ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ ૧૦ ની બોર્ડ ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવા માં આવ્યું હતું .જેમાં દર વર્ષ ની જેમ આ વર્ષે પણ જી. એલ.આર.એસ સુથારપાડા હાલ કપરાડા ખાતે ચાલતી શાળા નું શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે.જેમાં શાળા માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ નો ઉત્કૃષ્ઠ દેખાવ રહો હતો.જેમાં પ્રાંજલબેન જગદીશભાઈ ભોયા ૬૦૦ માંથી ૫૦૬ ગુણ મેળવી ૯૪.૮૭ રેન્ક સાથે ૮૪.૩૩ ટકા A૨ ગ્રેડ મેળવી શાળા માં પ્રથમ રહી હતી.,ભાવનાબેન બાળુભાઈ સવરા ૫૦૨ ગુણ પ્રાપ્ત કરી ૮૩.૬૬ ટકા મેળવી A૨ ગ્રેડ સાથે દ્વિતિય ક્રમે રહી હાતી .આ ઉપરાંત શિવાંગીબેન સતિષભાઈ ચૌધરી ૪૯૯ માર્ક સાથે ૮૩.૧૬ ટકા મેળવી A૨ ગ્રેડ સાથે શાળા માં તૃતીય ક્રમે આવી હતી.ઉલ્લેખનીય છે.કે આ શાળાનું 92.97 ટકા પરિણામ આવ્યું હતું.જેમાં ૮ વિદ્યાર્થીનીઓ એ A૨ ગ્રેડ મેળવી શાળા નું ગૌરવ વધાર્યું છે.શાળા માં ઉત્કૃષ્ઠ દેખાવ કરનાર અને પાસ થયેલી તમામ વિદ્યાર્થીનીઓ ને શાળા ના આચાર્ય પ્રવિણ ભાઈ ભોયા,શિક્ષિકા ધર્મિષ્ઠાબેન પઢીયાર ,પ્રકાશભાઈ દળવી તથા સ્ટાફ દ્વારા અભિનંદન પાઠવવા માં આવ્યા હતા.