આખલાનો આતંક:કોડીનારમાં રાહદારી પાછળ આખલો દોડ્યો, ઉછાળીને જમીન પર પટક્યો, ધારાસભ્યના કાર્યાલય સામે બનેલી ઘટના CCTVમાં કેદ

0
308

ગીર-સોમનાથના કોડીનાર શહેરમાં ધારાસભ્યના કાર્યાલયની સામે રખડતા આખલાએ એક રાહદારીને પાછળથી શિંગડાંથી ફંગોળી દઈ પછાડી દેતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે. આવી ઘટના છેલ્‍લા ત્રણ મહિનામાં બીજી વખત બની હોવાથી લોકોમાં બજારમાં નીકળવાના સમયે ભયની લાગણી પ્રસરી છે.

આખલાએ ફંગોળતાં રાહદારીને માથાના ભાગે ઇજા પહોંચી
કોડીનાર શહેરની બજારમાં ધારાસભ્યના કાર્યાલયની સામેના રસ્‍તા પર એક રાહદારી ચાલીને રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્‍યારે એકાએક પાછળથી દોડીને આવેલા એક આખલાએ તેને શિંગડાંથી ઊંચકી લઈ ફંગોળીને પછાડી દીધો હતો, જેથી તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી પ્રથમ કોડીનાર અને ત્‍યાર બાદ વેરાવળની હોસ્‍પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી, જેના ફૂટેજ વાઇરલ થતાં કોડીનારમાં રખડતા-ભટકતા આખલાઓનો કેવો આતંક છે એની પ્રતીતિ કરાવતી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

આખલાઓના ધામાથી રાહદારીઓની મુશ્કેલી વધી
અત્રે નોંધનીય છે કે કોડીનારના અનેક વિસ્‍તારો અને ધારાસભ્યની ઓફિસ આસપાસના રસ્‍તાઓ પર અનેક આખલાઓના ધામા જોવા મળે છે, જેથી રાહદારી અને વાહનચાલકોને મોટી મુશ્કેલી પડી રહી છે. તો સીસીટીવી કેમેરામાં વાઇરલ થયેલી ઘટના છેલ્લા ત્રણ મહિનામાં બીજી વખત બની હોવાનું લોકો જણાવી રહ્યા છે. ત્‍યારે શહેરમાંથી રખડતા-ભટકતા આખલાઓના આતંકને દૂર કરવા તંત્ર શું કરી રહ્યું છે ? એવો સવાલ લોકો કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here