પાવાગઢ નજીક વિકસાવેલું ‘વિરાસત વન’ એટલે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની નૈસર્ગિક ધરોહરને નવી પેઢી સુધી લઈ જવાનો સચોટ પ્રયાસ…

0
319

પાવાગઢ નજીક વિકસાવેલું ‘વિરાસત વન’ એટલે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની નૈસર્ગિક ધરોહરને નવી પેઢી સુધી લઈ જવાનો સચોટ પ્રયાસ…

વર્ષ ૨૦૧૧માં તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જેપુરા-પાવાગઢ ખાતે વન મહોત્સવની ઉજવણી દરમિયાન ‘વિરાસત વન’નું નિર્માણ કરાવ્યું હતું. ઐતિહાસિક-સાંસ્કૃતિક મહત્વ ધરાવતા આ વનમાં સાત પ્રતિક વન જેવા કે આનંદ વન, આરોગ્ય વન, આરાધ્ય વન, સાંસ્કૃતિક વન, આજીવિકા વન, નિસર્ગ વન, જૈવિક વનનો સમાવેશ થાય છે અને દરેક પ્રતિક વનનું પોતાનું એક આગવું મહત્વ છે.

એક અંદાજ પ્રમાણે અત્યાર સુધીમાં ૮૬ હજારથી વધુ પર્યટકોએ વિરાસત વનની મુલાકાત લઈ પ્રકૃતિના સૌદર્યનો નજીકથી નિહાળવાનો અને તેને મહેસૂસ કરવાનો અવસર મેળવ્યો છે.

#gujaratinformation #GOGConnect #mahitigujarat #infogujarat #cmogujarat #gujarattourism #Gujarat #pavagadh

Ad..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here