
ગુજરાતમાં આવેલા અમદાવાદમાં ગેરકાયદે બાંધકામો પર ગઈ કાલે બુલડોઝર ફરી વળ્યાં હતાં. અમદાવાદના જુહાપુરા, વેજલપુર, ઇસનપુર સહિતના વિસ્તારમાં બિનઅધિકૃત બાંધકામ મ્યુનિસિપલ કૉર્પોરેશને તોડી પાડીને ટી. પી. રોડ ખુલ્લો કર્યો હતો. ૨૯ દુકાનો તેમ જ ૫૭૦ મીટર વૉલ કમ્પાઉન્ડ દૂર કરીને ૨૫૯૪ ચોરસફુટ જગ્યા ખુલ્લી કરવા સાથે ૫૮૦ રનિંગ મીટર લંબાઈનો ટી. પી. રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો.ઇસનપુર વિસ્તારમાં ૩૫ રહેણાક અને ૪ દુકાનો દૂર કરીને ૩૫૦ મીટર રનિંગ મીટર લંબાઈનો રસ્તો ખુલ્લો કરાયો હતો.