કપરાડા તાલુકાના ધોધડકુવા ગામે મહિલા કામદારોની ઈક્કો વાન ધડાકા ભેર હાઈ ટેનશન વીજ પોલ સાથે થયો અકસ્માત

0
288

કપરાડા તાલુકાની અસ્ટોલ પાણી પુરવઠાની યોજના તંત્રની બેદરકારી થકી થયો અકસ્માત

  • ગ્રામજનોની જાગૃતિનો અજ્ઞાનતા ને લઈને કામોમાં અનેક પ્રકારની ક્ષતિઓ જોવા મળી રહી છે.લોકોને કહેવું છે કે સરકાર નું કામ છે એટલે કોઈ વ્યક્તિ બોલી શકે એમ નથી.

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ધોધડકુવા ગામમાં અસ્ટોલ પાણી પુરવઠા યોજના અને વાસમો પ્રોજેક્ટના અધિકારી ઓની મહેરબાની થકી કોન્ટ્રાક્ટર દ્વારા પાઇપલાઇન નાખવા માટે ખોદકામની ક્ષતિ થકી વરસાદ પડી રહ્યો હતો રોડ પર ખોદકામ માટી કાદવ હોવાથી મહિલા કામદારોની ઈક્કો વાન રોડ પરથી ઉતરી જતા દક્ષિણ ગુજરાત વીજ કંપની હાઈ ટેનશન પોલ સાથે સાથે અકસ્માત સર્જાયો હતો .ચાલુ વીજ પ્રવાહ હતો. પોલ તૂટી ઇકકો પર પડ્યો હતો.ઈક્કો વાન માં 10 થી વધુ મહિલા કામદારો હોવાનું જાણવા મળે છે. અકસ્માત થતા વીજ પ્રવાહ બંઘ થઈ જવાથી મહિલા કામદારો બચાવ થયો હતો. અકસ્માત થતા મહિલા ઓ દરવાજો ખોલીને ભાગી ગઈ હતી.મોટી દુર્ઘટના થઇ હોત જેના જવાબદાર કોણ ?આ ગંભીર ઘટનાઓ બની હોત જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટ સામે કામની બેદરકારી સામે લોકોમાં ભારે રોષ ફેલાયો છે.અસ્ટોલ પાણી પુરવઠાનું કામ અસ્ટોલ અને વાસમો દ્વારા પાઇપલાઇનું કામ માટે કોન્ટ્રાક્ટ પોતાના કામની સરળતા માટે જાહેર માર્ગ પર ખોદકામ કરવામાં આવ્યું છે. માથા ભારે કોન્ટ્રાક્ટરો પોતાની મનમાની કરી કામ કરવામાં આવ્યું છે. પાઇપલાઇન નાખવામાં આવી છે. એ ખોદકામ રોડને અડીને કરવામાં આવ્યું હતું વારંવાર અનેક રજૂઆતો કરવામાં આવી હતી પણ અધિકારીઓ એકપણ દિવસ ફરકિયા નથી.ચોમાસું પહેલા જે પણ કામ કરવામાં આવ્યું છે એ પુરી આપવામાં આવીશે એવું અનેકવાર ગ્રામજનોને કહેવામાં આવ્યું હતું.હવે ચોમાસુંની શરૂઆત થઈ ગઈ છે બે દિવસમાં વરસાદ બે અકસ્માત તો સર્જાયા છે.નિયોમો મુજબ ખોદકામ એક મીટર હોવું જોઈએ. પણ રોડની ધાર પરથી ખોદવામાં આવ્યુ છે. રોડ પરથી વાહન ઉતારી શકાય એમ નથી. હાલમાં ચોમાસાની શરૂઆત માટી રોડ પર સાઇટ પર ખોદકામ કરવામાં આવ્યું જે થકી વાહનો ગરકાવ અને સ્લીપ થવાની ઘટના બની રહી છે.વરસાદ પહેલા દિવસથી અકસ્માત શરૂઆત થઈ ગઈ છે.દર વર્ષે ચોમાસુમાં અનેક વિસ્તારોમાં વાહનો ફસાયેલાના બનાવો બન્યા હતા.આ અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના માટે કપરાડા થઈ રહેલા કામો અધિકારી ઓની લાપરવાહી અને કોન્ટ્રાક્ટરની મનમાની સામે આવી છે પાણી પુરવઠા અંતર્ગત થઈ રહેલા કામોમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલા માર્ગ પર પાઇપલાઇન નાખવામાં આવી છે.
હાલમાં રસ્તોઓ બદતર હાલત થતા વાહન ચાલકોની કફોડી સ્થિતિ બની છે. ગ્રામજનોની જાગૃતિનો અજ્ઞાનતા ને લઈને કામોમાં અનેક પ્રકારની ક્ષતિઓ જોવા મળી રહી છે.લોકોને કહેવું છે કે સરકાર નું કામ છે એટલે કોઈ વ્યક્તિ બોલી શકે એમ નથી.હાલમાં અસ્ટોલ પાણી પુરવઠા ની યોજના અંતર્ગત થઈ રહેલા કામો જે કામો થઈ રહ્યા છે ગ્રામ્ય વિસ્તારોમાં પાઇપલાઇન નું જે પણ કામ ચાલી રહ્યું એમાં વાસમો અને અસ્ટોલ પાણી પુરવઠાના કોન્ટ્રાક્ટર દ્વારા થઈ રહ્યા છે. જેમાં ટાંકી માં પાણી પહોંચાડવા નું કામ અસ્ટોલ પાણી પુરવઠાના કોન્ટ્રાક્ટર છે. ટાંકી થી ઘર સુધીના નળ માટે વાસમો દ્વારા કોન્ટ્રાક્ટર કામ કરે છે. એક કામ માટે બે વખત ખોદકામ કરવામાં આવ્યું છે. જે કોન્ટ્રાક્ટર જી સી પી દ્વારા કરવામાં આવે છે ખોદકામ પોતાની સરળતા રહે એ રીતે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડ ખોદકામ ની કોઇ મંજૂરી આપવામાં આવી નથી.માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી તપાસ કરી રીપેર કામ કરવા આવે અને કોઈ મોટી દુર્ઘટનાઓ ના બની શકે. ઉલ્લેખનીય છે કે અસ્ટોલ પ્રોજેક્ટ અને વાસમો સામે કાયદેસરની કાર્યવાહી કરે એ સમયની માંગ છે.AD…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here