વલસાડ જિલ્લાના કપરાડા પારડી વલસાડ અલગ અલગ વિસ્તારમાં પવન ગાજવીજ સાથે વરસાદ નું થયું આગમન

0
421

વલસાડ જિલ્લાના કપરાડા પારડી વલસાડ અલગ અલગ વિસ્તારમાં પવન ગાજવીજ સાથે વરસાદ નું થયું આગમન સાથે એક અકસ્માતની ઘટના 100 ની પીસીઆર પોલીસ વાન અને બોરિગ ટ્રક અકસ્માતમાં પલટી મારી

તો છેલ્લા કેટલાક દિવસથી ગુજરાત અને દેશના અન્ય ભાગોમાં લોકો આકરી ગરમી અને બફારાનો સામનો કરી રહ્યું છે ત્યારે હવે વહેલી તકે લોકોને આ ગરમી અને ઉકળાટમાંથી રાહત મળવા જઈ રહી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાકમાં ગમે ત્યારે ચોમાસાનું ગુજરાતમાં સત્તાવાર રીતે આગમન થઈ શકે છે. હાલમાં ચોમાસુ મહારાષ્ટ્રમાં મુંબઈ સુધી પહોંચી ગયું છે અને તેને આગળ વધવા માટે સાનુકૂળ માહોલ સર્જાયો છે.

વલસાડ જિલ્લાના વાહન વ્યવહાર માટે ઉપયોગી માર્ગ કપરાડાના ભંડારકચ્છ ગામમાં ચોમાસાની શરૂઆતમાં પોલીસ ભોગ બની વરસાદી પાણીથી બોરિંગ ની ટ્રંક બ્રેક કરતા પોલીસ ની સાથે અકસ્માત ની ઘટના બનતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. પોલીસ કર્મીઓનો ચમત્કારી બચાવ થયો છે. હવે જોવાનું રહ્યું કેટલાક વાહનો ભોગ બનશે ?

બપોરે પછી હવામાનમાં પલટો કુદરતી પ્રકૃતિ નો નજારો

વલસાડ જિલ્લામાં ગઈકાલ થી પવન વાદળ સાથે આવેલા વરસાદના પગલે કાળઝાળ ગરમી વચ્ચે જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. આમ તો દર વર્ષે દક્ષિણ ગુજરાતમાં 15 જૂનથી વરસાદનું આગમન થઇ જતું હોય છે. પરંતુ ચાલુ વર્ષે પાંચ દિવસ પહેલા ચોમાસું ત્યારે ગઇકાલે મોડી વલસાડ શહેર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વરસાદ શરૂ થયો હતો. જિલ્લાના કપરાડા પારડી અને વલસાડ સહિતના પંથકમાં ગાજવીજ સાથે વરસાદનુ આગમન થયું છે. જોકે, મોસમનો પ્રથમ વરસાદ વીજ પુરવઠો ખોરવાયો છે.

જિલ્લામાં 15 જૂન પહેલા ભારે વરસાદની આગાહી
જિલ્લામાં ગઈકાલે ઝરમર વરસાદનો પ્રારંભ થયો છે. જોકે, બીજી તરફ જિલ્લામાં હજુ પણ બફારો યથાવત છે. આગામી 15 જૂન પહેલા ભારે વરસાદ પડવાની આગાહી હવામાન તંત્રએ પણ વ્યક્ત કરી છે. ત્યારે વિધિવત રીતે ચોમાસુ જિલ્લામાં દર વર્ષે 15 જૂનથી પ્રવેશ કરતું હોય છે. એવા સંજોગોમાં 15 જૂન સુધીમાં જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદ પડવાનાં એંધાણ વર્તાઇ રહ્યા છે. હજુ પણ જિલ્લામાં બફારો યથાવત છે. વરસાદ પડવાની આગાહી હવામાન તંત્ર વ્યક્ત કરી છે. ત્યારે સારો વરસાદ રહેવાની આશા સાથે ખેડૂતોએ વાવેતરની શરૂઆત પણ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, હવે વાવેતર બાદ ખેડૂતો સારા વરસાદની આશા વ્યક્ત કરી રહ્યા છે.

Ad..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here