ગુજરાત અર્ધ લશ્કરના સંગઠન સમિતિ દ્વારા વ્યારમાં વિશાળ રેલીનું આયોજન

0
816

સુરત,તાપી,ભરૂચ ,વલસાડ,નવસારી ડાંગ અને નર્મદા જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ની સયુંકત રેલી મા જોડાવા સમસ્ત પરિવાર ને હાર્દિક આમંત્રણ

સર્વે ગુજરાત અર્ધ લશ્કરના સમસ્ત પરિવાર ને જાહેર આમંત્રણ ગુજરાત અર્ધ લશ્કર સંગઠન સમિતિ દ્વારા કે આપણા અર્ધ લશ્કર ને વર્ષો થી થઈ રહેલ અન્યાય, સાવકા વ્યવહાર તેમજ આપણા સમસ્ત પરિવાર ને માન, સન્માન, સુવિધા અને મળવા પાત્ર હક થી વંચિત રાખવામાં આવેલ છે તેમજ આપણી અવગણના થઈ રહેલ છે તેમજ આપણા અર્ધ લશ્કર ના જવાન તેમજ તેમના પરિવાર ને જે સેના , લશ્કર,આર્મી ના પરિવાર ને ગુજરાત મા મળી રહ્યું તે અર્ધ લશ્કર ના જવાનો ને પણ મળવું જ જોઈએ આપને પણ જવાન છીએ ,અર્ધ લશ્કર ના પરિવાર ના સદસ્યો એ પણ દેશ ની શાંતિ સલામતી જળવાઈ રહે તે માટે શહીદ થાય અને બલિદાન ,ત્યાગ , કુરબાની આપી છે તો પછી આપણી સાથે આવો ભેદભાવ વાળો વ્યવહાર શું કામ ??? શું આપણે ભારત ના જવાન નથી ?? આવા અનેક પ્રશ્ર્નો ના નિરાકરણ માટે તેમજ આપણું અને આપણા પરિવારનું માન , સન્માન માટે સહુ સાથે મળી એક બુલંદ આવાજ માં આ રેલી મા જોડાઈ ને સરકાર સુધી આપણી વાત પહોંચાડી આપણા અર્ધ લશ્કર પરિવાર ને સન્માન ,સુવિધા અને હક મેળવવાં ના આ અભિયાન ને સાર્થક ,સફળ બનાવવા આપના સિંહ ફાળો આપવા અને પોતે પણ આ દેશ નો જવાન છે એ સાબિત કરવા દેશ ના દરેક નાગરિકો ને જે અર્ધ લશ્કર ને થઈ રહેલ અન્યાય ની ગાથા થી અવગત કરવા ખુબ મોટી સંખ્યા સહ પરિવાર પધારવા સહુ ને ભાવભીનું હાર્દિક આમંત્રણ.

સ્થળ :-. દક્ષિણા પથ ,સરકારી હોસ્પિટલ ની સામે, હાઇવે વ્યારા

સમય :- 21/06/2022 ના મંગળવારે સવારે 9 : 30 વાગે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here