ચીખલી કોલેજમાં શારદા ફાઉન્ડેશન દ્વારા દર્શનભાઈ અરવિંદભાઈ દેસાઈ દ્વારા સ્વામિનારાયણ નર્સીગ કોલેજ અને ડૉ.ચિંતન ગાંધી ના સહયોગથી ૧૬ બેડ (૫૦ બેડ ની તૈયારી) સાથે કોવિડ-૧૯ ના આઈશોલેશન કેન્દ્ર ની આજે ગુજરાત ભા.જ.પ પ્રદેશ પ્રમુખ માનનીય શ્રી સી.આર.પાટીલ અને કથાકાર શ્રી પ્રફુલભાઈ શુક્લ દ્વારા શરૂઆત કરવામાં આવી હતી
.આ પ્રસંગે આશીર્વચન આપતા કથાકાર પ્રફુલભાઈ શુક્લ એ કહ્યું હતું કે દર્શનભાઈ દેસાઈ દ્વારા શરૂ થયેલા આ સેવા યજ્ઞથી ચીખલી , ખેરગામ , વાંસદા , મહુવા અને ગણદેવી તાલુકાના લોકોને સારવાર નો લાભ મળશે.સખત પરિશ્રમ કરીને સમગ્ર ગુજરાત નું ધ્યાન રાખતા પ્રદેશ પ્રમુખ માનનીય શ્રી સી.આર.પાટીલ સાહેબે “પ્રાણીનામ આર્તનાશનમ” ચરિતાર્થ કર્યું છે.બીજાના દુઃખ માં દુઃખી થઈને સી.આર.પાટીલે રાજધર્મ નિભાવ્યો છે.આ પ્રસંગે ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ , ભાજપ જિલ્લા પ્રમુખ શ્રી ભુરાલાલ શાહ , જીલ્લા ઉપપ્રમુખ શ્રી અશોકભાઈ ગજેરા , મહિલા અગ્રણી સુમિત્રાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.