“કોરોના અને રક્તબીજ સમાન છે, એનો નાશ મહાકાલી માતા કરશે એવો અમારો વિશ્વાસ છે” ઉપરોક્ત શબ્દો આજે દુર્ગાષ્ટમીના દિવસે ખેરગામ જગદંબધામમાં ચાલી રહેલી કથાકાર પ્રફુલભાઈ શુકલની ૮૦૩મી ચૈત્રી નવરાત્રી અનુષ્ઠાન ફેસબુક ઓનલાઈન દેવી ભાગવત કથામાં વ્યાસપીઠ પરથી પૂ.પ્રફુલભાઈ શુકલએ ઉચ્ચાર્યા હતા. કૈલાસબેન પરમાર-ઓલપાડ, અને કૈલાસબેન પ્રભાકરભાઈ અટારા-નાની વહિયાળ દ્વારા માતાજીની રાજ્યોપચાર પૂજા કરીને નારિયેળનો ભોગ ચડાવવામાં આવ્યો હતો. અનંતકુમાર કરમચંદ જેઠવા દીવ-ઘોઘલા અને અમિતભાઈ મિશ્રા વલસાડના ટેલિફોનિક સંકલ્પ દ્વારા નવચંડી મહાયજ્ઞ સંપન્ન કરવામાં આવ્યો હતો. સાથે નવદુર્ગા (નવ કુવારીકા)નુ પૂજન કરી ભોજન કરાવી ભેટ અર્પણ કરવામાં આવ્યુ હતુ. નિત્ય કર્મ પ્રમાણે વિપ્રવૃન્દ દ્વારા સપ્તસતી ચંડીપાઠ નો પાઠ કરવામાં આવ્યો હતો કથા બાદ પૂ.બાપુ દ્વારા ૧૦૮ દીવડાની મહાઆરતી ઉતારવામાં આવી હતી. કાલે નવમા દિવસે પૂર્ણાહુતિ સત્રની કથા કરવામાં આવશે. નવમે નોરતે સિદ્ધિદાત્રી માતાજીને તલનો વિશિષ્ટ ભોગ ચડાવી તલ ભૂદેવોને આપવામાં આવશે આ પૂજા-અર્ચના થી જીવનમાં અભયતા આવે છે એવુ વિદ્વાન આચાર્યોનુ કહેવુ છે. પૂ.બાપુ દ્વારા સર્વ માય ભક્તોને ઘરે રહી સ્વાસ્થ્યનુ ધ્યાન રાખી ભક્તિ કરવાની વિનંતી કરવામાં આવી હતી.
good