ગુજરાતભરમાં કોલ્ડવેવની હવામાન ખાતાની આગાહી, હજુ બે દિવસ અતિભારે, આબુ માઈનસ 1.5 ડિગ્રી સાથે ઠંડુંગાર

0
198

ઉત્તરના બર્ફિલા ઠંડા પવનની અસર ગુજરાતના વાતાવરણ પર થઇ રહી છે. ગુજરાતમાં સતત ત્રીજા દિવસે મોટા ભાગના શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાન ૧૨ ડિગ્રીથી નીચે નોંધાયું છે. રવિવારે પણ નલિયા ૮.૪ ડિગ્રી સાથે રાજ્યમાં ઠંડુંગાર રહ્યું હતું જ્યારે અમદાવાદમાં ૧૩.૬ ડિગ્રીએ સરેરાશ લઘુતમ તાપમાનનો પારો રહ્યો હતો.

જ્યારે ગાંધીનગરનું લઘુતમ તાપમાન ઘટી ૧૦ ડિગ્રીએ પહોંચીજતા લોકો ઠુંઠવાયા હતા. હવામાન વિભાગે હજુ આગામી બે દિવસ દરમિયાન નલિયામાં કોલ્ડવેવ રહેવાની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતની સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૨૪ કલાક સુધી કોલ્ડવેવની અસર જોવા મળશે. જેથી વર્તમના ઠંડીનું મોજુ જળવાઇ રહેશે.

ઉત્તર ભારતમાં છેલ્લા એક અઠવાડિયાથી ભારે હિમવર્ષા થઇ રહી છે. જેની સીધી અસર ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પણ જોવા મળી રહે છે બનાસકાંઠામાં પણ એક અઠવાડિયાથી ઠંડીનો પારો ગગડી ગયો છે. ૫થી ૭ ડિગ્રી તાપમાન ઘટી જતાં અહીં ૮ ડિગ્રી તાપમાન થઈ ગયું છે. જેની સીધી અસર લોકોના જનજીવન પર પડી રહી છે.

માઉન્ટ આબુ માઈનસ ૧.૫ ડિગ્રી સાથે ઠંડુંગાર

રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાનનો પારો માઇનસ ૧.૫ ડિગ્રી પહોંચી ગયું છે. જેથી સહેલાણીઓની હાલત કફોડી બની છે. આમ છતાં પણ આજે રવિવારની રજામાં ઠંડીની મોજ લેવા માટે સહેલાણીઓ ઉમટયા હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here