ગાંધીનગર ખાતે માતા હીરાબાને મળી આશીર્વાદ લેતા પીએમ મોદી. આજે હીરાબાનો છે 100 મો જન્મદિવસ

0
256

ગાંધીનગર ખાતે માતા હીરાબાને મળી આશીર્વાદ લેતા પીએમ મોદી. આજે હીરાબાનો છે 100 મો જન્મદિવસ

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની મુલાકાતે છે ત્યારે આજે તેમની માતા હીરાબાનો 100 મો જન્મદિવસ છે ત્યારે તેમને મળવા રાજભવનથી માતાના ઘેર રાયસણ ખાતે પહોંચ્યા હતા.

જ્યાં કારમાંથી ઉતરતા સમયે તેમના હાથમાં એક ગિફ્ટ બેગ પણ જોવા મળી હતી. માતા હીરાબા સાથે તેમણે અડધો કલાક મુલાકાત કરી અને આશીર્વાદ મેળવ્યા હતા. આજે માતા હીરાબાનો 100મો જન્મદિવસ પણ છે તેમણે માતાને શુભેચ્છા પણ પાઠવી હતી. પીએમ મોદી જયારે જયારે ગુજરાત આવે છે ત્યારે તેઓ માતાને મળવાનું અને આશીર્વાદ લેવાનું ચૂકતા નથી. આજે પણ પીએમ પાવાગઢ રવાના થતા પહેલા સવારે માતાના ઘેર પહોંચ્યા હતા ત્યાં તેમના ચરણ ધોઈ તેમના આશીર્વાદ લીધા હતા અને તેંમનું મો મીઠું કરાવતા નજરે જોવા મળ્યા હતા તેંમજ તેમના ચરણ સ્પર્શ કરી અને આશિષ મેળવ્યા હતા.

Ad….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here