ગુજરાતમાં આવનારી ગ્રામ પંચાયતની ચૂંટણી સાચા અર્થમાં બીન રાજકીય રીતે ચૂંટણી કરાવવા અંગે આવેદનપત્ર

0
228

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના જ્યેન્દ્ર ગાંવિત દ્વારા વલસાડ કલેક્ટરને આપવામાં આવ્યું આવેદનપત્ર

આદિવાસી સમાજ આપની પાસે કેટલાક મુદ્દાઓ ઉપર ધ્યાન દોરવા અને તેના ઉપર કડકાઈથી પગલા લેવા અને સંવેધાનિક રીતે હક અધિકારનો અને કાયદાની અમલવારી કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું.

અત્યાર સુધી કોઈ પણ ચૂંટણી આવતી હોય ત્યારે સ્વતંત્ર રીતે મત આપવા માટેનો સૌને અધિકાર મળેલ છે. તેનું ખુલ્લેઆમ ઉલંઘન થતું આવેલ છે, ભારત દેશનું સંવિધાન કહે છે તે મુજબ “નહી લોકસભા, નહી વિધાન સભા, સબસે ઉંચી ગ્રામ સભા આ રીતે ગ્રામ પંચાયતની ચુંટણીને રાજકીય તરીકે ધોષીત કરેલ છે. ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કેટલાક સમય થી રાજકીય સ્વરૂપ આપી કપરાડા તાલુકાના તમામ ગામડાઓમાં તણાવ ભર્યો માહોલ ઉભો થાય છે.

અને ગામમાં અશાંતિ ફેલાય છે.મારામારી ઝગડાઓ થાય છે. જાતીભેદ, મતભેદ અને પાર્ટીઓમાં વિભાજીત થઈ શાંતીમય જીવનમાં અશાંતી ફેલાવો અંદાવતની ભાવનાઓ પેદા થાય છે ત્યારે આવી પરિસ્થિતિ અમારા વિસ્તારમાં ના થાય તેના માટે કેટલીક બાબત પર આપ ધ્યાન દોરવા અને તેના ઉપર કડક પગલા લેવા માટે નીચે મુજબના મતાઓ રજુઆત કરીએ છીએ.

અને એ સંદર્ભે આવેદન પત્ર આપવાની ફરજ પડેલ છે.જેમાં અમારા મુદ્દાઓ છે.ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બીનરાજ કીય રીતે થાય તેના માટે કોઈ પણ રાજ કીય પાર્ટીના સીમ્બોલ, બેનર કે હોદ્દેદારોના ફોટાઓ હોવા જોઈએ નહી. જે ચૂંટણી જાહેર થયે દૂર કરાવવા.ગ્રામ પંચાયતની ચુંટણી દરમ્યાન કોઈ પણ ગામની અંદર ગામના ઉમેદવાર અને ગામના બીન રાજકીય માણસો દ્વારા જ પ્રચાર પ્રસાર કરવામાં આવે અથવા થાય. કોઈ પણ બીજા ગામની વ્યકિત, પાર્ટી કે ધાર્મીક સંગઠનો દ્વારા અથવા ધર્મના નામે પ્રચાર પ્રસાર ન થાય તેવી વ્યવસ્થા જાળવવી અને સંપૂર્ણ સંવેધાનિક રીતે અને કાયદાના આધિન ચુંટણી કરાવવી.

ગ્રામ પંચાયતની ચૂંટણી દરમ્યાન કોઈ પણ ગામની અંદર સરકારશ્રીની યોજનાઓ અને વિકાસની કામગીરી દર્શાવતા બેનરો ઉપર કોઈ પણ પાર્ટીના હોદ્દેદારોના ફોટા કે સીમ્બોલ હોવો જોઈએ નહી અને હોય તો એવા બેનરો તાતકાલીક ધોરણો હટાવી લેવા.

ગ્રામ પંચાયતની ચૂંટણી દરમ્યાન દરેક વિસ્તારમાં જાતિ આધારીત અનામત મુજબ સીટ જાહેર કરવામાં આવતી હોય છે. ત્યારે ખાસ કરીને કપરાડા વિસ્તાર મહદ અંશે આદિવાસી વિસ્તાર ધરાવતા હોય માટે આદિવાસી અનામતની સીટ ઉપર આદિવાસી ઉમેદવાર જ હોવો જોઇએ.

કોઇ ઉમેદવાર કોઈ પાર્ટીનો હોય કે, કોઈ ધર્મને વરેલો હોય તેવા ઉમેદવાર આદિવાસી સમાજ માટે ખૂબ જોખમી દાયક છે. કારણ કે સરપંચ ચૂંટાયા પછી કાયદેસર રીતે કામ કરવાના બદલે રાજકીય પાર્ટીના આધિન અદાવતની ભાવનાથી અને ધાર્મીક ભાવનાથી અને ધર્મને પ્રોત્સાહિત કરવાના કામો કરતા હોય છે. માટે સમરત્ત આદિવાસી સમાજ સાચા આદિવાસી ઉમેદવાર સરપંચ થાય તેમ ઈચ્છે છે. માટે તેના સાચા આદિવાસી તરીકે, બીન રાજકીય તરીકે, અને બીન ધાર્મીક છે કે નહી તેણી ચકાસણી કરી ઉમેદવારીપત્રની ખરાઈ કરવી.

આમ અત્યાર સુધીમાં જેટલી પણ ચૂંટણીઓ થઈ છે તેમાં ઉપરોકત બાબતો હરહંમેશ સામે આવે છે. માટે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બીનરાજકીય થાય તેના માટે ખાસ તકેદારી રાખવા સમસ્ત આદિવાસી સમાજ કપરાડા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સદર બાબતે કોઈ કાર્યવાહી કરવામાં નહી આવે તો સમસ્ત આદિવાસી સમાજ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરેશે. જેની સામે જવાબદારી વહીવટીતંત્ર જવાબદાર અધિકારીની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here