આદિવાસી ક્ષેત્રમાં અતુલ રૂરલ ડેવલોપમેન્ટ ફંડ અતુલ શ્રી સાંઈનાથ સેવાભાવી મંડળ બીનવાડા દ્વારા લોક જાગૃતિ માટે રક્તદાન કેમ્પ યોજાયો

0
1232

  • અતુલ રૂરલ ડેવલોપમેન્ટ ફંડ અતુલ શ્રી સાંઈનાથ સેવાભાવી મંડળ બીનવાડા
  • કપરાડા તાલુકાના કોમ્યુનિટી હૉલ રક્તદાન કેમ્પનું લોક જાગૃતિ માટે રક્તદાન કેમ્પ યોજાયો
  • વલસાડ જિલ્લાના કપરાડા ના આદિવાસી ક્ષેત્રમાં અતુલ રૂરલ ડેવલોપમેન્ટ ફંડ અતુલ શ્રી સાંઈનાથ સેવાભાવી મંડળ બીનવાડા દ્વારા લોક જાગૃતિ માટે રક્તદાન કેમ્પ યોજાયો

કપરાડા તાલુકાના કોમ્યુનિટી હૉલ રક્તદાન કેમ્પનું ઉદઘાટન શ્રી સાંઈનાથ સેવાભાવી મંડળ બીનવાડા યોગેશભાઈ પટેલ જિલ્લા પંચાયત સદસ્ય દક્ષાબેન ગાયકવાડ મનાળા સરપંચ જ્યેન્દ્ર ગાંવિત ચંદર ગાયવાડ સહિતનાઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યું હતું .ગુજરાત બોર્ડર ગિરનારા ના યુવાન દશરથ કડું અને દિવ્યેશ રાઉત દ્વારા કપરાડા માં યુવાનો રકતદાન કરવા માટે આવે એ માટે પ્રયત્ન કરવા માટે વધુમાં આગળ આવે એ માટે પ્રયાસો કરવા ખાત્રી આપી.કપરાડા પોલીસ મથક જી આર ડી બંદોબસ્ત હતા જેમણે પણ પ્રથમ વખત રક્તદાન કર્યુ હતું.કપરાડા તાલુકાના આદિવાસી વિસ્તારમાં રક્તદાન વિશે અંધ શ્રદ્ધાની જનજાગૃતિ માટે દક્ષિણ ગુજરાતમાં સેવા ભેખ ધારણ કરી છે. એવા સાંઈનાથ સેવાભાવી મંડળ બીનવાડા યોગેશભાઈ પટેલ દ્વારા યોજાયેલ રક્તદાન કેમ્પમાં યુવાનોએ ઉત્સાહ પૂર્વક રક્તદાન કરવામાં આવ્યું હતું .યુવાન રકતદાતાઓને પ્રોત્સાહિત કરવા પોતાની સલાસમતી હેલ્મેટ આપવામાં આવ્યો હતો. આદિવાસી વિસ્તારમાં રકતદાન કેમ્પ અને લોક જાગૃતિ સાથે કપરાડા માં યોગેશ પટેલ દ્વારા કોરોના સમયે હાલમાં પણ ગરીબ જરૂરિયાત મંદ લોકોને કોઈપણ સેવા માટે રહે જેની સરાહનીય કામગીરી ને જ્યેન્દ્ર ગાંવિત અને સામાજિક અગ્રણીઓએ બિરદાવી હતી.વલસાડ જિલ્લાના આદિવાસી ગ્રામ્ય વિસ્તારોમાં અનેક દર્દીઓને લોહીની જરૂરિયાત દિવસે દિવસે વધી રહી છે.પણ લોકોમાં જાગૃતતા ના અભાવને લઈને લોહી મેળવવું મુશ્કેલ બન્યું છે. લોહી રક્ત-દાતાઓ દ્વારા મળી રહે છે. આ પરથી કહી શકાય કે લોહીની ખૂબ જ અછત છે અને રક્તદાન ની જાગૃત્તતા ફેલાવવાની તાતી જરૂરિયાત છે. લોહીનો બીજો કોઈ જ વિકલ્પ ન હોવાથી આપણું લોહી એ બીજા કોઈ માટે જિંદગી બની જાય છે. આપણું રક્તદાન એ બીજા કોઈના જીવન માટે વરદાન બની જાય છે. દર વર્ષે લોહીની માંગમાં સતત વધારો થયે જાય છે.