વલસાડ જિલ્લાના કપરાડા ના મુખ્ય સેન્ટર નેશનલ હાઇવે સર્કલ નાનાપોઢા બિરસા મુંડાની 122મી પૂણ્ય તિથી ની ઉજવણી સાથે બિરસા મુંડા સર્કલ નું નામ કરણ કરવામાં આવ્યું હતુ .આદિવાસી નેતા જ્યેન્દ્ર ગાંવિત અને હરેશભાઇ પટેલ દ્વારા બિરસા મુંડા વિશે માહિતી આપી હતી.
સમસ્ત આદિવાસી સમાજ દ્વારા માજી સૈનિક ઉત્તમભાઈ કુંવર ભગુભાઈ ,નવીનભાઈ ,દિનેશભઈ, બીપીનભાઈ દ્વારા પ્રકૃતિ ની પૂજા કરવામાં આવી હતી. બે મિનિટ મૌન ધારણ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જેમનું આદિવાસીઓ આજે પણ ગર્વથી સ્મરણ કરે છે. આદિવાસીઓનાં હિત માટે સંઘર્ષ કરી ચૂકેલા બિરસા મુંડાએ તત્કાલીન બ્રિટિશશા સન સામે પણ બાથ ભીડી હતી.
આદિવાસી ( મૂળનિવાસી લોકો) ની આગેવાની હેઠળની પ્રતિકારની ચળવળોમાં ભારે જોવા મળી હતી.આ ઉથલપાથલ માંથી ઉગરીને બહાર આવેલ નામ એટલે “બિરસા મુંડા” જેમની ભૂમિકાએ આદિવાસી હેતુઓને જીતવામાં મહત્વની રહી હતી, તેમની લડત અને રાજકારણ માત્ર આદિવાસીઓ પૂરતું સીમિત ન હતું સામાજિક ન્યાય પ્રાપ્ત કરાવવા પણ ધૂણી ધખાવી, તેમ છતાં આધુનિક યુગના સમકાલીન ક્રાંતિકારીઓની જેમ તેમની પણ ઇતિહાસના ચોપડે ઝાંઝી નોંધ નથી લેવાય.યુવા આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની “બિરસા મુંડા”ની આગેવાની હેઠળના આંદોલનમાં, જમીન – પતન અને લોકોના શોષણ વિરુદ્ધ અવાજ ઉઠાવવાના આંદોલનો મુખ્ય હતા. આ સમસ્યાઓ સદીઓથી રૂઢ થયેલી હતી પરંતુ તેમાં અંગ્રેજોના આગમનથી નોંધપાત્ર વધારો થતાં બિરસા મુંડાએ સંકલિત અવાજ ઉઠાવવાનું બીડું ઉપાડ્યું હતુબિરસા મુંડાયુવા આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની “બિરસા મુંડા”122મી પૂણ્ય તિથી ની ઉજવણી માં કપરાડા અને પારડી તાલુકાના સામાજિક અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહયા હતા.