ખેરગામ ચોર્યાસી મેવાડા બ્રાહ્મણસમાજ ઓરવાડ- ઉદવાડા સંચાલીત એકલિંગજી ચેરીટેબલ ટ્રસ્ટ ના મુખ્ય યજમાન પદે આજે ખેરગામમાં કથાકાર શ્રી પ્રફુલભાઈ શુકલની ૮૦૪ મી શ્રી રામકથા નો મંગલ આરંભ કરવામાં આવ્યો હતો.ઉજ્જવલ ભારત યુટ્યૂબ ચેનલ અને ફેસબુક દરરોજ સવારે ૯ થી ૧૧ ચાલનારી માનસ મર્મજ્ઞ રામકથા માં પ્રો.ભાર્ગવ દવે દ્વારા દરરોજ એક પ્રશ્ન પૂછવામાં આવશે.દૈનિક યજમાન પદે આજે બીલીમોરાના મનીષાબેન રાજેન્દ્રભાઈ પટેલ દ્વારા પોથીપૂજન કરવામાં આવ્યું હતું.વ્યાસપીઠ પરથી કથાકાર પ્રફુલભાઈ શુક્લ એ કહ્યું હતું કે આ પ્રાચીન કથામાં અધાચીન સમસ્યાનો ઉકેલ અને ભવિષ્યનું માર્ગદર્શન સમાયેલું છે.મંગલ ભવન શ્રી રામ સંસારનું સકલ અમંગલ હરવામાં સમર્થ છે.બ્રહ્મભોજન દાતા જગદીશચંદ્ર રણછોડભાઈ પટેલ કારેલી – ગંગાધરા દ્વારા ટેલીફોનિક સંકલ્પ લેવાયો હતો.એકલિંગજી ચેરીટેબલ ટ્રસ્ટ વતી પ્રશાંતભાઈ પટેલે પોથીપૂજન કર્યું હતું.