સામાન્ય રીતે લોકો બીજાની મદદ કરવાના હેતુથી રક્તદાન કરતા હોય છે અને તેમનું એક વખતમાં કરેલું રક્તદાન એ 3 અન્ય લોકોનો જીવ બચાવી શકે છે. એક સર્વે અનુસાર મોટા ભાગના લોકો જેમણે રક્તદાન નથી કર્યું તેમનો રક્તદાન અંગે અભિપ્રાય એ છે કે એમને ક્યારેય રક્તદાન વિશે વિચાર્યું જ નથી. આનો મતલબ એ કે સમાજમાં હજું પણ રક્તદાન અંગે જાગૃતિનો અભાવ છે. જો સમાજમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં આવે અને લોકોને રક્તદાન અને તેની જરૂરિયાત તથા તેનાથી થતા ફાયદા વિશે સમજાવવામાં આવે તો એનાથી સમાજને ખૂબ જ મોટો ફાયદો થઈ શકે છે. આ બાબતે યુવાનોનું ધ્યાન કેંદ્રિત કરવાની તાતી જરૂરિયાત છે. કારણ કે યુવાનો રક્તદાન માટે સક્ષમ હોય છે પણ જાગૃતતાના અભાવે યુવાનોને રક્તદાન માટે પ્રેરી શકાત નથી. હાલમાં વલસાડ બ્લડ બૅન્ક દ્વારા કૉલેજો અને મોટી શૈક્ષણિક સંસ્થાઓમાં રક્તદાન શિબિર યોજી યુવાનોને રક્તદાન માટે પ્રેરિત કરવામાં આવે છે. જે ખૂબ જ આવકારદાયક પગલું છે.આજે દુનિયા ટેકનોલોજીની બાબતમાં ખૂબ જ આગળ નીકળી ગઈ છે. મેડિસીનની બાબતમાં પણ ઘણા-બધા સંશોધનો થયા અને નવી નવી ટેકનોલોજીનો વિકાસ થયો છે. અદ્યતન સાધનોની મદદથી ઝડપી અને ખૂબ જ સારી રીતે સારવાર કરી શકાય છે. આ બધુ હોવા છતાં પણ હજુ સુધી કૃત્રિમ રીતે લોહી બની શક્યું નથી. એના માટે ઘણા બધા પ્રયત્નો થયા છે પણ હજું સુધી તેમાં સફળતા મળી નથી. તેના માટેના તમામ પ્રયત્નો વ્યર્થ સાબિત થયા છે. લોહી એ ફક્ત અને ફક્ત કોઈ રક્તદાતા પાસેથી જ મેળવી શકાય છે. અને આ કારણથી જ લોહીની ખૂબ જ અછત ઊભી થાય છે.રક્તદાન માટે મોટેભાગે શિબિરો યોજવામાં આવે છે.જો કે હવેના સમયમાં જાગૃતિનો ફેલાવો થતાં આવા કિસ્સા ખૂબ જ ઘટી ગયા છે. સમાજમાં કોઈ વિશિષ્ટ દિવસ, જન્મ દિવસ અથવા પ્રસંગની ઉજવણી પણ રક્તદાન શિબિર દ્વારા કરવાનું ચલણ વધ્યુ છે. જે ખૂબ જ આવકાર્ય છે. આમ છતાં પણ સૌના સહિયારા પ્રયાસો હજું ઓછા પડે છે. જેમાં વધારો થાય અને જરૂરી સમયે રક્ત ન મળવાથી કોઈનું પણ મૃત્યુ ન થાય તેવી પરિસ્થિતિ સર્જાય તે જ આદર્શ સ્થિતિ કહી શકાય.અતુલ રૂરલ ડેવલોપમેન્ટ ફંડ અતુલ શ્રી સાંઈનાથ સેવાભાવી મંડળ બીનવાડાના સહયોગ કરવામાં લોક જાગૃતિ લાવવા માટે કેમ્પમાં જ્યેન્દ્ર ગાંવિત ,ચંદર ગાયકવાડ અને રિલીફ ગૃપ કપરાડા ( વલસાડ ) દ્વારા ખૂબજ જહેમત ઉઠાવી હતી.

AD..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here