જીએનએ ગાંધીનગર:
પોલીસ મહાનિદેશક, સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ, ગુ.રા.,ગાંધીનગરનાઓના હુકમથી અને પોલીસ મહાનિરીક્ષકશ્રી (ક્રાઇમ-૧) સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ, ગુ.રા., ગાંધીનગરનાઓના માર્ગદર્શન પ્રમાણે નાર્કોટીક્સ સેલ, સી.આઇ.ડી. ક્રાઇમ દ્વારા અમદાવાદ ગ્રામ્ય બાવળા પો.સ્ટે. ગુ.ર.નં.-૧૧૧૯૨૦૦૮૨૧૦૪૦૪/૨૦૨૧, તા.૨૩/૦૬/૨૦૨૧, NDPS એક્ટ કલમ ૮(સી), ૨૧(સી), ૨૯ મુજબ Rexosun COUGH Syrup Chlorpheniramine Maleate & Codine Phosphate Syrup બોટલ નંગ-૫૬ કિ.રૂ.૦૭,૦૬૦/- ના મુદ્દામાલ સાથે (૧) પૃથ્વીરાજસિંહ ઉર્ફે લાલો બકુલસિંહ ઉર્ફે બકાભાઇ ચાવડા રહે, કાવિઠા, તા.બાવળા જી. અમદાવાદ. (૨) કિશનભાઇ જસવંતભાઇ ઠાકોર, ઉ.વ.૨૦, રહે.માતાવાળો વાસ, ગામ-કાવિઠા, તા.બાવળા, જી.અમદાવાદ. (3) કિશનભાઈ રતિલાલ ઠાકોર રહે-રબારીવાસ કાવિઠા ગામ તા.બાવળા જી-અમદાવાદ નાઓની ધરપકડ કરી તેઓ વિરૂધ્ધ ગુનો દાખલ થયેલ હોય, બાદ તેઓની તા.૨૩/૦૬/૨૦૨૧ના રોજ ધરપકડ કરવામાં આવેલ હોય અને નામદાર કોર્ટમાંથી તા.૦૨/૦૭/૨૦૨૧ના રોજ જામીન મેળવી વર્તમાન સમયમાં ગેરકાયદેસર ગુનાહીત પ્રવૃત્તિ જાળવી રાખેલ હોય, જેઓ વિરુધ્ધમાં પોલીસ મહાનિદેશક સી.આઇ.ડી.ક્રાઇમ એન્ડ રેલ્વેઝ ગુ.રા., ગાંધીનગરનાઓ દ્વારા Prevention of Illicit Traffic in Narcotic Drug and Psycotropics Substances Act. 1988 હેઠળ સદર ઇસમો વિરૂધ્ધ અટકાયતમાં લેવાનો હુકમ તા.૧૪/૦૬/૨૦૨૨ના રોજ કરતા તેઓને નાર્કોટીક્સ સેલ સી.આઇ.ડી. ક્રાઇમ એન્ડ રેલ્વેઝ, ગુ.રા. ગાંધીનગર દ્વારા રાજકોટ અને વડોદરા જેલમાં મોકલી આપવામાં આવેલ છે.