યા અને વિસરાયેલ “મુંડા રાજ” પાછું લાવવા આહ્વાન કર્યું.
બિરસા એક સ્વપ્નદ્રષ્ટા હતા, પોતાના અનુભવોથી તે સમજી શક્યા કે, તેમના સમુદાયના લોકો કેવી વેદના ભોગવી રહ્યા છે. તેમણે માત્ર વિરોધ પ્રદશન કે બ્રિટિશ શાસન વિરોધી ચળવળ સુધી જ સીમિત ન રહેતાં જુલમ, વર્ચસ્વ અને શોષણના ઐતિહાસિક સાતત્યને ધરમૂળથી ભંગાણની પણ કલ્પના કરી. આ એ સમય હતો જ્યારે આદિવાસી લોકો તેમનો ઈતિહાસ અને સંસ્કૃતિને વિસરી રહ્યા હતા.
Site iconVibes Of India
અંગ્રેજોને તીર કમાનથી ઘૂંટણિયે પાડનાર : ધરતી આબા – બિરસા મુંડા
Ardent Geroy Ardent Geroy
10 months ago
9 August, વિશ્વ આદિવાસી દિવસ, આજે આખા વિશ્વમાં મૂળ વસાહતીઓ દ્વારા તેઓની સભ્યતા અને ધરોહર પર ગૌરવવંતી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ચાલો આજે એક એવા જ આદિવાસી ક્રાંતિકારી જેમને ભગવાન સમકક્ષ માનવામાં આવે છે તેમના વિશે જાણીએ.
19મી સદીના અંતમાં વસાહતી ભારત દેશના પૂર્વ ભાગ છોટા નાગપુર (આજનું છતિશગઢ/ઝારખંડ)માં આદિવાસી(મૂળનિવાસી લોકો)ની આગેવાની હેઠળની પ્રતિકારની ચળવળોમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી.આ ઉથલપાથલમાંથી ઉગરીને બહાર આવેલ નામ એટલે “બિરસા મુંડા” જેમની ભૂમિકાએ આદિવાસી હેતુઓને જીતવામાં મહત્વની રહી હતી, તેમની લડત અને રાજકારણ માત્ર આદિવાસીઓ પૂરતું સીમિત નહતું પણ દલિતો અને હાંસિયામાં ધકેલાયેલા વર્ગને સામાજિક ન્યાય પ્રાપ્ત કરાવવા પણ ધૂણી ધખાવી, તેમ છતાં આધુનિક યુગના સમકાલીન ક્રાંતિકારીઓની જેમ તેમની પણ ઇતિહાસના ચોપડે ઝાંઝી નોંધ નથી લેવાય.
યુવા આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની “બિરસા મુંડા”ની આગેવાની હેઠળના આંદોલનમાં, જમીન – પતન અને લોકોના શોષણ વિરુદ્ધ અવાજ ઉઠાવવાના આંદોલનો મુખ્ય હતા. આ સમસ્યાઓ સદીઓથી રૂઢ થયેલી હતી પરંતુ તેમાં અંગ્રેજોના આગમનથી નોંધપાત્ર વધારો થતાં બિરસા મુંડાએ સંકલિત અવાજ ઉઠાવવાનું બીડું ઉપાડ્યું. બ્રિટિશ વહીવટ આવતાની સાથે જ, જમીનદારીની પ્રથા જે આ વિસ્તારના “મૂળ વસાહતીઓ” પ્રત્યે ઉદાસીનતા પેદા કરતી હતી, તેને અંગ્રેજો દ્વારા સ્થાપિત કાનૂની અને રાજકીય આંટીઘૂંટી દ્વારા નક્કર કરી શોષણના હથિયાર તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતું. આ બદલાવ માત્ર કાયદા પૂરતા સીમિત ન હતા , તેને સામૂહિક માલિકી અને મૌખિક ઇતિહાસ દ્વારા ટકી રહેલી પરંપરાગત સિસ્ટમ પર પણ અસર કરી. તદુપરાંત, પાશ્ચાત્ય કાયદાકીય અને રાજકીય ફેરફારો એ દેશના સામાજિક ગણોમાં પ્રવેશ કર્યો અને વર્ષો જૂની સંવાદિતા જે પેઢીઓથી ચાલી આવતી હતી તેને વિક્ષેપિત કરી. અંગ્રેજોની પ્રણાલીગત હિંસાની પૃષ્ટભૂમી વિરુદ્ધ બિરસા મુંડાએ “મુંડા આદિવાસી” સમુદાયને બ્રિટિશરો, મિશનરીઓ અને જમીનદારો સામે એકત્ર કરી શસ્ત્ર ચળવળ શરૂ કરી. તેમણે ધર્મને (અહીં ખાસ નોંધવું કે બિરસા અન્ય સમકાલીન ધર્મો જેવા કે હિન્દુ, ક્રિશ્ચયન, ઇસ્લામ, જૈન કે બૌદ્ધ કરતા પ્રકૃતિ ને ધર્મ તરીકે ગણવામાં આવતું જે મુંડા સભ્યતા ની એક ઓળખ હતી) પણ જોડે રાખી લોકોને એકજૂથ કર્યા અને વિસરાયેલ “મુંડા રાજ” પાછું લાવવા આહ્વાન કર્યું.
બિરસા એક સ્વપ્નદ્રષ્ટા હતા, પોતાના અનુભવોથી તે સમજી શક્યા કે, તેમના સમુદાયના લોકો કેવી વેદના ભોગવી રહ્યા છે. તેમણે માત્ર વિરોધ પ્રદશન કે બ્રિટિશ શાસન વિરોધી ચળવળ સુધી જ સીમિત ન રહેતાં જુલમ, વર્ચસ્વ અને શોષણના ઐતિહાસિક સાતત્યને ધરમૂળથી ભંગાણની પણ કલ્પના કરી. આ એ સમય હતો જ્યારે આદિવાસી લોકો તેમનો ઈતિહાસ અને સંસ્કૃતિને વિસરી રહ્યા હતા.
બિરસા મુંડા બ્રિટિશ સામ્રાજ્યની ભૂમિકા હચમચાવી નાખનાર વ્યક્તિ તરીકે જ નહિ પણ દેશમાં આંતરિક સામ્રાજ્યવાદીઓ અને જમીનદારોને હંફાવનાર તરીકે પણ યાદ રહેશે. હકીકતમાં, તેમના બળવાએ વસાહતી બ્રિટિશ હકુમત પર એવી છાપ છોડી હતી કે અધિકારીઓને નવો કાયદો- “છોટા નાગપુર ટેનનશી એક્ટ” લાગુ કરવો પડ્યો, જેનાથી આખરે મુંડા સમુદાયના જમીનના અધિકારની સુરક્ષા સંતૃપ્ત થઈ.
9 જૂન, 1900 ના રોજ માત્ર ૨૫ વર્ષની વયે આદિવાસી ક્રાંતિમાં પોતાનું જીવ હોમી દીધા પછી પણ તેમનો સંઘર્ષ અને ચળવળ અલગ અલગ સ્વરૂપે અને સમયે ચાલુ જ રહ્યો છે અને આ ખાસ મહત્વનું એટલા માટે છે જ્યારે આપણે આજે, જુલમ સામેની લડતમાં કાયદાને કેવી રીતે વામણો કરવામાં આવી રહ્યો છે, તે જોઈ રહ્યા છીએ.